Petrol-Diesel Price Today : મોંધવારી માઝા મુકશે, દેશભરમાં ભડકે બળ્યા ઈંધણના ભાવ, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ
ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 103.69 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 97.99 રૂપિયા પ્રતિ લીટર છે.
Petrol-Diesel Price Hike Today : દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો અટકવાનું નામ લઈ રહ્યો નથી. પેટ્રોલ અને ડીઝલ(Petrol-Diesel Rate Today) આજે ફરી એકવાર મોંઘુ થયું (Price Hike)છે. દેશની મોટી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે 4 એપ્રિલ શનિવારના રોજ પણ ઇંધણના ભાવમાં વધારો કર્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 40 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. નવા વધારા બાદ દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 103.81 રૂપિયા અને ડીઝલની કિંમત 95.07 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે જ્યારે મુંબઈમાં પેટ્રોલ 118.83 રૂપિયા અને ડીઝલ 103.07 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત
- દિલ્હીમાં પેટ્રોલ રૂ. 103.81 અને ડીઝલ રૂ. 95.07 પ્રતિ લીટર
- મુંબઈમાં પેટ્રોલ રૂ. 118.83 અને ડીઝલ રૂ. 103.07 પ્રતિ લીટર
- ચેન્નાઈ પેટ્રોલ રૂ. 109.34 અને ડીઝલ રૂ. 99.42 પ્રતિ લીટર
- કોલકાતા પેટ્રોલ રૂ. 113.45 અને ડીઝલ રૂ. 98.22 પ્રતિ લીટર
ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 103.69 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 97.99 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે. અહીં એક લીટર પેટ્રોલ 121.17 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 103.71 રૂપિયા પ્રતિ લીટર છે.
ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે
City | Petrol | Diesel |
Ahmedabad | 103.48 | 97.78 |
Rajkot | 103.25 | 97.56 |
Surat | 103.37 | 97.67 |
Vadodara | 103.60 | 97.89 |
દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો
આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.