Opening Bell : મિશ્ર વૈશ્વિક સંકેત વચ્ચે લાલ નિશાન નીચે સરક્યો કારોબાર, Sensex 57,472 ઉપર ખુલ્યો
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજાર લાલ નિશાન પર બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ 233 પોઈન્ટ ઘટીને 57,362 પર બંધ રહ્યો હતો. બીજી તરફ NSEનો નિફ્ટી પણ 69 પોઈન્ટના ઘટાડા સાથે 17,153 પર બંધ થયો હતો.
Share Market : મિશ્ર વૈશ્વિક સંકેત વચ્ચે ભારતીય શેરબજારમાં આજે સાપ્તાહિક કારોબારની શરૂઆત લીલા નિશાન ઉપર થઇ પરંતુ ગણતરીના સમયમાં તે લાલ નિશાન નીચે સરકી ગયો હતો. શરૂઆતી કારોબારમાં ઉતાર – ચઢાવની સ્થિતિ નજરે પડી હતી. બને મુખ્ય ઇન્ડેક્સ 0.2 ટકા આસપાસ વધારા સાથે કારોબારની શરૂઆત કરી હતી. આજે સેન્સેક્સ (Sensex)શુક્રવારના છેલ્લા સત્રમાં સેન્સેક્સ 233 પોઈન્ટ ઘટીને 57,362 પર બંધ રહ્યો હતો. નિફટીની વાત કરીએ તો ઇન્ડેક્સ 17153 ની બંધ સપાટી સામે 29 અંક ઉપર 17181 અંક સાથે કારોબારનો પ્રારંભ કર્યો હતો. ડિપોઝિટરી ડેટા અનુસાર FPIએ જાન્યુઆરીમાં ભારતીય શેરબજારોમાંથી રૂ. 28,526.30 કરોડ ઉપાડ્યા હતા. ફેબ્રુઆરીમાં તેમનો ઉપાડ રૂ. 38,068.02 કરોડ હતો. માર્ચમાં અત્યાર સુધીમાં તેઓએ રૂ. 48,261.65 કરોડનું વેચાણ કર્યું છે.
શેરબજારની સ્થિતિ (09:22) |
||
SENSEX | 57,201.98 | −160.22 (0.28%) |
NIFTY | 17,120.15 | −32.85 (0.19%) |
વૈશ્વિક સંકેત મિશ્ર
છેલ્લા કારોબારી સત્રમાં વૈશ્વિક બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો છે. ડાઉ જોન્સમાં 150 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો જ્યારે નાસ્ડેક નજીવા ઘટાડા સાથે બંધ થયો હતો. છેલ્લા એક કલાકમાં રિકવરી બાદ બજારો સુધર્યા હતા. આ સિવાય ચીનમાં કોરોનાનો ભય સતત ફેલાઈ રહ્યો છે જેના કારણે શાંઘાઈમાં તબક્કાવાર લોકડાઉન લાદવામાં આવ્યું છે. શહેરમાં આગામી 9 દિવસ સુધી લોકડાઉન રહેશે. શાંઘાઈમાં લોકડાઉનના અહેવાલને કારણે ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા છે અને બ્રેન્ટ 3.5 ટકા ઘટીને 117 ડોલરની નીચે પહોંચી ગયું છે. બીજી તરફ શુક્રવારે સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલાના કારણે ક્રૂડ ઓઈલમાં ઉછાળો આવ્યો હતો અને આ સિવાય કુદરતી ગેસની કિંમતમાં પણ વધારો જોવા મળ્યો છે. એશિયન બજારોની વાત કરીએ તો અહીં પણ SGX નિફ્ટી મામૂલી વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. આ ઈન્ડેક્સ ખુલતા સમયે 7 પોઈન્ટના વધારા સાથે 17198 ના સ્તર પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 7 દિવસમાં છઠ્ઠી વખત વધારો થયો છે. પેટ્રોલ 30 પૈસા અને ડીઝલ 35 પૈસા મોંઘુ થયું છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 99.41 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે જ્યારે મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 114.19 રૂપિયા છે.
FII-DII ડેટા
25 માર્ચના ટ્રેડિંગ સેશન દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ શેરબજારમાં રૂ. 1507.37 કરોડ પરતખેંચ્યા હતા જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) એ રૂ. 1373.02 કરોડનું રોકાણ કર્યું હતું.
છેલ્લા સત્રનો કારોબાર
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજાર લાલ નિશાન પર બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ 233 પોઈન્ટ ઘટીને 57,362 પર બંધ રહ્યો હતો. બીજી તરફ NSEનો નિફ્ટી પણ 69 પોઈન્ટના ઘટાડા સાથે 17,153 પર બંધ થયો હતો. સેન્સેક્સ 206 પોઈન્ટના વધારા સાથે 57,801 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી 67 પોઈન્ટના વધારા સાથે 17,289 પર ખુલ્યો હતો. તે દિવસના ટ્રેડિંગમાં 57,100 ની નીચી અને 57,845 ની ઉપલી સપાટી બનાવી હતી.
આ પણ વાંચો : Sensexની 10માંથી 7 કંપનીઓના માર્કેટ કેપમાં 1.14 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો, જાણો કોણ રહ્યું Gainer અને કોણ છે Loser
આ પણ વાંચો : આધારમાં મોબાઈલ નંબર અપડેટ કર્યા પછી પણ OTP નથી મળી રહ્યો? આ કારણ હોઈ શકે છે જવાબદાર, જાણો ઉપાય