Opening Bell : નબળાં વૈશ્વિક સંકેતના પગલે શેરબજારમાં ઘટાડા સાથે કારોબારની શરૂઆત, Sensex 55218 ઉપર ખુલ્યો
સપ્તાહના ચોથા દિવસે શેરબજારમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 817 પોઈન્ટ અથવા 1.5% વધીને 55,464 પર બંધ થયો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 249 પોઈન્ટ મુજબ 1.53% વધીને 16,594 પર બંધ થયો હતો.
Share Market Today : નબળા વૈશ્વિક સંકેતના પગલે ભારતીય શેરબજાર(Share Market) આજે પ્રારંભિક કારોબારમાં લાલ નિશાનમાં નજરે પડી રહ્યું છે. વિશ્વભરના બજારોમાં આજે કારોબારમાં નરમાશ દેખાઈ છે જેની અસરમાંથી ભારતીય શેરબજાર પણ બાકાત રહ્યા ન હતા. ગુરુવારે સેન્સેક્સ(Sensex ) 817 પોઈન્ટ અથવા 1.5% વધીને 55,464 પર બંધ થયો હતો જે આજે 55,218.78 ઉપર ખુલ્યો હતો. ઈન્ડેક્સનું ઉપલું સ્તર 55,245.46 અને નીચલું સ્તર 55,049.95 રહ્યું હતું. નિફટી(Nifty )ની વાત કરીએ તો છેલ્લા સત્રમાં તે 249 પોઈન્ટ મુજબ 1.53% વધીને 16,594 પર બંધ થયો હતો. આજે 16,528.80 ઉપર ખુલ્યો હતો
વૈશ્વિક સંકેત નબળા
બે દિવસના ઉછાળા બાદ અમેરિકી બજારોની તેજી હવે નિયંત્રણમાં આવી છે.મોંઘવારી 40 વર્ષની ટોચે પહોંચવા સાથે યુએસ બજારો લપસી ગયા છે. વૈશ્વિક બજારો ખરાબ મૂડમાં છે. રશિયા અને યુક્રેન વચ્ચે વધતી જતી ચિંતાઓ વચ્ચે IMFએ વૈશ્વિક વૃદ્ધિના અંદાજમાં ઘટાડો કરવાનો સંકેત આપ્યો છે. અમેરિકન બજારની વાત કરીએ તો ડાઉ જોન્સ 110 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો છે જ્યારે નાસ્ડેકમાં 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ સિવાય આઈટી સેક્ટરમાં પણ ઘણી વેચવાલી જોવા મળી હતી. એશિયન બજારોની વાત કરીએ તો SFX નિફ્ટીએ પણ લાલ નિશાન સાથે શરૂઆત કરી છે. આ ઈન્ડેક્સ લગભગ 100 પોઈન્ટનો ઘટાડો દર્શાવે છે. બીજી તરફ યુરોપિયન માર્કેટમાં 1.5-3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
આજના કારોબારમાં આ બાબતો અસર કરી શકે છે
- રશિયા-યુક્રેન યુદ્ધવિરામ માટે સંમત થયા નથી
- મોંઘવારી 40 વર્ષની ઊંચી સપાટીએ પહોંચતા યુએસ માર્કેટ તૂટ્યા
- IMFના વૈશ્વિક વૃદ્ધિ અનુમાનને ઘટાડવાના સંકેતો આપ્યા
- BPCL, BEML ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા આગળ વધી
FII-DII ડેટા
10 માર્ચના ટ્રેડિંગ સેશન દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ બજારમાંથી 1981.15 કરોડ ઉપાડ્યા જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 945.71 કરોડનું રોકાણ કર્યું હતું.
કોમોડિટી અપડેટ્સ
- કોમોડિટી માર્કેટમાં મિશ્ર વેપાર
- સપ્લાયમાં ઘટાડાની ચિંતાને કારણે ગઈ કાલે ક્રૂડ ઓઈલ 9 ડોલર ઘટ્યું હતું
- બ્રેન્ટ મે વાયદો 111ની નજીક પહોંચ્યો
- સોનું 2000 ડૉલરના સ્તરે દેખાયું
ગુરુવારે તેજી સાથે બંધ થયું બજાર
સપ્તાહના ચોથા દિવસે શેરબજારમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 817 પોઈન્ટ અથવા 1.5% વધીને 55,464 પર બંધ થયો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 249 પોઈન્ટ મુજબ 1.53% વધીને 16,594 પર બંધ થયો હતો. બજારને બેન્કિંગ શેરોનો ટેકો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 27 વધ્યા હતા જ્યારે 3 તૂટ્યા હતા.