MapmyIndia IPO Allotment : આ રીતે જાણો તમને શેર મળ્યા કે નહિ?
જેમણે MapmyIndia IPO માટે અરજી કરી છે તેઓ BSE વેબસાઇટ અથવા પબ્લિક ઇશ્યૂના સત્તાવાર રજિસ્ટ્રાર પર લૉગ ઇન કરીને તેમની IPO અરજીની સ્થિતિ ઑનલાઇન ચકાસી શકે છે.

MapmyIndia IPO Allotment : ડિજિટલ મેપિંગ કંપની MapmyIndiaના IPO ના શેરની ફાળવણી થઈ રહી છે. MapmyIndia IPO 9મી ડિસેમ્બરે ખુલ્યો હતો અને તેને 13મી ડિસેમ્બર સુધી રોકાણ કરવાની તક આપવામાં આવી હતી. કંપનીએ આ IPO દ્વારા રૂ. 1,039.6 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. ઈશ્યુ હેઠળ કોઈ નવા શેર જારી કરવામાં આવ્યા ન હતા. તે સંપૂર્ણ રીતે વેચાણ માટેની ઓફર હતી. આ ઇશ્યૂ માટે પ્રાઇસ બેન્ડ રૂ. 1,000-1,033 નક્કી કરવામાં આવી છે. તેના શેર 21 ડિસેમ્બરે BSE અને NSE પર લિસ્ટ થવાની શક્યતા છે.
9 થી 13 ડિસેમ્બર દરમિયાન ત્રણ દિવસની બિડિંગમાં MapmyIndia IPO 154.71 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. રીટેલ કેટેગરીમાં 15.20 ગણો, QIB કેટેગરીમાં 196.36 ગણો અને NII કેટેગરીમાં 424.69 ગણો પબ્લિક ઈશ્યુ સબસ્ક્રાઈબ થયો હતો.
જેમણે MapmyIndia IPO માટે અરજી કરી છે તેઓ BSE વેબસાઇટ અથવા પબ્લિક ઇશ્યૂના સત્તાવાર રજિસ્ટ્રાર પર લૉગ ઇન કરીને તેમની IPO અરજીની સ્થિતિ ઑનલાઇન ચકાસી શકે છે.
BSE ની વેબસાઇટ પર શેરની ફાળવણી તપાસો
- સૌ પ્રથમ તમારે BSEની વેબસાઇટ https://www.bseindia.com/investors/appli_check.aspx પર જવું પડશે.
- અહીં ઇક્વિટી બોક્સ માં ટીક કરવું પડશે.
- હવે નીચે ઇશ્યૂનું નામ દાખલ કરો.
- તમારો એપ્લિકેશન નંબર લખો.
- પાન નંબર દાખલ કરો
- હવે Search પર ક્લિક કરો.
- હવે આખી વિગત તમને જોવા મળશે.
રજિસ્ટ્રારની વેબસાઇટ દ્વારા તપાસો
- Link Intime આ ઈશ્યુના રજિસ્ટ્રાર છે.
- આ IPO માટે, રજિસ્ટ્રારની વેબસાઇટ પર જવું પડશે.
- લિંક: https://linkintime.co.in/MIPO/Ipoallotment.html
- ડ્રોપડાઉનમાં કંપનીનું નામ લખો.
- આ પછી બોક્સમાં PAN નંબર, એપ્લિકેશન નંબર અથવા ડિપોઝિટરી/ક્લાયન્ટ ID દાખલ કરો
- કેપ્ચા દાખલ કરો અને સર્ચ બટન પર ક્લિક કરો. પછી તમને તમારું સ્ટેટસ ખબર પડશે.
આ પણ વાંચો : આજે Rategain Travel ના શેર લિસ્ટ થશે, રોકાણકારોને નફો મળશે કે થશે નુકસાન? જાણો નિષ્ણાંતોનું અનુમાન