શેરબજારમાંથી વિદેશી રોકાણકારોનું ઉદાસીનતા ભર્યુ વલણ, બે સપ્તાહમાં 15 હજાર કરોડ રૂપિયા પાછા ખેંચાયા

|

Jan 15, 2023 | 12:50 PM

Share Market News : FPI એ 2 થી 13 જાન્યુઆરી દરમિયાન ભારતીય શેરબજારોમાંથી રૂ. 15,068 કરોડનો ચોખ્ખો ઉપાડ કર્યો છે. FPI જાન્યુઆરીમાં 10 ટ્રેડિંગ સેશનમાં માત્ર બે જ દિવસમાં ચોખ્ખા ખરીદદાર રહ્યા છે.

શેરબજારમાંથી વિદેશી રોકાણકારોનું ઉદાસીનતા ભર્યુ વલણ, બે સપ્તાહમાં 15 હજાર કરોડ રૂપિયા પાછા ખેંચાયા
symbolic image

Follow us on

વિશ્વના કેટલાક ભાગોમાં કોવિડ સંક્રમણના વધતા જતા કેસ અને યુએસ મંદીની ચિંતા વચ્ચે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs)એ જાન્યુઆરીના બે ટ્રેડિંગ સપ્તાહમાં ભારતીય શેરબજારમાંથી રૂ. 15,000 કરોડ પાછા ખેંચી લીધા છે. FPIs છેલ્લા કેટલાક સપ્તાહોથી ભારતીય શેરબજારો પ્રત્યે સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે. કોટક સિક્યોરિટીઝ લિ.ના ઇક્વિટી રિસર્ચ (રિટેલ)ના વડા શ્રીકાંત ચૌહાણે જણાવ્યું હતું કે આગળ જતાં FPI ના પ્રવાહમાં અસ્થિરતા રહેશે. જો કે, સ્થાનિક અને વૈશ્વિક ફુગાવો હવે નીચે આવી રહ્યો છે.

અત્યાર સુધીમાં 15 હજાર કરોડ ઉપાડ્યા છે

ડિપોઝિટરી ડેટા અનુસાર, FPIsએ 2 થી 13 જાન્યુઆરી દરમિયાન ભારતીય શેરબજારોમાંથી રૂ. 15,068 કરોડનો ચોખ્ખો ઉપાડ કર્યો હતો. FPI જાન્યુઆરીમાં 10 ટ્રેડિંગ સેશનમાં માત્ર બે જ દિવસમાં ચોખ્ખા ખરીદદાર રહ્યા છે. અગાઉ, FPIએ ડિસેમ્બરમાં શેરબજારોમાં રૂ. 11,119 કરોડની નેટ જમા કરાવી હતી.

આ પણ વાંચો : Forex Reserve : વિદેશી મુદ્રા ભંડારમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, ગત સપ્તાહે કેટલું થયું નુકસાન?

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

FPI એ 2022 માં ભારતીય શેરબજારોમાંથી રૂ. 1.21 લાખ કરોડ પાછા ખેંચ્યા હતા

નવેમ્બરમાં તેણે રૂ. 36,239 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું હતું. એકંદરે, FPI એ 2022 માં ભારતીય શેરબજારોમાંથી રૂ. 1.21 લાખ કરોડ પાછા ખેંચ્યા હતા. તેનું મુખ્ય કારણ વૈશ્વિક સ્તરે મધ્યસ્થ બેન્કો દ્વારા વ્યાજદરમાં આક્રમક વધારો, ખાસ કરીને ફેડરલ રિઝર્વનું આક્રમક વલણ, ક્રૂડ ઓઈલના ભાવમાં અસ્થિરતા અને રશિયા-યુક્રેન યુદ્ધના કારણે કોમોડિટીના ભાવમાં થયેલો વધારો છે

વિદેશી રોકાણકારો મંદી અંગે સાવચેત

FPI ના પ્રવાહની દ્રષ્ટિએ છેલ્લું વર્ષ સૌથી ખરાબ રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં FPIs ભારતીય શેરબજારમાં ચોખ્ખા રોકાણકારો હતા. હિમાંશુ શ્રીવાસ્તવે, એસોસિયેટ ડાયરેક્ટર-મેનેજર રિસર્ચ, મોર્નિંગસ્ટાર ઈન્ડિયાએ કહ્યું કે વિશ્વના વિવિધ સ્થળોએ કોવિડનો ખતરો હજુ પણ છે.

એફપીઆઈ ભારત જેવા ઉભરતા દેશોમાં રોકાણ કરતા અટકાવી રહી

આ સિવાય અમેરિકામાં મંદીની ચિંતા એફપીઆઈ ભારત જેવા ઉભરતા દેશોમાં રોકાણ કરતા અટકાવી રહી છે. જાન્યુઆરીમાં, શેર્સ સિવાય, FPI એ પણ ડેટ અથવા બોન્ડ માર્કેટમાંથી રૂ. 957 કરોડ પાછા ખેંચ્યા છે. ભારત સિવાય ઇન્ડોનેશિયામાં FPI ના પ્રવાહ નેગેટિવ રહ્યો છે. જો કે, તેઓ ફિલિપાઈન્સ, દક્ષિણ કોરિયા અને થાઈલેન્ડના બજારોમાં ચોખ્ખા ખરીદદાર રહ્યા છે.

Next Article