AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Forex Reserve : વિદેશી મુદ્રા ભંડારમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, ગત સપ્તાહે કેટલું થયું નુકસાન?

Forex Reserve : ઑક્ટોબર 2021 માં વિદેશી હૂંડિયામણ અનામત  645 બિલિયન ડોલરના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું હતું. વૈશ્વિક વિકાસ વચ્ચે રૂપિયાના વિનિમય દરમાં જબરદસ્ત ઘટાડાનો સામનો કરવા માટે કેન્દ્રીય બેંક દ્વારા કરન્સી રિઝર્વનો ઉપયોગ કરવાને કારણે પાછળથી તેમાં ઘટાડો થયો હતો.

Forex Reserve :  વિદેશી મુદ્રા ભંડારમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, ગત સપ્તાહે કેટલું થયું નુકસાન?
India faced a decline in forex reserves
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2023 | 7:47 AM
Share

નવા વર્ષના પહેલા જ સપ્તાહમાં ભારતે  ફોરેક્સ રિઝર્વમાં ઘટાડાનો સામનો કરવો પડ્યો છે. ભારતીય રિઝર્વ બેંકએ શુક્રવારે આ અંગે સંપૂર્ણ માહિતી આપી છે. આરબીઆઈ પાસેથી મળેલા આંકડા અનુસાર 6 જાન્યુઆરી 2023ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન દેશના વિદેશી મુદ્રા ભંડારમાં 1.268 અબજ ડોલરનું નુકસાન થયું છે. જે બાદ હવે તે ઘટીને 561.583 અબજ ડોલર થઈ ગયું છે. પાછલા સપ્તાહમાં દેશનો કુલ વિદેશી મુદ્રા ભંડાર 44 મિલિયન ડોલર વધીને 562.851 અબજ ડોલર થયો હતો. અગાઉ ગયા વર્ષે ડિસેમ્બર 2022 ના છેલ્લા બે અઠવાડિયામાં વિદેશી મુદ્રા ભંડારમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો.

સેન્ટ્રલ બેંકના સાપ્તાહિક ડેટા અનુસાર કુલ મુદ્રા ભંડારનો મહત્વનો ભાગ ગણાતી વિદેશી ચલણ અસ્કયામતો  6 જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં 1.747 બિલિયન ડોલર ઘટીને 496.441 બિલિયન ડોલર થઈ ગઈ છે. ફોરેન કરન્સી એસેટ્સ -FCA નું મૂલ્ય ડોલરના સંદર્ભમાં લેવામાં આવે છે. યુરો, પાઉન્ડ અને જાપાનીઝ યેન સહિત અન્ય વિદેશી કરન્સીના મૂલ્યમાં ઘટાડો અથવા મજબૂતાઈની અસર પણ થાય છે. યુએસ કરન્સીમાં વધઘટની અસરોનો સમાવેશ તેમાં થાય છે. સોનાના ભંડારનું મૂલ્ય સમીક્ષા હેઠળના સપ્તાહમાં 461 મિલિયન ડોલર વધીને 41.784 અબજ ડોલર થયું છે.

વર્ષ 2021માં કેટલો ઘટાડો થયો?

ઑક્ટોબર 2021 માં વિદેશી હૂંડિયામણ અનામત  645 બિલિયન ડોલરના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું હતું. વૈશ્વિક વિકાસ વચ્ચે રૂપિયાના વિનિમય દરમાં જબરદસ્ત ઘટાડાનો સામનો કરવા માટે કેન્દ્રીય બેંક દ્વારા કરન્સી રિઝર્વનો ઉપયોગ કરવાને કારણે પાછળથી તેમાં ઘટાડો થયો હતો.

RBI ના આંકડા શું કહી રહ્યા છે ?

RBI બેંકના ડેટા અનુસાર સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ (SDR) $35 મિલિયન વધીને $18.217 બિલિયન થઈ ગયો છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)માં રાખવામાં આવેલ દેશનો મુદ્રા ભંડાર $18 મિલિયન ઘટીને $5.141 બિલિયન થઈ ગયો છે.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ

ભારતીય શેરબજારમાં 3 દિવસના ઘટાડા બાદ શુક્રવારે બાઉન્સબેક જોવા મળ્યો છે. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 303.15 પોઈન્ટ્સ અથવા 0.51 ટકા વધીને 60,261.18 પર બંધ થયો હતો. તે જ સમયે, નિફ્ટી 98.40 પોઈન્ટ એટલે કે 0.55 ટકા વધીને 17,956.60 પર બંધ થયો હતો.

અદાણી એન્ટરપ્રાઈઝ, ટાટા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેંક, આઈશર મોટર્સ અને આઈસીઆઈસીઆઈ બેંક આજના વેપારમાં ટોચના નિફ્ટી ગેનર હતા. જ્યારે ટાઈટન કંપની, અપોલો હોસ્પિટલ, નેસ્લે ઈન્ડિયા, ટાટા મોટર્સ અને આઈટીસી નિફ્ટીના ટોપ લૂઝર હતા.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">