કોમોડિટી માર્કેટમાં તેજીનું તોફાન, ક્રૂડ ઓઈલના ઉછાળાની ઈન્ડસ્ટ્રી પર કેવી થશે અસર, જાણો પુરી વિગત

કોમોડિટી માર્કેટમાં તેજીનું તોફાન, ક્રૂડ ઓઈલના ઉછાળાની ઈન્ડસ્ટ્રી પર કેવી થશે અસર, જાણો પુરી વિગત
Commodity Market

ક્રૂડ ઓઈલ 11 વર્ષના સર્વોચ્ચ સ્તરે બંધ થયું છે. એલ્યુમિનિયમ અને કોપર પણ આ સમયે રેકોર્ડ હાઈ પર છે. ઝિંક 15 વર્ષની ટોચે છે. એકંદરે કોમોડિટી માર્કેટમાં જોરદાર તેજી જોવા મળી રહી છે.

TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Mar 05, 2022 | 6:31 PM

કોમોડિટી માર્કેટ (Commodity market) અત્યારે તેજીમાં છે. યુક્રેન પર રશિયાના હુમલા (Russia-Ukraine crisis)  ને કારણે આ માર્કેટમાં તેજીનો ટ્રેન્ડ ચાલુ છે. ચીજવસ્તુઓ મોંઘી થવાને કારણે સરકારની સાથે સાથે ઉદ્યોગોની હાલત પણ મુશ્કેલ બની છે. ક્રુડ ઓઈલની  કિંમત હાલમાં 11 વર્ષની સર્વોચ્ચ સપાટીએ છે. સપ્તાહના અંતિમ દિવસે ક્રુડ ઓઈલ લગભગ 7 ટકાના વધારા સાથે 118 ડોલર પ્રતિ બેરલ પર બંધ થયું. એલ્યુમિનિયમ અને કોપર પણ આ સમયે રેકોર્ડ હાઈ પર છે. ઝિંક 15 વર્ષની ટોચે છે. ખાદ્ય પામ તેલ મોંઘું છે, જ્યારે કોફીની કિંમત 11 વર્ષની ટોચે પહોંચી છે. ઘઉં પણ મોંઘા થયા છે.

ઇટી નાઉ સ્વદેશના અહેવાલ મુજબ, ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો થવાને કારણે પેઇન્ટ ઇન્ડસ્ટ્રી, સિમેન્ટ, એફએમસીજી અને એવિએશન સેક્ટર ખરાબ રીતે પ્રભાવિત થયા છે. પેઇન્ટ ઉદ્યોગ માટે કાચા માલના ખર્ચમાં ક્રૂડનો હિસ્સો 60 ટકા છે. મોનોમર્સ અને ટાઇટેનિયમ ડાયોક્સાઇડ જેવા ક્રૂડ ઓઇલ ડેરિવેટિવ્સનો ઉપયોગ પેઇન્ટ ઉદ્યોગમાં થાય છે.

સિમેન્ટ ઉદ્યોગમાં કાચા માલની કિંમત 17 ટકા સુધી

સિમેન્ટ ઉદ્યોગમાં પરિવહન સહિત અન્ય ખર્ચમાં ક્રૂડ ઓઇલનો ફાળો 30 ટકા છે. આ ઉપરાંત મોંઘા કોલસાના કારણે આ ઉદ્યોગને પણ અસર થઈ છે. ક્રિસિલ રિસર્ચનું માનવું છે કે આ વર્ષે પાવર અને ઈંધણના ખર્ચમાં 35-40 ટકાનો વધારો શક્ય છે. સિમેન્ટ માટે કાચો માલ મોંઘો થઈ રહ્યો છે. કુલ ખર્ચમાં કાચા માલનું યોગદાન 15-17 ટકા હોય છે.

એગ્રી કોમોડિટી મોંઘી થઈ છે

યુક્રેન ક્રાઈસિસને કારણે એગ્રી કોમોડિટી મોંઘી થઈ ગઈ છે, જેના કારણે FMCG કંપનીઓને આ વર્ષે દર વધારવાની ફરજ પડી છે. હિન્દુસ્તાન યુનિલિવરે ફેબ્રુઆરીમાં બે વખત દર વધાર્યા હતા. એવું માનવામાં આવે છે કે ઘણી FMCG કંપનીઓ માર્ચ મહિનામાં રેટ વધારી શકે છે.

ઉડ્ડયન ક્ષેત્રનો  35% ખર્ચ ઈંધણ પર

મોંઘા તેલના કારણે ઉડ્ડયન ક્ષેત્રને સૌથી વધુ અસર થઈ છે. આ સેક્ટરનો 35 ટકા ખર્ચ માત્ર ઈંધણ પર જ કરવામાં આવે છે. કોરોના મહામારી બાદ આ સેક્ટર ફરીથી પોતાના પગ પર ઉભા થવાનો પ્રયાસ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં મોંઘા તેલે આ ક્ષેત્રની કમર તોડી નાખી છે. વિવિધ ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કારણે સિમેન્ટ સ્ટોક, પેઇન્ટ સ્ટોક, ગેસ કંપનીઓ, રબર અને ટાયર કંપનીઓ, એવિએશન શેરો ભારે દબાણ હેઠળ છે.

જાણો કોની પાસે કેટલું વિદેશી હૂંડિયામણ અનામત છે?

કાચા માલના ભાવ અને તેલની કિંમતમાં વધારાને કારણે દેશના વિદેશી મુદ્રા ભંડારને પણ અસર થાય છે. વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાના ફોરેન એક્સચેન્જ રિઝર્વની વાત કરીએ તો ચીનનું ફોરેન રિઝર્વ 3.22 ટ્રિલિયન ડોલર, જાપાનનું 1.38 ટ્રિલિયન ડોલર, સ્વિટ્ઝર્લેન્ડનું 1.03 ટ્રિલિયન ડોલર, રશિયાનું 630 બિલિયન ડોલર અને ભારતનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ આ સપ્તાહે 632 બિલિયન ડોલર પર બંધ થયું છે.

આ પણ વાંચો :  Share Market એ રોકાણકારોને રોવડાવ્યા ! છેલ્લા 12 સેશનમાં સેન્સેક્સમાં 4000 પોઈન્ટથી વધુનો ઘટાડો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati