આગામી 3 વર્ષમાં 7 લાખ કરોડ રૂપિયાની રોડ પરીયોજના, એક વર્ષમાં દિલ્લીથી મુંબઈની યાત્રા 12 કલાકમાં !

આગામી 3 વર્ષમાં સરકાર 15,000 કરોડ રૂપિયાના ખર્ચે 20 થી વધુ રોપ-વે પ્રોજેક્ટ પૂર્ણ કરશે. આ જ સમયગાળામાં  3000 કરોડ રૂપિયાના ખર્ચે 10 હજાર કિલોમીટર લાંબી ઓપ્ટિકલ ફાઈબર કેબલ પણ નાખવામાં આવશે.

આગામી 3 વર્ષમાં 7 લાખ કરોડ રૂપિયાની રોડ પરીયોજના, એક વર્ષમાં દિલ્લીથી મુંબઈની યાત્રા 12 કલાકમાં !
7 lakh crore road infra project in next 3 years (Nitin Gadkari - File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 11:54 PM

સરકાર આગામી 2 થી 3 વર્ષમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં (road infrastructure) વધુ સુધારો કરવા માટે 7 લાખ કરોડ રૂપિયાની યોજના લઈને ચાલી રહી છે. મુંબઈ (Mumbai) માં કેન્દ્રીય માર્ગ અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ (Union Road and Highways Minister Nitin Gadkari) આ યોજનાઓ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આગામી એક વર્ષમાં દિલ્હીથી મુંબઈની (Delhi to Mumbai) સડક માર્ગની મુસાફરી ઘટીને 12 કલાક થઈ જશે.

રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સરકાર ભાર મુકી રહી છે

નીતિન ગડકરીએ માહિતી આપતાં કહ્યું કે આગામી 2-3 વર્ષમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધુ સુધારો કરવા માટે સરકાર 7 લાખ કરોડ રૂપિયાની યોજનાઓ લઈને ચાલી રહી છે. સરકાર 10 લાખ રૂપિયાની 34800 કિમી યોજનાઓ પર કામ કરી રહી છે. જેમાંથી 6 લાખ કરોડ રૂપિયા સુધીના પ્રોજેક્ટ નાણાકીય વર્ષ 2024 સુધીમાં પૂરા કરવામાં આવશે. જ્યારે આ દરમિયાન 50,000 કરોડ રૂપિયાના 35 મલ્ટિમોડલ લોજિસ્ટિક્સ પાર્કની યોજના છે. રસ્તાની બાજુની સુવિધાઓ માટે,  3000 કરોડ રૂપિયાના ખર્ચે 600 વેસાઇડ એમીનીટીઝની યોજના છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

8000 કરોડથી વધુના ખર્ચે 6 થી વધુ ઇન્ટર મોડલ સ્ટેશન અને 15 હજાર કરોડ રૂપિયાના ખર્ચે 20 થી વધુ રોપવે પણ તૈયાર કરવામાં આવશે. આ જ સમયગાળામાં  3000 કરોડ રૂપિયાના ખર્ચે 10 હજાર કિલોમીટર લાંબી ઓપ્ટિકલ ફાઈબર કેબલ પણ નાખવામાં આવશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે લોકોને આ યોજનાઓનો ઘણો લાભ મળશે. ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ વિકાસ સાથે, મુંબઈથી દિલ્હીની મુસાફરી  રોડ માર્ગે  હવે 48 કલાકને બદલે માત્ર 12 કલાકમાં  પૂરી થઈ જશે અને લોકો આગામી 1 વર્ષમાં તેનો ઉપયોગ કરવાનું શરૂ કરશે. તેમણે કહ્યું કે આટલું રોકાણ વ્યર્થ નહીં જાય.રોડ સેક્ટરમાં રિટર્ન ઘણું સારું છે અને તમામ પ્રોજેક્ટ્સ સફળ સાબિત થશે.

ઓટો સેક્ટર માટે પણ પરિવર્તનનો યુગ

નીતિન ગડકરીએ કહ્યું કે આગામી 5 વર્ષમાં ઓટો સેક્ટરનું કદ બમણું થઈને 15 લાખ કરોડ રૂપિયા થઈ જશે. આવી સ્થિતિમાં સેક્ટર માટે બદલાવ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ સ્ક્રેપ પોલિસી, ફ્લેક્સ એન્જિનનો પણ ઉલ્લેખ કર્યો, તેમણે કહ્યું કે સ્ક્રેપ પોલિસી દરેક માટે ફાયદાકારક સાબિત થવા જઈ રહી છે. આનાથી પ્રદૂષણ ઘટશે, ટેક્સની આવકમાં વધારો થશે, જ્યારે ઓટો સેક્ટરમાં પણ વૃદ્ધિને વેગ મળશે, જ્યારે લોકોને રોજગારી પણ મળશે.

તેમણે કહ્યું કે તેની મદદથી તે દેશમાં નવા રોકાણ લાવવામાં પણ સફળતા મળશે.આગામી 5 વર્ષમાં દેશભરમાં 50 થી 70 રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપ ફેસિલિટી ઊભી કરવામાં આવશે. ફ્લેક્સ એન્જિન પર એડવાઈઝરી જાહેર કરવામાં આવી રહી છે. આગામી 2 થી 3 વર્ષમાં લોકો તેમના ટુ વ્હીલર અને થ્રી વ્હીલરને ઈલેક્ટ્રીક વાહનોમાં ફેરવી શકશે. આ સાથે સરકાર વૈકલ્પિક ઈંધણ પર ભાર વધારશે.

આ પણ વાંચો :  ખતરનાક આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટમાં ભારતીય મૂળના 66 લડવૈયા સામેલ છે, હજુ સુધી કોઈ ભારત પરત નથી આવ્યુંઃ યુએસ રિપોર્ટ

આ પણ વાંચો : હિમાચલ ફરવા જાઓ છો ? તો અટલ ટનલની મુલાકાત લેતા પહેલા જાણી લો આ મહત્વના સમાચાર, થઈ રહ્યો છે મોટો ફેરફાર

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">