Dollar vs Rupee : રૂપિયાનું સતત થઇ રહ્યું છે ધોવાણ, ડોલર સામે 76 ના સ્તર સુધી સરક્યો

શુક્રવારના કારોબારમાં રશિયા-યુક્રેનની કટોકટી, ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો અને સ્થાનિક શેરબજારના નબળા પડવાના કારણે રૂપિયાને અસર થઈ હતી. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 76.06 પર નબળો ખૂલ્યો હતો.

Dollar vs Rupee : રૂપિયાનું સતત થઇ રહ્યું છે ધોવાણ, ડોલર સામે 76 ના સ્તર સુધી સરક્યો
રૂપિયો સતત નબળો પડી રહ્યો છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2022 | 7:58 AM

ડોલર સામે રૂપિયો(Dollar vs Rupee) સતત નબળો પડી રહ્યો છે. શુક્રવારના કારોબારમાં ઘટાડા સાથે રૂપિયો 76 ના સ્તરની ઉપર બંધ થયો હતો. બજાર વિશ્લેષકોના મતે રશિયા યુક્રેન સંકટ(Russia Ukraine crisis)ના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા વધારાને કારણે સ્થાનિક ચલણમાં ઘટાડો થયો છે. બીજી તરફ વિદેશી રોકાણકારો દ્વારા સ્થાનિક બજારોમાંથી સતત મૂડીની ઉપાડ અને સ્થાનિક શેરબજાર(stock market)માં નબળાઈએ પણ રૂપિયા માટે સેન્ટિમેન્ટ ખરાબ કર્યું છે. શુક્રવારે ડોલર સામે રૂપિયો 22 પૈસા ઘટીને 76.16 ના સ્તર પર બંધ થયો છે. ગુરુવારે ડોલર સામે રૂપિયો 15 પૈસા નબળો પડ્યો હતો.

સપ્તાહના અંતે કેવો રહ્યો કારોબાર ?

શુક્રવારના કારોબારમાં રશિયા-યુક્રેનની કટોકટી, ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો અને સ્થાનિક શેરબજારના નબળા પડવાના કારણે રૂપિયાને અસર થઈ હતી. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 76.06 પર નબળો ખૂલ્યો હતો. ટ્રેડિંગ સેશન દરમિયાન રૂપિયો 75.99ની એક દિવસની ઊંચી સપાટી અને 76.22ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. દરમિયાન ડૉલર ઇન્ડેક્સ જે છ ચલણો સામે ડૉલરનું પ્રતિનિધિત્વ કરે છે તે 0.27 ટકા મજબૂત થઈને 98.05 થયો હતો. વૈશ્વિક બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર 0.80 ટકા ઘટીને 111.34 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું છે. ગુરુવારે તે નવ વર્ષમાં પ્રથમ વખત 120 ડોલર પ્રતિ બેરલની ઉપર ગયો હતો. સ્થાનિક શેરબજારનો 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 768.87 પોઈન્ટ ઘટીને 54,333.81 પોઈન્ટ પર બંધ થયો હતો. NSE નિફ્ટીમાં 252.70 પોઈન્ટનો ઘટાડો થયો હતો. શેરબજારના ડેટા મુજબ વિદેશી સંસ્થાકીય રોકાણકારો મૂડીબજારમાં વેચાણકર્તા હતા. શુક્રવારે તેણે રૂ. 6,644.65 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.

એક મહિનામાં રૂપિયો 2 ટકા તૂટ્યો

યુક્રેનની કટોકટી વધુ ઘેરી બનતાં ડોલર સામે રૂપિયો નબળો પડ્યો છે. 24 ફેબ્રુઆરીના રોજ ડોલર સામે રૂપિયો 75.47 પર હતો. જો કે, પછીના કેટલાક દિવસોમાં મજબૂતી જોવા મળી હતી અને 27 ફેબ્રુઆરી સુધીમાં રૂપિયો મજબૂત થઈને 75ના સ્તરે બંધ થઈ ગયો હતો. જોકે, 28 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી નબળાઈ વધી હતી. 2 માર્ચે રૂપિયો 76 ની સપાટીને પાર કરી ગયો હતો.આજના ઘટાડા સાથે રૂપિયો ફરી એકવાર 76 ની સપાટી તોડી છે અને શુક્રવારે રૂપિયો ડોલર સામે આ મહત્વપૂર્ણ સ્તરની ઉપર બંધ થયો હતો. એક મહિનામાં તેમાં 1.9 ટકાની નબળાઈ જોવા મળી છે.

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

આ પણ વાંચો : જો તમે Mutual Fundમાં રોકાણ કરો છો, તો જાણો ડિવિડન્ડ ફંડ અને ગ્રોથ ફંડમાં ક્યુ રોકાણ લાભદાયક છે

આ પણ વાંચો : નબળો રૂપિયો અને ક્રૂડના ભાવમાં લાગેલી આગ આમ આદમીનું બજેટ બગાડશે? રાંધણગેસ મોંઘો થવાના મળી રહ્યા છે સંકેત

g clip-path="url(#clip0_868_265)">