Ankleshwar : હાઇવે ઉપર 6 વાહનો વચ્ચે અકસ્માત, ટ્રકમાં 2 લોકો ફસાતા 3 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ જીવિત બહાર કઢાયા,જુઓ વિડીયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 11:13 AM

સવારે 5 વાગ્યાના અરસામાં પ્લેટો ભરી સુરતથી વડોદરા તરફ જતા ટ્રેલરનું પ્રતિન બ્રિજ નીચે નિલેશ ચોકડી નજીક ટાયર ફાટતા બેકાબુ ટ્રક પલ્ટી ખાઈ ગઈ હતી.

Bharuch :આજે વહેલી સવારે અંકલેશ્વર(Ankleshwar) નજીક નેશનલ હાઇવે 48 ઉપર 6 વાહનો વચ્ચે અકસ્માત(6 vehicle collision) સર્જાતા દોડધામ મચી હતી. સદનશીબે ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની નોંધાઈ ન હતી. ઘટનાના પગલે નેશનલ હાઇવે (national highway 48)ઉપર ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

સવારે 5 વાગ્યાના અરસામાં પ્લેટો ભરી સુરતથી વડોદરા તરફ જતા ટ્રેલરનું પ્રતિન બ્રિજ નીચે નિલેશ ચોકડી નજીક ટાયર ફાટતા બેકાબુ ટ્રક પલ્ટી ખાઈ ગઈ હતી. આ ટ્રક પાછળ દોડતી વધુ એક ટ્રકના ચાલકના અકસ્માત બચાવવાના પ્રયાસ દરમ્યાન વાહન ડિવાઈડર ફાંગી સામેની તરફ પહોંચી ગયું હતું . બંને વાહનો સાથે સામેથી આવતા હનો અને પાછળ દોડતા વાહનો ટકરાયા હતા. ઘટનામાં 4 ટ્રક અને ૨ કાર મળી 6 વાહનો વચ્ચે અકસ્માત સર્જ્યો હતો. ઘટનામાં ટ્રેલરમાં બે વ્યક્તિઓ ફસાઈ જતા તેમને ૩ કલાકની જહેમત બાદ પતરા ચીરીને બહાર કાઢવામાં આવ્યા હતા

અકસ્માતમાં એક કાર ટ્રેલરની નીચે કચડાઈ હતી જોકે સદનશીબે કારમાં સવાર તમામ ૫ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો જેમને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. ટ્રેલરમાં ફસાયેલ બે વ્યક્તિઓને સારવાર માટે 108 એમ્યુલન્સની મદદથી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ચોપડે નોંધ કરી તપાસ શરુ કરી છે.

અકસ્માત બાદ બનેં તરફ વાહનોના કાટમાળના કારણે નેશનલ હાઇવે 48 ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે વાહનોને હટાવી ટ્રાફિક સામાન્ય કરવાના ચક્રો ગતિમાન કાર્ય છે.

 

આ પણ વાંચો : સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર! હોળી પર મળશે રૂપિયા 10000 ની ભેટ, જાણો કેવી રીતે લેશો લાભ

 

આ પણ વાંચો :  દિનેશ શર્માએ કોગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ આપ્યું, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર લખી આપ્યું રાજીનામુ

Published on: Feb 23, 2022 11:09 AM
g clip-path="url(#clip0_868_265)">