વિશ્વમાં વાગ્યો Make in Indiaનો ડંકો, ભારત વિદેશોને બુટથી લઈને બ્રહ્મોસ મિસાઈલનો કરે છે નિકાસ
એક સમય હતો, જ્યારે વિદેશી વસ્તુઓની બોલબાલા હતી. કહેવાતું હતું કે ગુણવત્તા તો વિદેશી ઉત્પાદનોની જ હતી, પરંતુ આ વાત હવે ભૂતકાળ બની ચૂકી છે. છેલ્લા 10 વર્ષોમાં છેલ્લા એક દાયકામાં દેશની કુલ નિકાસમાં વિકસિત દેશોનો હિસ્સો વધ્યો છે અને તે જ પુરાવો છે કે, અન્ય દેશોમાં ભારતનું ઉત્પાદન ડંકો વગાડી રહ્યું છે.
જ્યારે ‘મેક ઈન ઈન્ડિયા’નો પ્રારંભ થયો, દેશમાં મોદી સરકારની નેતૃત્વવાળી સરકાર પહેલીવાર અસ્તિત્વમાં આવી અને આવતા જ ભારતને વૈશ્વિકસ્તરે આગળ વધરાવાની શરૂઆત થઈ અને 10 જ વર્ષમાં ‘મેક ઈન ઈન્ડિયા’એ ભારતને મેન્યુફેક્ચરિંગ પાવરહાઉસમાં બદલી નાખ્યું છે. ભારત હવે અન્ય દેશોને ઉત્પાદનોનું મુખ્ય સપ્લાયર છે. ભારતના નિર્માણ માટે ભારતમાં ઉત્પાદન થઈ રહ્યું છે, પરંતુ આ ઉત્પાદન સમગ્ર વિશ્વ માટે પણ થઈ રહ્યું છે.
ભારત હવે વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક દેશ છે. એક સમય હતો, જ્યારે 80 ટકા મોબાઈલ ફોન આયાત કરવામાં આવતા હતા. આજે ભારતમાં 99.9 ટકા ફોનનું ઉત્પાદન થાય છે. યુકે, નેધરલેન્ડ, ઓસ્ટ્રિયા, ઈટલી, દક્ષિણ આફ્રિકા અને અન્ય દેશો જેવી વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓ મેડ-ઇન-ઇન્ડિયા મોબાઇલનો ઉપયોગ કરી રહી છે.
મેક ઇન ઈન્ડિયાએ ભારતની અર્થવ્યવસ્થાને પણ ખોલી છે. ડિફેન્સ પ્રોડક્શન, સ્પેસ, ઈવી, સેમિકન્ડક્ટર, કન્સ્ટ્રક્શન અને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં FDI મોટા પાયે ખોલવામાં આવ્યું છે.
‘મેક ઈન ઈન્ડિયા’નો ડંકો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, ભારત ઝડપથી વૈશ્વિક ઉત્પાદન હબ તરીકે ઉભરી રહ્યું છે. 2014માં પીએમ મોદી દ્વારા શરૂ કરાયેલ ‘મેક ઇન ઇન્ડિયા’ની પહેલ, દેશના ઉત્પાદન લેન્ડસ્કેપમાં નોંધપાત્ર પરિવર્તન લાવી છે, અને વૈશ્વિક મંચ પર આર્થિક પુનરુત્થાનને આગળ ધપાવી છે.
રશિયન સેના માટે બનાવ્યા બૂટ
બિહારનું હાજીપુર, જે કૃષિ ઉત્પાદન માટે જાણીતું છે. જે હવે રશિયન સેના માટે સેફ્ટિ શૂઝનું ઉત્પાદન કરીને ભારત મેક ઇન ઇન્ડિયાની સિદ્ધી વર્ણવી રહ્યું છે.
વિસ્તારથી જાણીએ તો બિહારનું હાજીપુર રશિયન આર્મીના બૂટનું ઉત્પાદન કરે છે. જેમાં 300 કર્મચારીઓ છે, અને 70 ટકા તો મહિલાઓ છે. જેઓ આ કામ કરી રહ્યા છે. જેમણે ગયા વર્ષે 100 કરોડની કિંમતના 1.5 મિલિયન જોડી બૂટની નિકાસ કરી હતી.
ઘટી વિદેશી ઘેલછા..
ભારતમાં નિર્મિત સાયકલની ગુણવત્તા મેડ ઈન ચાયના સાઇકલ કરતાં ઘણી સારી છે. અને એટલે જ યુકે, જર્મની અને નેધરલેન્ડ્માં ભારત નિર્મિત સાયકલની માગમાં વધારો થયો છે. જે વિશ્વની સાયકલ રાજધાની છે.
ભારતમાં ઉપલબ્ધ ઉત્પાદનોની સમાન શ્રેણી સાથે અમૂલ દૂધ USAમાં આવી ગયું છે. પનીર, દહીં, ફ્લેવર્ડ મિલ્ક, આઈસ્ક્રીમ, ચોકલેટ અને અન્ય સહિતની અમૂલ પ્રોડક્ટ્સ એશિયા, ગલ્ફ અને આફ્રિકાના 50થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવે છે.
પ્રીમિયમ ક્રિકેટિંગ સાધનોનું ઉત્પાદન
2023 ODI વર્લ્ડ કપ નજીક આવતા જ ભારતના કાશ્મીરમાં બનેલા વિલો બેટની ભારે માગ હતી. ઇંગ્લેન્ડ, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાંથી નિકાસના ઓર્ડર આપવામાં આવ્યા હતા, 17 આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો રમતમાં બેટનો ઉપયોગ કરે છે, આ બેટ વૈશ્વિક ફેવરિટ બની ગયા છે. જમ્મુ-કાશ્મીર સરકાર સ્થાનિક અર્થતંત્રને વધુ વેગ આપવા માટે કાશ્મીર વિલો બેટને GI ટેગ મેળવવા પર પણ કામ કરી રહી છે.
હવે વિદેશોમાં ભારતીય ઉત્પાદનની માગ
દક્ષિણ ચીન સાગરમાં બ્રહ્મોસ શક્તિનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ભારતમાં મેડ ઈન ઈન્ડિયા બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલની નિકાસ ફિલિપાઈન્સને કરવામાં આવે છે.
મેડ-ઇન-ઇન્ડિયા UPI વૈશ્વિક ફેવરિટ બની રહ્યું છે. ફ્રાન્સ, શ્રીલંકા, મોરેશિયસ, ભૂતાન, UAE, સિંગાપોર અને નેપાળ જેવા વિકસિત અને વિકાસશીલ અર્થતંત્રો તેને અપનાવી રહ્યા છે.
ભારતીય ઉત્પાદનોએ એમેઝોનના બ્લેક ફ્રાઈડે અને સાયબર મન્ડે વેચાણ પર પ્રભુત્વ મેળવ્યું હતું. જે મેડ ઈન ઈન્ડિયા ઉત્પાદનોની ઉભરતી આંતરરાષ્ટ્રીય માગ અને વૈશ્વિક ઈ-કોમર્સ બજારોમાં ભારતની વધતી હાજરી દર્શાવે છે. એટલે કે મેક ઈન ઈન્ડિયા માત્ર ભારતની આત્મનિર્ભરત નહીં, પરંતુ આર્થિક સદ્ધરતા વધારવામાં પણ ખૂબ આગળ વધારી રહ્યું છે.
આ પણ વાંચો: ભારતમાં એક ગ્રામ ડ્રગ્સ ક્યાંયથી પણ નહીં આવવા દઈએ… અમિત શાહની ડ્રગ સ્મગલરોને ચેતવણી