AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG Gas Cylinder Price : એલપીજી ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર થયા, જાણો જુલાઈમાં કેટલી ચૂકવવી પડશે કિંમત

LPG Gas Cylinder Price : દેશની સરકારી ઓઇલ માર્કેટિંગ કંપની IOCL એ આજે 1 જુલાઈના રોજ ઘરેલું અને કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ(LPG gas cylinder Price) જાહેર કર્યા છે. જુલાઈમાં પણ સામાન્ય લોકોએ એ જ કિંમત ચૂકવવી પડશે જે તેઓ જૂન મહિનામાં ચૂકવતા હતા.

LPG Gas Cylinder Price : એલપીજી ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર થયા, જાણો જુલાઈમાં કેટલી ચૂકવવી પડશે કિંમત
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2023 | 7:21 AM
Share

LPG Gas Cylinder Price : દેશની સરકારી ઓઇલ માર્કેટિંગ કંપની IOCL એ આજે 1 જુલાઈના રોજ ઘરેલું અને કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ(LPG gas cylinder Price) જાહેર કર્યા છે. જુલાઈમાં પણ સામાન્ય લોકોએ એ જ કિંમત ચૂકવવી પડશે જે તેઓ જૂન મહિનામાં ચૂકવતા હતા. આજે મહિનાના પહેલા દિવસે રાહત એ મળી છે કે ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે જ સમયે, કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. માર્ચ 2023 પછી Domestic gas cylinderની  વાત કરીએતો સરકારે મોંઘવારીની મારથી આ મોરચે સતત રાહત આપી  છે. ઘરેલુ ગેસ સિલિન્ડરની  કિંમતમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. બીજી તરફ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સતત ત્રણ મહિનાના ઘટાડા બાદ ભાવ સ્થિર થઈ ગયા છે.

ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી

દેશની રાજધાની દિલ્હીમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 1103 રૂપિયા પ્રતિ ગેસ સિલિન્ડર પર યથાવત છે. બીજી તરફ કોલકાતામાં રૂ. 1129માં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. આ સિવાય મુંબઈમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 1102.50 રૂપિયા પર યથાવત છે. ચેન્નાઈમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 1118.50 રૂપિયા પ્રતિ ગેસ સિલિન્ડર છે. માર્ચ 2023થી ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત સ્થિર

છેલ્લ  ત્રણ મહિનાથી કિંમતોમાં ઘટાડાનો લાભ મળ્યા પછી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ સ્થિર કરવામાં આવ્યા છે. ચારેય મહાનગરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો તે જ ચૂકવવી પડશે જે જૂનમાં નક્કી કરવામાં આવી હતી. આંકડાઓ અનુસાર દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1773 રૂપિયા પ્રતિ ગેસ સિલિન્ડર છે. જ્યારે કોલકાતામાં ગેસ સિલિન્ડરની કિંમત 1875.50 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં ગેસ સિલિન્ડરની કિંમત 1725 રૂપિયા છે. તે જ સમયે, ચેન્નાઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1937 રૂપિયા જોવા મળી રહી છે.

ગેસ સિલિન્ડર ક્યાં રાખવો જોઈએ

જો આપણે સલામતીની વાત કરીએ તો સૌ પ્રથમ દરેકના મનમાં એ વાત આવે છે કે ગેસ સિલિન્ડરને રસોડામાં રાખવું સલામત છે કે પછી લાંબી પાઇપ મૂકીને રસોડાની બહાર રાખવું વધુ હિતાવહ છે. મોટાભાગના લોકો પાસે રસોડામાં સિલિન્ડર હોય છે પરંતુ જો તેને રસોડાની બહાર લાંબી પાઇપ વડે રાખવામાં આવે તો તે વધુ સુરક્ષિત ગણવામાં આવે છે. આ સાથે   સિલિન્ડરને સીધા સૂર્યપ્રકાશથી દૂર રાખવો જોઈએ

પેટલાદ, બોરસદ, ખંભાત નગરપાલિકાને GPCBએ ફટકારી નોટિસ
પેટલાદ, બોરસદ, ખંભાત નગરપાલિકાને GPCBએ ફટકારી નોટિસ
અમદાવાદમાં 35 સ્થળો પર ITનું સર્ચ ઓપરેશન
અમદાવાદમાં 35 સ્થળો પર ITનું સર્ચ ઓપરેશન
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
g clip-path="url(#clip0_868_265)">