AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG Gas Cylinder : ગેસ સિલિન્ડરના ઉપયોગ પહેલા જાણો આ અત્યંત જરૂરી માહિતી , બેદરકારી મોટા અકસ્માતનો ભય ઉભો કરી શકે છે

શું તમે જાણો છો કે તમે જે એલપીજી ગેસ સિલિન્ડર (lpg gas cylinder)નો ઉપયોગ કરી રહ્યાં છો તેની એક્સપાયરી ડેટ હોય છે?

LPG Gas Cylinder : ગેસ સિલિન્ડરના ઉપયોગ પહેલા જાણો આ અત્યંત જરૂરી માહિતી , બેદરકારી મોટા અકસ્માતનો ભય ઉભો કરી શકે છે
LPG Gas Connection by Missed Call
| Updated on: Jun 05, 2021 | 10:03 AM
Share

શું તમે જાણો છો કે તમે જે એલપીજી ગેસ સિલિન્ડર (LPG Gas Cylinder)નો ઉપયોગ કરી રહ્યાં છો તેની એક્સપાયરી ડેટ હોય છે? જો તમને ખબર ન હોય તો અમે તમને આ અહેવાલમાં અત્યંત મહત્વની માહિતી જણાવી રહ્યા છીએ. તમારા ઘરમાં આવતા સિલિંડર એક્સપાયરી ડેટ જાણવાની રીત જાણવી જરૂરી છે. જ્યારે પણ સિલિન્ડર ઘરે આવે ત્યારે તમે તેની એક્સપાયરી ડેટ તપાસવી જોઈએ.

કઈ રીતે જાણવી એક્સપાયરી ડેટ ? ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ આ ત્રણેયના એલપીજી સિલિન્ડરમાં ઉપરના ભાગે ત્રણ પટ્ટીઓ હોય છે. સિલિન્ડરનું વજન બે પટ્ટીઓ ઉપર લખાયેલું હોય છે અને ત્રીજા પર નંબર લખેલા હોય છે. આ ખરેખર સિલિન્ડરની એક્સપાયરી ડેટ હોય છે.

LPG Gas Cylinder ના ઉપરના ભાગે પટ્ટીઓમાં જરૂરી માહિતી આપવામાં આવે છે.

આ કોડની જાણકારી હોવી જરૂરી તમે જોયું હશે કે સિલિન્ડરની એક પટ્ટી પર A-22, B-24 અથવા C-23, D-21 લખેલું છે. આ ચાર અક્ષરો મહિનામાં વહેંચાયેલા છે. A નો અર્થ જાન્યુઆરીથી માર્ચ, B એટલે એપ્રિલથી જૂન, C એટલે જુલાઈથી સપ્ટેમ્બર અને D એટલે ઓક્ટોબરથી ડિસેમ્બર. A, B, C અને D પછી લખેલી સંખ્યા એક્સપાયરી વર્ષ છે. એટલે કે જો પટ્ટી પર D -22 લખવામાં આવ્યું છે તો સિલિન્ડર ડિસેમ્બર 2022 માં એક્સપાયર થશે.

સિલિન્ડરનું ચૂસ સમયગાળા બાદ ટેસ્ટિંગ જરૂરી દરેક એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરવાની સમય મર્યાદા હોય છે. આ સમયગાળા પછી સિલિન્ડરનું પરીક્ષણ કરવું જરૂરી બને છે. જો સિલિન્ડર પરીક્ષણમાં ઉપયોગી ન જણાય તો તેને બજારમાંથી દૂર કરવામાં આવે છે. કોઈપણ નવા સિલિન્ડરની પરીક્ષણ 10 થી 15 વર્ષમાં કરવાની રહેશે. જૂના સિલિન્ડર દર પાંચ વર્ષે પરીક્ષણ કરવું આવશ્યક છે.

ઘરે ટેસ્ટિંગ કરી શકાય ? ગેસ સિલિન્ડરનું ટેસ્ટિંગ પ્લાન્ટમાં જ કરવામાં આવે છે. ઘણી વખત લોકો વર્ષો સુધી સિલિન્ડરનો ઉપયોગ કરતા નથી. આવા કિસ્સાઓમાં આવા સિલિન્ડરોનું નિરીક્ષણ ખૂબ મહત્વનું બને છે. જો તપાસ નહીં કરવામાં આવે તો મોટો અકસ્માત સર્જાઈ શકે છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">