16 ઓગસ્ટ બાદ નહીં મળે સસ્તા દરે ઘરેલુ LPG ગેસ- જાણો e-KYC માટેના નવા નિયમો
LPG ગ્રાહકો અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે મહત્વપૂર્ણ અપડેટ! 16 ઓગસ્ટ, 2026 સુધીમાં e-KYC ફરજિયાત છે. જો તમે e-KYC નહીં કરાવો, તો ઘરેલુ દરે ગેસ સિલિન્ડર નહીં મળે અને ઉજ્જવલા સબસિડી પણ પ્રભાવિત થશે. તમે Indianoil પોર્ટલ, ગેસ એજન્સી કે ડિલિવરી સ્ટાફ દ્વારા e-KYC કરાવી શકો છો. સમયસર પ્રક્રિયા પૂર્ણ કરી લાભ ચાલુ રાખો.

LPG સિલિન્ડર વાપરનારા ઉપભોક્તા માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યુ છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ઘરેલુ LPG ગ્રાહકો (Domestic Gas) અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PUY) ના લાભાર્થીઓને SMS મોકલી 16 ઓગસ્ટ 2026 e-KYC ની વિધિ પૂર્ણ કરવાની અપીલ કરી રહી છે. કંપનીના જણાવ્યા અનુસાર નિયત સમય મર્યાદામાં આધાર આધારીત KYC ન કરાવનારાનું ઘરેલુ દરોથી LPG સિલિન્ડર મેળવી નહીં શકાય. જ્યારે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓની સબસિડિ પણ પ્રભાવિત થઈ શકે છે.
કંપની એ જણાવ્યુ છે કે ગ્રાહકો ઘરે બેઠા પણ e-KYC કરી શકે છે. Indianoil Online portal પર જઈને e-KYC કરી શકાશે. હાલમાં જ 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરાયો છે. જ્યારે 14.2 કિલોના ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. સાર્વજનિક ક્ષેત્રની તેલ કંપનીઓનું કહેવુ છે કે 16 ઓગસ્ટ સુધીમાં KYC અપડેટ કરવુ જરૂરી છે. જેથી LPG સપ્લાય અને સરકારી લાભ કોઈ અડચણ વિના શરૂ રહી શકે. ગ્રાહકોને નિયત તારીખ સુધીમાં e-KYC કરી લેવાની સલાહ આપવામાં આવી છે.
e-KYC કરવાની છેલ્લી તારીખ: જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓએ ઈ-કેવાયસી ચકાસણી માટે 16 ઓગસ્ટ, 2026 ની અંતિમ તારીખ નક્કી કરી છે.
કોને કરાવવી જરૂરી: આ નિર્દેશ ખાસ કરીને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) લાભાર્થીઓ અને સામાન્ય ઘરેલુ LPG ગ્રાહકોને લાગુ પડે છે.
નુકસાન- સમયસર પ્રક્રિયા પૂર્ણ ન કરનારાની સબસિડી બંધ થઈ શકે છે અથવા ઘરેલુ દરે સિલિન્ડરોની ઍક્સેસ બંધ શકે છે.
e-KYC ની પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ કરવી?
તમે સંબંધિત ગેસ કંપની (જેમ કે Indianoil, HP, અથવા Bharat Gas) ની સત્તાવાર એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમારા ઘરેથી e-KYC પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.
ગેસ વિતરક: તમે બાયોમેટ્રિક ચકાસણી માટે તમારી નજીકની ગેસ એજન્સી અથવા વિતરકની મુલાકાત લઈ શકો છો.
ડિલિવરી કર્મચારી: આ પ્રક્રિયા ગેસ સિલિન્ડર પહોંચાડનાર સ્ટાફ સભ્ય દ્વારા પણ પૂર્ણ કરી શકાય છે.
