AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લાંબા ગાળાના રોકાણના વિકલ્પ શોધી રહ્યા છો? આ યોજનાઓમાં કરો રોકાણ તમને મેચ્યોરિટી પર મળશે મોટી રકમ

ભવિષ્યમાં નાણાંનું યોગ્ય વળતર મેળવવા માટે યોગ્ય જગ્યાએ નાણાંનું રોકાણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે નિવૃત્તિ સમયે આર્થિક રીતે મજબૂત બનવા માંગતા હોય તો આગળનું આયોજન કરવું ખૂબ જ જરૂરી છે.

લાંબા ગાળાના રોકાણના વિકલ્પ શોધી રહ્યા છો? આ યોજનાઓમાં કરો રોકાણ તમને મેચ્યોરિટી પર મળશે મોટી રકમ
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 9:00 AM
Share

જીવન માં કમાણી(Income) સાથે-સાથે યોગ્ય રોકાણ(Investment) પણ મહત્વ છે. તમે યોગ્ય રોકાણ વિના ભવિષ્ય માટે યોજના બનાવી શકતા નથી. વધતી જતી મોંઘવારી સાથે નાણાનું મૂલ્ય ઘટી રહ્યું છે. આ કિસ્સામાં ભવિષ્યમાં નાણાંનું યોગ્ય વળતર મેળવવા માટે યોગ્ય જગ્યાએ નાણાંનું રોકાણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે નિવૃત્તિ સમયે આર્થિક રીતે મજબૂત બનવા માંગતા હોય તો આગળનું આયોજન કરવું ખૂબ જ જરૂરી છે. જો તમે પણ એવી જગ્યાએ પૈસા રોકવા માંગો છો જ્યાં તમને લાંબા સમય પછી મોટી રકમ મળી શકે તો તમે આ વિકલ્પો પર વિચાર કરી શકો છો. તો ચાલો અમે તમને આવી સ્કીમ્સ વિશે જણાવીએ જેથી કરીને તમે ભવિષ્યમાં વધુમાં વધુ વળતર મેળવી શકો.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કરો

જો તમે લાંબા ગાળાનું રોકાણ કરીને મહત્તમ વ્યાજ મેળવવા માંગતા હોય તો તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમમાં રોકાણ કરી શકો છો જ્યારે તમે આ સ્કીમમાં રોકાણ કરો છો ત્યારે તમને 7.1 ટકા ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. તમે ઓછામાં ઓછી રૂ. 500 થી મહત્તમ રૂ. 1.5 લાખ સુધીની રકમનો લાભ મેળવી શકો છો. જો તમે તેમાં રોકાણ કરો છો, તો તમને આવકવેરાની કલમ 80C હેઠળ કર મુક્તિનો લાભ પણ મળે છે. તમે આ સ્કીમમાં 15 વર્ષ સુધી રોકાણ કરી શકો છો.

પોસ્ટ ઓફિસની માસિક રોકાણ યોજના

જો તમે નિવૃત્તિ પછી રોકાણ યોજના શોધી રહ્યા છો, તો માસિક રોકાણ યોજના તમારા માટે ખૂબ જ સલામત અને અનુકૂળ વિકલ્પ છે. પોસ્ટ ઓફિસ સ્કીમમાં તમે એક ખાતામાં 4.5 લાખ અને જોઈન્ટ એકાઉન્ટમાં 9 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં તમને 6.6 ટકા વ્યાજ દર સાથે વળતર મળે છે. આ યોજના હેઠળ તમે દર મહિને, ત્રણ મહિનામાં, 6 મહિના અથવા એક વર્ષમાં એકસાથે પૈસા મેળવી શકો છો.

સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં રોકાણ કરો

આ યોજના ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે બનાવવામાં આવી છે. જ્યારે તમે આ સ્કીમમાં રોકાણ કરો છો ત્યારે તમને બેંક FD કરતાં વધુ વળતર મળે છે. આ યોજના હવે 7.4 ટકાના દરે વ્યાજ આપે છે. આ સ્કીમમાં રોકાણ કરવાથી 9 વર્ષમાં તમારા પૈસા બમણા થઈ જશે.

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો

છેલ્લા કેટલાક વર્ષોમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. આજકાલ લોકો લાંબા સમય પછી SIP માં રોકાણ કરીને કરોડો ભંડોળ એકત્ર કરી રહ્યા છે. જો કે એ નોંધવું જોઈએ કે મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમો પર આધાર રાખે છે. તેથી તેમાં રોકાણ કરતા પહેલા નાણાકીય નિષ્ણાતોની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.

આ પણ વાંચો : Share Market : શેરબજારમાં મજબૂત રિકવરી, Sensex 1000 અંક ઉછળ્યો

આ પણ વાંચો : Kam Ni Vaat : PPF સહિત પોસ્ટ ઓફિસની 5 યોજનાઓ આપી રહી છે FD કરતા વધુ વ્યાજ, જાણો ક્યાં રોકણ કરવું રહેશે વધુ સારું

Follow Us
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
g clip-path="url(#clip0_868_265)">