5 હજાર રૂપિયાનું રોકાણ અને મહિને 50 હજારની કમાણી! શરૂ કરો આ બિઝનેસ જેમાં સરકાર પણ કરશે મદદ
તમે સરકારની સહાયથી નવો બિઝનેસ શરૂ કરી શકો છો. આજે તમને આવા બિઝનેસ આઈડિયા વિશે જણાવીશું, જેની મદદથી તમે દર મહિને સારી એવી કમાણી કરી શકો છો.
કોરોના (Corona) મહામારીના કારણે શું તમે પણ બેરોજગાર છો? અથવા તમારું કામ બંધ થઈ ગયું છે? તો હવે તમે સરકારની સહાયથી નવો બિઝનેસ (Business) શરૂ કરી શકો છો. આજે તમને આવા બિઝનેસ આઈડિયા (Idea) વિશે જણાવીશું, જેની મદદથી તમે દર મહિને સારી એવી કમાણી (Income) કરી શકો છો.
ભારતમાં ઘણા બધા લોકો ચાના શોખીન છે. રેલ્વે સ્ટેશન, બસ ડેપો, એરપોર્ટ અને મોલ્સમાં કુલ્હડ (માટીનો કપ) ચાની માગ વધી રહી છે. આ સ્થિતિમાં, તમે કુલ્હડ બનાવી અને તેના વેચાણનો વ્યવસાય શરૂ કરી શકો છો.
કેન્દ્ર સરકાર પણ આ સમયે કુલ્હડની માગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. થોડા સમય પહેલા માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ કુલ્હડને પ્રોત્સાહન આપવા પ્લાસ્ટિક અને કાગળના કપમાં ચા આપવા પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી. આ સિવાય લોકો તેમના સ્વાસ્થ્ય વિશે પણ વધુ જાગૃત બન્યા છે અને તેઓ પ્લાસ્ટિકના કપને બદલે માટીના કુલ્હડને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે.
કુલ્હડના વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે મોદી સરકારે કુંભાર સશક્તિકરણ યોજના લાગુ કરી છે. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દેશભરના કુંભારોને ઇલેક્ટ્રિક ચાક આપે છે, જેથી તેઓ તેનાથી સરળતા અને ઝડપથી કુલ્હડ સહિતના માટીના વાસણો બનાવી શકે. તૈયાર થયેલા માલને સરકાર કુંભાર પાસેથી સારા ભાવે ખરીદે છે.
આ વ્યવસાય ખૂબ ઓછા રોકાણથી શરૂ કરી શકાય છે. આ માટે નાની જગ્યા તેમજ 5,000 રૂપિયાની જરૂર પડશે. ખાદી ગ્રામ ઉદ્યોગ પંચના અધ્યક્ષ એ માહિતી આપી છે કે આ વર્ષે સરકારે 25 હજાર ઇલેક્ટ્રિક ચાકનું વિતરણ કર્યું છે.
ચાના કુલ્હડ પર્યાવરણ માટે પણ સલામત છે. હાલ ચાના કુલ્હડના ભાવ આશરે 50 રૂપિયાના એક સો નંગ છે. તેવી જ રીતે, લસ્સી કુલ્હડની કિંમત 150 રૂપિયાના એક સો, દૂધ કુલ્હડ 150 રૂપિયાના એક સો નંગ અને કપ 100 રૂપિયાના એક સો ભાવ ચાલી રહ્યો છે. જો માગમાં વધારો થાય તો સારા ભાવ પણ મળી શકે છે.