સારું વળતર સાથે વીમા કવરેજ, LIC ની અમૃત ચાઇલ્ડ પોલિસી વિશે જાણો
બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવું એ દરેક માતા-પિતાની પ્રાથમિકતા છે. વધતી મોંઘવારીમાં શિક્ષણ અને કરિયરના ખર્ચાઓ માટે બચત સાથે સુરક્ષા જરૂરી છે.

બાળકોનું ભવિષ્ય સુરક્ષિત રહે તે દરેક માતા-પિતાની પ્રથમ પ્રાથમિકતા હોય છે. વધતી મોંઘવારી વચ્ચે શિક્ષણ, કરિયર અને અન્ય ખર્ચો વધે છે; એટલે બચત સાથે સુરક્ષા આપતા રોકાણની શોધ વધતી જાય છે. આવી જ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, ભારતીય જીવન વીમા નિગમ (LIC) એવી યોજના લાવ્યો છે, જેમાં રોકાણ + વીમા બેનું ફાયદો મળે છે.
LIC અમૃત ચાઇલ્ડ પોલિસી શું છે?
LIC અમૃત ચાઇલ્ડ પોલિસી એક નોન-લિંક્ડ સેવિંગ્સ અને ઇન્શ્યોરન્સ યોજના છે. આ પોલિસી માતા-પિતા પોતાના બાળકોના ભવિષ્ય માટે ખાસ બનાવી છે, જેમાં લાંબા ગાળાનું રોકાણ કરીને ભવિષ્યમાં મોટી રકમ મેળવી શકાય છે સાથે વીમા સુરક્ષા પણ મળે છે.
કોના માટે આ પોલિસી લઈ શકાય?
- બાળકની ઉંમર 30 દિવસથી 13 વર્ષ વચ્ચે હોય તો પોલિસી લઈ શકાય
- પાલિસીનું પરિપક્વ વય બાળકની 18 થી 25 વર્ષ વચ્ચે રાખી શકાય છે
- અર્થાત બાળકો મોટા થાય ત્યારે તેમના શિક્ષણ, કરિયર અથવા લગ્ન જેવી મોટી જરૂરિયાત માટે સંપૂર્ણ રકમ મળી શકે છે.
રોકાણ કેટલી રકમથી શરૂ થાય છે?
- ઓછામાં ઓછી રકમ : ₹2 લાખ
- મહત્તમ રકમ પર કોઈ મર્યાદા નથી
પ્રીમિયમ માતા-પિતા પોતાની સગવડ પ્રમાણે નીચે મુજબ ચૂકવી શકે છે:
- માસિક
- ત્રિમાસિક
- અર્ધવાર્ષિક
- વાર્ષિક
પ્રીમિયમની રકમ બાળકની ઉંમર અને પસંદ કરેલી સમ એશ્વર્ડ રકમ પર આધારિત રહેશે.
વળતર કેટલું મળે?
આ પોલિસીમાં પ્રતિ ₹1,000 સમ એશ્વર્ડ પાછળ લગભગ ₹80નું વાર્ષિક વળતર આપવામાં આવે છે (પોલિસી સક્રિય રહે તે જરૂરી)
અંતે, એક મોટી રકમ મળે છે જે બાળકના ભવિષ્ય માટે મજબૂત સપોર્ટ બને છે.
વીમા કવરેજનો લાભ
આ પોલિસીની સૌથી મોટી ખાસિયત એ છે કે જો પોલિસી અવધિ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બને તો:
વીમા સુરક્ષા ચાલુ રહે છે
અને મૅચ્યોરિટીમાં બાળકને પૂર્ણ રકમ મળે છે
અર્થાત બાળકના ભવિષ્યને કોઈપણ પરિસ્થિતિમાં આર્થિક સુરક્ષા મળે છે.
LIC અમૃત ચાઇલ્ડ પોલિસી કોના માટે યોગ્ય?
આ યોજના ખાસ કરીને એવા માતા-પિતાઓ માટે ઉત્તમ છે જે:
- બાળકોના ભવિષ્ય માટે બચત કરવા માંગે છે
- શિક્ષણ કે લગ્ન જેવા મોટા ખર્ચોને ધ્યાનમાં રાખીને આયોજન કરી રહ્યા છે
- રોકાણ સાથે વીમા સુરક્ષા પણ ઇચ્છે છે.
