Krishna Janmashtami 2023 : આજે ગુજરાતમાં બેંક બંધ રહેશે, જન્માષ્ટમીના અવસર પર RBI એ રજા જાહેર કરી
Krishna Janmashtami 2023 : શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના અવસર પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના રજાના કેલેન્ડર મુજબ બેંકો આજે ગુરુવારે તારીખ 7 સપ્ટેમ્બરે બંધ રહેશે. ગુજરાતમાં આજે બેંકોમાં રજા(Bank Holday) જાહેર કરવામાં આવી છે.
Krishna Janmashtami 2023 : શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના અવસર પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના રજાના કેલેન્ડર મુજબ બેંકો આજે ગુરુવારે તારીખ 7 સપ્ટેમ્બરે બંધ રહેશે. ગુજરાતમાં આજે બેંકોમાં રજા(Bank Holday) જાહેર કરવામાં આવી છે. આ અગાઉ ઘણા રાજ્યમાં ગઈકાલે તહેવારની રજા હોવાથી બેંકના ગ્રાહક મૂંઝવણમાં મુકાયા હતા.
સપ્ટેમ્બરમાં બેંકોની અન્ય રજાઓ નીચે મુજબ રહેશે
- 8 સપ્ટેમ્બર: દેશમાં આયોજિત અતિ મહત્વની ઇવેન્ટ G20 સમિટને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં બેંકો બંધ રહેશે
- 18 સપ્ટેમ્બર: વર્સિદ્ધિ વિનાયક વ્રત અને વિનાયક ચતુર્થીના કારણે કર્ણાટક અને તેલંગાણામાં બેંકો બંધ રહેશે
- 19 સપ્ટેમ્બર: ગણેશ ચતુર્થીના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ અને ગોવામાં બેંકો બંધ રહેશે.
- 20 સપ્ટેમ્બર: આ દિવસે ગણેશ ચતુર્થીના કારણે ઓડિશા અને ગોવામાં બેંકો બંધ રહેશે
- 22 સપ્ટેમ્બર: શ્રી નારાયણ ગુરુ સમાધિ દિવસ નિમિત્તે કેરળમાં બેંકો બંધ રહેશે
- 23 સપ્ટેમ્બર: ચોથા શનિવાર અને મહારાજા હરિ સિંહના જન્મદિવસે જમ્મુ અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.
- 25 સપ્ટેમ્બરઃ આસામમાં શ્રીમંત શંકરદેવને ધ્યાનમાં રાખીને બેંકો બંધ રહેશે
- 27 સપ્ટેમ્બર: મિલાદ-એ-શરીફ તહેવારને ધ્યાનમાં રાખીને કેરળ અને જમ્મુમાં બેંકો બંધ રહેશે
- 28 સપ્ટેમ્બર: ગુજરાત, મિઝોરમ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા, ઉત્તરાખંડ, મણિપુર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, ઝારખંડ અને છત્તીસગઢમાં ઈદ-એ-મિલાદ અથવા ઈદ-એ-મિલાદુન્નબીના કારણે બેંકો બંધ રહેશે.
- 29 સપ્ટેમ્બર: સિક્કિમ, જમ્મુ અને શ્રીનગરમાં ઈન્દ્રજાત્રાને ધ્યાનમાં રાખીને બેંકો બંધ રહેશે.
ગુજરાતમાં જન્માષ્ટમીની ઉત્સાહપૂર્વક ઉજવણી થાય છે
દર વર્ષે જન્માષ્ટમીનો તહેવાર હિંદુઓ દ્વારા ભગવાન કૃષ્ણના જન્મદિન તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન કૃષ્ણ ચંચળ અને નિર્દોષતાના મૂર્ત સ્વરૂપ છે.હિંદુ કેલેન્ડર મુજબ ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન કૃષ્ણનો જન્મ ભદ્રા મહિનાની આઠમે તારીખે થયો હતો. દિવસ મોટાભાગે પશ્ચિમી કેલેન્ડર મુજબ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં આવે છે.જન્માષ્ટમીનો તહેવાર ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરીને, સુંદર રીતે શણગારેલા ઝૂલાઓ, નૃત્ય અને સંગીતના પ્રદર્શનો અને ‘દહી-હાંડી’ સ્પર્ધા દ્વારા ઉજવવામાં આવે છે.