Gujarati News » Business » Koranakaad ma khant thi karela kaam nu karmchario ne diwali ma inaam bonus badhti ane aarthik laabho ni jaaheraa
કોરોનાકાળમાં ખંતથી કરેલા કામનું કર્મચારીઓને દિવાળીમાં ઇનામ, સરકારી અને ખાનગી કર્મચારીઓ માટે બોનસ, બઢતી અને આર્થિક લાભોની જાહેરાત
કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી પહેલાં LTF અને બોનસની ભેટ મળી રહીછે અને રાજ્ય સરકારો અને રેલવેએ પણ કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી છે. સરકારી કર્મચારીઓ ઉપરાંત દેશની ૧૨ કંપનીઓએ પણ તહેવારની સીઝનમાં કર્મચારીઓની દિવાળી સુધારી હતી જાહેરાતો કરી છે. રિલાયન્સ , મારુતિ અને વિપ્રો સહિતની કંપનીઓએ પોતાના કર્મચારીઓને દિવાળી સારી કરાવાની જાહેરાત કરી બોનસ અને આર્થિક […]
કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી પહેલાં LTF અને બોનસની ભેટ મળી રહીછે અને રાજ્ય સરકારો અને રેલવેએ પણ કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી છે. સરકારી કર્મચારીઓ ઉપરાંત દેશની ૧૨ કંપનીઓએ પણ તહેવારની સીઝનમાં કર્મચારીઓની દિવાળી સુધારી હતી જાહેરાતો કરી છે. રિલાયન્સ , મારુતિ અને વિપ્રો સહિતની કંપનીઓએ પોતાના કર્મચારીઓને દિવાળી સારી કરાવાની જાહેરાત કરી બોનસ અને આર્થિક લાભ સહિતની ભેટ આપી છે.
લૉકડાઉન ખૂલતાની સાથે જ વેપારમાં આવી રહેલી તેજી દિવાળીના બજારમાં તેજી લાવી શકે છે. સરકાર પાછળ ખાનગી કંપનીઓ પણ તેમના કર્મચારીઓએ કોરોનાકાળમાં પણ ખંતથી કરેલા કામની કદર કરવાની શરૂઆત કરી દીધી છે. અનેક કંપનીઓએ કર્મચારીઓને કપાત બાદ ફરી સંપૂર્ણ વેતન આપવાનું શરૂ કર્યું છે.ઘણી કંપનીઓએ બોનસ, પ્રમોશન અને ઈન્ક્રીમેન્ટ પણ આપ્યું છે. આ અર્થજીક લાભ અને દિવાળીની ભેટ ક્સચોક્ક્સ બજારમાં ફરી તેજી લાવશે તેમ અનુમાન લગાવાઈ રહ્યું છે.
કંપનીઓએ કર્મચારીઓની દિવાળી સુધારતી કરેલી ૧૦ મોટી જાહેરાતો ઉપર એક નજર કરીએ
*ટાટા મોટર્સ સ્પેશિયલ બોનસ અને પ્રોડક્શન લિન્ક પેમેન્ટ આપશે.
*એરટેલે 80% કર્મચારીઓને ઈન્ક્રીમેન્ટની ભેટ આપી
*જિંદાલ સ્ટીલ અને પાવરે પણ કપાત રદ કરી આખો પગાર લાગુ કર્યો
*રેલવે 11.58 લાખ કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપશે.
*મારુતિએ વાર્ષિક વેરિએબલ પર્ફોર્મન્સ રિવોર્ડ અને ઈન્ક્રીમેન્ટ બાદ ચાલુ સપ્તાહે બોનસ પણ આપશે.
*રિલાયન્સ જૂથે પગાર ઘટાડો પાછો ખેંચ્યો અને હવે બોનસ પણ આપશે.
*ICICI બેન્કે 80 હજાર કર્મચારીઓનો પગાર 8% વધાર્યો અને બોનસ પણ વધાર્યું.
*એશિયન પેઈન્ટે બેઝિક સેલેરી જેટલું બોનસ અને ઈન્ક્રીમેન્ટની ભેટ આપી
*મહિન્દ્રા જૂથે કર્મચારીઓને બોનસ અને ઈન્ક્રીમેન્ટ આપ્યા
*ઈન્ફોસિસે 100% વેરિએબલ પે સાથે ઈન્સેન્ટિવ આપ્યું
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો