વાહન વીમા પોલિસી ખરીદતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટું નુકશાન
વીમા પોલીસી લેતા પહેલા તમારે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે, તમારી ગાડીનો ચેસિસ નંબર તમારી પોલીસીમાં અપડેટ છે કે નહીં, જો તમારી ગાડીનો ચેસિસ નંબર પોલીસી સાથે અપડેટ નહીં હોય તો, સરકારની પરિવહન વેબસાઈટ પર તમારી પોલીસી બતાવશે નહીં અને આ જ કારણથી ભવિષ્યમાં જો કોઈ અકસ્માત થાય તો વીમા કંપની તમારો દાવો નકારી શકે છે.

જો તમારી પાસે કાર છે તો તેના માટે વાહન વીમા પોલિસી ખરીદવી જરૂરી છે. તે માત્ર કોઈપણ પ્રકારના અકસ્માત, ચોરી અને નુકસાનને લગતા ખર્ચને આવરી લે છે પરંતુ તમને નાણાકીય સુરક્ષા પણ આપે છે. તેથી વાહન વીમા પોલિસી ખરીદતી વખતે તેની તમામ શરતો જાણી લો. પોલિસીની શરતોની જાણકારી ન હોવાને કારણે અને કોઈપણ પ્રકારની ભૂલને કારણે વીમા કંપનીઓ તમારો દાવો નકારી શકે છે.
ત્યારે આવી જ એક બાબત છે કે, વીમા પોલીસી લેતા પહેલા તમારે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે, તમારી ગાડીનો ચેસિસ નંબર તમારી પોલીસીમાં અપડેટ છે કે નહીં, જો તમારી ગાડીનો ચેસિસ નંબર પોલીસી સાથે અપડેટ નહીં હોય તો, સરકારની પરિવહન વેબસાઈટ પર તમારી પોલીસી બતાવશે નહીં અને આ જ કારણથી ભવિષ્યમાં જો કોઈ અકસ્માત થાય તો વીમા કંપની તમારો દાવો નકારી શકે છે.
આ ઉપરાંત જો પોલિસીના સમયગાળા દરમિયાન કારમાં ફેરફાર કરવામાં આવ્યો હોય અથવા એસેસરીઝ ઇન્સ્ટોલ કરવામાં આવી હોય, તો કૃપા કરીને પોલિસી રિન્યૂ કરતી વખતે વીમા કંપનીને જાણ કરો. નહિંતર, તમને કાર વીમાનો લાભ મળશે નહીં કારણ કે વીમા કંપની તેની તપાસ કર્યા પછી અને જરૂરી પ્રીમિયમ વસૂલ્યા પછી જ નવી પોલિસીમાં વધારાની એસેસરીઝનો સમાવેશ કરે છે.
વીમાના નિયમો અને શરતો સારી રીતે સમજવી જોઈએ. નહિંતર, ઘણીવાર એવું થાય છે કે વીમા કંપનીઓ તેમની કેટલીક શરતો ગ્રાહકોથી છુપાવે છે.
