AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nifty Rebalancing માં Jio Financial અને Zomatoને સ્થાન મળી શકે છે, સપ્ટેમ્બરથી ફેરફાર જોવા મળશે

Nifty Sep Rebalancing : JM ફાઇનાન્શિયલનો અંદાજ છે કે Jio Financial Services અને Zomato ને સપ્ટેમ્બર મહિના માટે નિફ્ટી રિબેલેન્સિંગમાં સ્થાન મળી શકે છે.

Nifty Rebalancing માં Jio Financial અને Zomatoને સ્થાન મળી શકે છે, સપ્ટેમ્બરથી ફેરફાર જોવા મળશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2024 | 6:42 AM
Share

Nifty Sep Rebalancing : JM ફાઇનાન્શિયલનો અંદાજ છે કે Jio Financial Services અને Zomato ને સપ્ટેમ્બર મહિના માટે નિફ્ટી રિબેલેન્સિંગમાં સ્થાન મળી શકે છે. જો કે, તેમને ત્યારે જ સ્થાન મળશે જ્યારે તેમના શેર F&Oમાં સામેલ થશે. આ સાથે બ્રોકરેજ હાઉસે અનુમાન લગાવ્યું છે કે Trent Ltdનો પણ નિફ્ટીમાં સમાવેશ થઈ શકે છે.

F&Oમાં સ્થાન હાંસલ કરવું જરૂરી

જિયો ફાઇનાન્શિયલ અને ઝોમેટોને F&Oમાં સામેલ ન કરવામાં આવે તો એવો અંદાજ છે કે Trent અને Bharat Electronics Ltd નિફ્ટીમાં સામેલ થઈ શકે છે. આ બે કંપનીઓ માટે જગ્યા બનાવવા માટે LTIMindtree Ltd અને Divi’s Laboratories Ltdના સ્ટોકને નિફ્ટીમાંથી બહાર કાઢી શકાય છે.

NSE ઇન્ડેક્સમાં સમાવિષ્ટ શેરોના રિબેલેન્સિંગની જાહેરાત ઓગસ્ટમાં કરવામાં આવશે અને સપ્ટેમ્બરમાં તેનો અમલ કરવામાં આવશે. સપ્ટેમ્બર રિબેલેન્સિંગમાં સ્ટોક્સ પસંદ કરવા માટે 1લી ફેબ્રુઆરી અને 31મી જુલાઈ વચ્ચેની સરેરાશ ફ્રી ફ્લોટ માર્કેટ કેપને ધ્યાનમાં લેવામાં આવશે.

F&O સેગમેન્ટમાંથી 25 શેરોને દૂર કરાઈ શકે છે

Jio Financial અને Zomato ની સરેરાશ ફ્રી ફ્લોટ માર્કેટ કેપ Trent અને Bharat Electronics Ltdની સરેરાશ ફ્રી ફ્લોટ માર્કેટ કેપ કરતા વધારે છે. વિશ્લેષકોનો અંદાજ છે કે F&O સેગમેન્ટમાંથી 25 શેરોને બાકાત રાખવામાં આવી શકે છે જ્યારે 78ને સ્થાન મળી શકે છે. નુવામાનો અંદાજ છે કે F&Oમાં સ્થાન મેળવી શકે તેવા 78 શેરોમાં Zomato, Yes Bank, Jio Financial, NHPC, Adani Greenનો સમાવેશ થાય છે.

મંગળવારે જિયો ફાઇનાન્શિયલના શેરમાં થોડો ઘટાડો થયો હતો અને શેર 350ના સ્તરની ઉપર બંધ થયો હતો. સ્ટોકે વર્ષ 2024માં અત્યાર સુધીમાં 50 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. મંગળવારે Zomatoનો શેર એક ટકાથી વધુના વધારા સાથે રૂપિયા 184 પર બંધ થયો હતો. શેરે તેના રોકાણકારોને 137 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે.

ડિસ્ક્લેમર : શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

આ પણ વાંચો : ત્રીજીવાર શપથ લેતા જ મોદી સરકારે લીધો મોટો નિર્ણય, હવે BPCLનું નહીં કરે ખાનગીકરણ, જાણો શેરના ભાવ વધશે કે ઘટશે

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">