Jeet Adani wedding : જીત અને દિવાએ કર્યો પંજાબી ભાંગડા પર ડાન્સ, જુઓ મજેદાર Video
ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણીના લગ્ન ખૂબ જ સાદગીથી થયા હતા. લગ્ન પહેલા ભવ્ય પ્રી-વેડિંગ સેલિબ્રેશન યોજાયું હતું જેમાં પ્રખ્યાત ગાયક દલેર મહેંદીએ તેમના પુત્ર ગુરદીપ મહેંદી સાથે પરફોર્મ કર્યું હતું. ગુરદીપ મહેંદીએ ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યું હતું.

ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણી લગ્નગ્રંથિથી જોડાયા છે. બંનેએ ગયા વર્ષે માર્ચમાં સગાઈ કરી હતી. લગ્ન પહેલા ભવ્ય પ્રી-વેડિંગ સેલિબ્રેશન યોજાયું હતું જેમાં પ્રખ્યાત ગાયક દલેર મહેંદીએ તેમના પુત્ર ગુરદીપ મહેંદી સાથે પરફોર્મ કર્યું હતું. ગુરદીપ મહેંદીએ ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યું હતું.
ગુરદીપે ‘ઢોલ બાજે દમ દમ’ સોન્ગ ગાયું અને ત્યાં ઉપસ્થિત તમામ લોકો ઝુમી ઉઠ્યા હતા. વરરાજા રાજા જીત અદાણી અને દુલ્હન દિવા શાહે પણ પંજાબી ભાંગડા પર જોરદાર ડાન્સ કર્યો હતો. ગુરદીપે અગાઉ અંબાણીના લગ્નમાં પણ પરફોર્મ કર્યું હતું.
ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણીના લગ્ન ખૂબ જ સાદગીથી થયા હતા. વિદેશી મહેમાનો કે સેલિબ્રિટીનો જમાવડો આ લગ્નમાં જોવા મળ્યો નહોતો. ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે જીત અને દિવાએ દર વર્ષે 500 દિવ્યાંગ બહેનોના લગ્ન માટે 10-10 લાખ રૂપિયાની નાણાકીય સહાય આપવાનું વચન આપ્યું છે અને એક પિતા તરીકે હું આ મંગલ સેવાથી ખૂબ જ સંતુષ્ટ છું.
તમને જણાવી દઈએ કે, જીત અદાણીના લગ્ન પહેલા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી મહાકુંભમાં ગયા હતા અને સ્નાન કર્યું હતું. અહીં તેમણે કહ્યું હતું કે જીતના લગ્ન ખૂબ જ સાદગીથી થશે. જીત અદાણીના લગ્ન 7 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના શાંતિગ્રામ ટાઉનશીપમાં બેલ્વેડેર ક્લબમાં થયા હતા. જીત અદાણીના લગ્ન હીરા પારી જૈમિન શાહની પુત્રી દિવા સાથે થયા છે. દિવા મુંબઈમાં ઉછરી છે અને ન્યૂ યોર્કની પાર્સન્સ સ્કૂલ ઓફ ડિઝાઇનમાંથી અભ્યાસ કર્યો છે.