ITR Filing : હવે માત્ર બે દિવસ બાકી… 31 જુલાઈ બાદ રિટર્ન ભરનારે ભરવી પડશે પેનલ્ટી

|

Jul 30, 2022 | 7:46 AM

જો તમે નિયત તારીખ પછી એટલે કે 31 જુલાઈ, 2022 પછી અને 31 ડિસેમ્બર, 2022 પહેલાં આવકવેરા રિટર્ન ફાઇલ કરો છો, તો 5,000 રૂપિયાની પેનલ્ટી ફી ચૂકવવી પડશે.

ITR Filing : હવે માત્ર બે દિવસ બાકી... 31 જુલાઈ બાદ રિટર્ન ભરનારે ભરવી પડશે પેનલ્ટી
4 crore taxpayers filed income tax returns

Follow us on

જો તમે નાણાકીય વર્ષ 2021-22 અને મૂલ્યાંકન વર્ષ 2022-23 માટે આવકવેરા રિટર્ન ફાઇલ(ITR Filing) કર્યું નથી તો તમારી પાસે માત્ર બે દિવસ બાકી છે. 31મી જુલાઈ 2022 રવિવાર આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ છે. દંડ ભરવાથી બચવા માટે તરત જ આવકવેરા રિટર્ન ફાઇલ કરો. અત્યાર સુધીમાં 4 કરોડ કરદાતાઓએ આવકવેરા રિટર્ન ફાઈલ કર્યું છે. તે જ સમયે, સરકારે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે આવકવેરા રિટર્ન ભરવાની તારીખ 31 જુલાઈ, 2022 પછી લંબાવવામાં આવશે નહીં.

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

4.09 કરોડ કરદાતાઓએ ITR ફાઈલ કર્યું

આવકવેરા વિભાગે ટ્વીટ કરીને આ માહિતી આપી છે કે 28 જુલાઈ 2022 સુધી 4.09 કરોડ કરદાતાઓએ આવકવેરા રિટર્ન ફાઈલ કર્યું છે. બીજી તરફ 28 જુલાઈએ જ 36 લાખ કરદાતાઓએ રિટર્ન ફાઈલ કર્યું છે. આવકવેરા વિભાગે કરદાતાઓને જણાવ્યું છે કે આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2022 છે. જો તમે રિટર્ન ફાઈલ કર્યું નથી, તો લેટ ફી ભરવાથી બચવા માટે તરત જ રિટર્ન ફાઈલ કરો.

આવકવેરા રિટર્ન ભરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવશે નહીં. જો તમે એવું વિચારીને આવકવેરા રિટર્ન નથી ભરતા કે સરકાર સમયમર્યાદા વધારી શકે છે તો આવી ભૂલ ન કરો. અન્યથા તમારે રિટર્ન મોડું ફાઈલ કરવા બદલ પેનલ્ટી ચૂકવવી પડી શકે છે. હકીકતમાં, છેલ્લા બે આકારણી વર્ષો 2020-21 અને 2021-22માં, આવકવેરા વિભાગે રિટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદા લંબાવી હતી. 2020-21માં કોરોના રોગચાળાને કારણે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે, 2021-22માં નવા આવકવેરા પોર્ટલમાં રિટર્ન ભરવામાં કરદાતાઓને પડી રહેલી મુશ્કેલીઓને કારણે સમયમર્યાદા 31 ડિસેમ્બર, 2021 સુધી લંબાવવામાં આવી હતી. જો કે, આવકવેરા વિભાગ દ્વારા આકારણી વર્ષ 2022-23માં ITR ફાઇલ કરવાની તારીખ લંબાવવાની શક્યતા ઓછી છે.

ITR મોડું ફાઇલ કરનારને દંડ ફટકારશે

જો તમે નિયત તારીખ પછી એટલે કે 31 જુલાઈ, 2022 પછી અને 31 ડિસેમ્બર, 2022 પહેલાં આવકવેરા રિટર્ન ફાઇલ કરો છો, તો 5,000 રૂપિયાની પેનલ્ટી ફી ચૂકવવી પડશે. પરંતુ જો કરદાતાની વાર્ષિક કરપાત્ર આવક 5 લાખ રૂપિયાથી ઓછી હોય તો 1000 રૂપિયાની પેનલ્ટી ફી ચૂકવવી પડશે.

Published On - 7:46 am, Sat, 30 July 22

Next Article