શું Ola અને Uber નું મર્જર થઇ રહ્યું છે ? સાંભળો Ola ના Ceo ભાવિશ અગ્રવાલનો જવાબ

ઓલાના સ્થાપક અને સીઈઓ ભાવિશ અગ્રવાલે શુક્રવારે એવા અહેવાલોને નકારી કાઢ્યા હતા કે ઓલા અને ઉબેર સંભવિત મર્જરની વિચારણા ચાલી રહી છે.

શું Ola અને Uber નું મર્જર થઇ રહ્યું છે ? સાંભળો Ola ના Ceo ભાવિશ અગ્રવાલનો જવાબ
Will Ola and Uber merge?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2022 | 6:48 AM

ઓલા(OlA) અને ઉબેર (Uber)ટૂંક સમયમાં એક થઈ શકે છે તેવા અહેવાલ વહેતા થયા છે. બંને કંપનીઓ વચ્ચે મર્જરને લઈને વાટાઘાટો ચાલી રહી હોવાની વિગતો  જાણવા મળી છે. એક મીડિયા રિપોર્ટ  મુજબ આ બાબતની જાણકારી ધરાવતા બે સૂત્રોએ તેમને જણાવ્યું કે ઓલાના કો – ફાઉન્ડર અને સીઈઓ ભાવિશ અગ્રવાલ તાજેતરમાં યુ.એસ. સ્થિત સાન ફ્રાન્સિસ્કોમાં ઉબેરના ટોચના અધિકારીઓને મળ્યા હતા. અહેવાલમાં જણાવાયું છે કે બંને કંપનીઓએ અગાઉ પણ ચાર વર્ષ પહેલાં વાટાઘાટો કરી હતી જ્યારે બંનેમાં સામાન્ય રોકાણકાર, સોફ્ટબેંકે મર્જરનો આગ્રહ કર્યો હતો. તે સમયે બંને કંપનીઓ વચ્ચે ડીલ થઈ શકી ન હતી.

આ  સામે ઓલાના સ્થાપક અને સીઈઓ ભાવિશ અગ્રવાલે શુક્રવારે એવા અહેવાલોને નકારી કાઢ્યા હતા કે ઓલા અને ઉબેર સંભવિત મર્જરની વિચારણા ચાલી રહી છે. તેમને પોસ્ટ કર્યું કે  અમે ખૂબ જ નફાકારક છીએ અને સારી રીતે વૃદ્ધિ પામીએ છીએ. જો કેટલીક અન્ય કંપનીઓ ભારતમાંથી તેમના વ્યવસાયમાંથી બહાર નીકળવા માંગતી હોય તો તેમનું સ્વાગત છે! અમે ક્યારેય મર્જર કરીશું નહીં.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

બંને કંપનીઓ સામે પડકારો

મીડિયા રિપોર્ટ  મુજબ ઓલા અને ઉબેર વચ્ચે તાજેતરના મહિનાઓમાં ફરી વાતચીત શરૂ થઈ છે જ્યારે આ બંને કંપનીઓ વૃદ્ધિમાં મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. ભારતીય બજારમાં કેબ સર્વિસ કંપનીઓ એકબીજા સાથે સખત સ્પર્ધા ધરાવે છે. બંને કંપનીઓએ ડ્રાઇવરોને પ્રોત્સાહન આપવા અને મુસાફરોને ડિસ્કાઉન્ટ ઓફર કરવા માટે અબજો ડોલરનો ખર્ચ કર્યો છે.

જો કે, તાજેતરના વર્ષોમાં સ્પર્ધા ઓછી થઈ છે કારણ કે મહામારીએ ભારતમાં એપ્લિકેશન-આધારિત કેબ સેવાઓની માંગને નુકસાન પહોંચાડ્યું છે. બંને કંપનીઓએ ભારતમાં તેમની કામગીરીમાં ઘટાડો કર્યો છે.

ઓલાએ કર્મચારીઓની છટણી કરી હતી

ઓલાએ તેની ઝડપી ડિલિવરી અને યુઝ્ડ કાર બિઝનેસ બંધ કરી દીધો છે. હવે કંપનીએ નાની ટીમ સાથે કોર મોબિલિટી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું છે. તાજેતરમાં ઓલાએ પણ કર્મચારીઓની છટણી કરી હતી જેમાં લગભગ 500 કર્મચારીઓની વાત કરવામાં આવી રહી છે.

દરમિયાન એક મહિના પહેલા ઉબરે વેચાણના કોઈપણ સમાચારને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા. તે સમયે એક રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે કંપનીએ એક વર્ષ પહેલા તેનું ભારતીય યુનિટ વેચવાનું વિચાર્યું હતું.

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">