AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRM Energy IPO : ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપની 18 ઓક્ટોબરે IPO લાવશે, જાણો યોજનાની વિગતવાર માહિતી

IRM Energy IPO : સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપની IRM Energy  ખૂબ જ ટૂંક સમયમાં તેનો IPO લઈને આવી રહી છે. કંપની પ્રાઇમરી માર્કેટ મારફતે પોતાનો સ્ટોક શેરમાર્કેટમાં લિસ્ટ કરશે. કંપનીએ બુધવારે આ અંગે જાણકારી આપી હતી. કંપનીએ તેના IPO માટે પ્રાઇસ બેન્ડ સહિત અન્ય વિગતો પણ જાહેર કરી છે. જો તમે એક રોકાણકાર તરીકે IPOમાં નાણાં રોકવાની ઈચ્છા ધરાવતા હોય તો હવે તમારી પાસે સારી તક છે.

IRM Energy IPO : ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપની 18 ઓક્ટોબરે IPO લાવશે, જાણો યોજનાની વિગતવાર માહિતી
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2023 | 7:46 AM
Share

IRM Energy IPO : સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપની IRM Energy  ખૂબ જ ટૂંક સમયમાં તેનો IPO લઈને આવી રહી છે. કંપની પ્રાઇમરી માર્કેટ મારફતે પોતાનો સ્ટોક શેરમાર્કેટમાં લિસ્ટ કરશે. કંપનીએ બુધવારે આ અંગે જાણકારી આપી હતી. કંપનીએ તેના IPO માટે પ્રાઇસ બેન્ડ સહિત અન્ય વિગતો પણ જાહેર કરી છે. જો તમે એક રોકાણકાર તરીકે IPOમાં નાણાં રોકવાની ઈચ્છા ધરાવતા હોય તો હવે તમારી પાસે સારી તક છે. કંપનીનો IPO 18મી ઓક્ટોબરથી ખુલશે અને તમે અહીં 20મી ઓક્ટોબર સુધી પૈસા રોકી શકો છો.

IRM Energy IPOની અગત્યની માહિતી 

કંપનીએ આ IPOની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર IPO માટે પ્રાઈસ બેન્ડ 480-505 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આ કંપની તેના IPO દ્વારા રૂ. 545 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. આ IPO 18મી ઓક્ટોબરથી ખુલશે અને 20મી ઓક્ટોબરે બંધ થશે.

કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હાલના શેરધારકોના 1.08 કરોડ ઇક્વિટી શેર IPO હેઠળ જારી કરવામાં આવશે. આ IPOમાં પાત્ર કર્મચારીઓ માટે રિઝર્વેશન પણ નક્કી કરવામાં આવ્યું છે અને તે કર્મચારીઓને શેર દીઠ 48 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.

આ પણ વાંચો : 7th pay commission : કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 4% DA વધારાથી કેટલો પગાર વધશે? સમજો ગણિત

એકત્રિત નાણાં  ક્યાં ખર્ચાશે?

કંપનીએ જણાવ્યું હતું કે એકત્ર કરાયેલી રકમમાંથી રૂ. 307.26 કરોડનો ઉપયોગ મૂડી ખર્ચના ભંડોળ માટે કરવામાં આવશે. તમિલનાડુના બે શહેરોમાં સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કને વિસ્તારવા પર ફોકસ કરવામાં આવશે. આ સિવાય 135 કરોડ રૂપિયાની લોન ચૂકવવામાં આવશે. આ સિવાય આ રકમનો એક નાનો હિસ્સો સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગમાં લેવાશે. કંપનીના આ IPOમાં 29 ઇક્વિટી શેર્સની લોટ સાઈઝ હશે.

જાણો કંપની વિશે

આ કંપની નેચરલ ગેસ અને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસનું વિતરણ કરે છે. આ કંપની ગુજરાત, પંજાબ અને તમિલનાડુ જેવા શહેરોમાં સેવાઓ પૂરી પાડે છે. આ કંપની પાસે 69 CNG ફિલિંગ સ્ટેશન છે. બુક રનિંગ લીડ મેનેજર વિશે વાત કરો: HDFC બેંક અને બેંક ઓફ બરોડા આ IPOના બુક રનિંગ લીડ મેનેજર છે. આ કંપનીનો IPO NSE અને BSE બંને પર લિસ્ટ થશે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી 2.56 કરોડની રોકડ ઝડપાઈ
વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી 2.56 કરોડની રોકડ ઝડપાઈ
ક્રિકેટ સટ્ટા બેટિંગમાં કોર્પોરેટરના પતિનું નામ સામે આવ્યું
ક્રિકેટ સટ્ટા બેટિંગમાં કોર્પોરેટરના પતિનું નામ સામે આવ્યું
રાજસ્થાનના પીપલાંત્રી ગામમાં પુત્રીના જન્મ પછી વાવવામાં આવે છે 111 ઝાડ
રાજસ્થાનના પીપલાંત્રી ગામમાં પુત્રીના જન્મ પછી વાવવામાં આવે છે 111 ઝાડ
g clip-path="url(#clip0_868_265)">