AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRFC ના શેરને આવી પાંખો, 9 % નો નોંધાયો ઉછાળો, રેકોર્ડ હાઇ પર પહોંચ્યો સ્ટોક

IRFC Stock Price: છેલ્લા એક વર્ષમાં શેરનો ભાવ 471 ટકા મજબૂત થયો છે. માર્ચ 2024ના ક્વાર્ટરમાં સરકાર પાસે IRFCમાં 86.36 ટકા હિસ્સો હતો અને જાહેર શેરધારકોનો હિસ્સો 13.64 ટકા હતો. ટેકનિકલ એનાલિસ્ટ માનસ જયસ્વાલનું માનવું છે કે જો કોઈ IRFCમાં રોકાણ કરે છે તો તેણે તેમાં રહેવું જોઈએ. સવારે BSE પર IRFC શેર રૂ. 192.70ના ઉછાળા સાથે ખુલ્યો હતો.

IRFC ના શેરને આવી પાંખો, 9 % નો નોંધાયો ઉછાળો, રેકોર્ડ હાઇ પર પહોંચ્યો સ્ટોક
IRFC
Follow Us:
| Updated on: Jul 08, 2024 | 12:56 PM

જાહેર ક્ષેત્રની કંપની IRFC (Indian Railway Finance Corporation)ના શેરમાં 8 જુલાઈના રોજ 9 ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો. ભારે ખરીદીને કારણે ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયો હતો. આ સતત 5મું ટ્રેડિંગ સેશન છે જ્યારે શેર વધી રહ્યો છે. સવારે BSE પર IRFC શેર રૂ. 192.70 ના વધારા સાથે ખુલ્યો હતો. તે પછી તે અગાઉના બંધ ભાવથી 9 ટકા વધીને રૂ. 206ની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો. આ સ્ટોક માટે રેકોર્ડ હાઈ છે.

ટેકનિકલ એનાલિસ્ટ માનસ જયસ્વાલનું માનવું છે કે જો કોઈ IRFCમાં રોકાણ કરેલું છે તમણે હાલ વેંચવાની ઉતાવળ ન કરવી જોઇએ, જયસ્વાલે 24 જૂને CNBC આવાઝ પર દર્શકોના પ્રશ્નનો જવાબ આપતાં, ₹159નો સ્ટોપ લોસ જાળવી રાખવાની સલાહ આપી હતી. તે સમયે જયસ્વાલે કહ્યું હતું કે પહેલો ટાર્ગેટ ₹200 હોવો જોઈએ. જોકે આ ટાર્ગેટ પાર થઇ ગયો છે.

ભોલેનાથનો સૌથી પ્રિય ભોગ કયો છે? દરેકે જાણવું જરૂરી
13 જુલાઈએ શનિ ગ્રહ દેખાડશે આ રાશિઓ પર તેનો પ્રભાવ
અમેરિકામાં પણ ગોલગપ્પા મળે છે, એક પ્લેટનો ભાવ જાણી ચોંકી જશો..
Jioના આ પ્લાનમાં ફ્રીમાં મળી રહ્યું Amazon Prime ! વેલિડિટી 84 દિવસની
Plant In Pot : શું તમારા તુલસીના છોડમાં પણ જંતુઓ છે ? આ ટીપ્સ અપનાવો
રાત્રે ઘરની બહાર કૂતરાનું રડવું શુભ કે અશુભ? કઈ વાતનો સંકેત આપે છે જાણો

“એકવાર સ્ટોક ₹200ને વટાવી ગયો છે તો હવે તેનો નવો ટાર્ગેટ છે ₹235ના સ્તરે પહોંચી શકે છે,” જયસ્વાલે જણાવ્યું હતું. IRFC સ્ટોકમાં સારી વૃદ્ધિ હોવા છતાં, તે વિશ્લેષકો દ્વારા આવરી લેવામાં આવતું નથી.

IRFCના શેર એક વર્ષમાં 471% વધ્યા

છેલ્લા એક વર્ષમાં શેરનો ભાવ 471 ટકા મજબૂત થયો છે. વર્ષ 2024માં અત્યાર સુધીમાં સ્ટોક લગભગ 88 ટકા વધ્યો છે. કંપનીનું માર્કેટ કેપ 2.64 લાખ કરોડ રૂપિયા છે. માર્ચ 2024ના ક્વાર્ટરમાં સરકાર પાસે IRFCમાં 86.36 ટકા હિસ્સો હતો અને જાહેર શેરધારકોનો હિસ્સો 13.64 ટકા હતો.

FY24 ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં IRFCનો નફો 34 ટકા વધીને રૂ. 1,717.3 કરોડ થયો છે. એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં તે રૂ. 1,285.2 કરોડ હતો. માર્ચ 2024 ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક વધીને રૂ. 6,477.9 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉ રૂ. 6,230.2 કરોડ હતી.

g clip-path="url(#clip0_868_265)">