IPO : હવે નાની કંપનીઓ રોકાણકારોને આપશે કમાણીની તક, ટૂંક સમયમાં આવી રહ્યા છે 60 IPO

ટૂંક સમયમાં 60 નાની કંપનીઓના IPO બીએસઈના Small and Medium Enterprises - SME પ્લેટફોર્મ પર આવી રહ્યા છે.

IPO : હવે નાની કંપનીઓ રોકાણકારોને આપશે કમાણીની તક, ટૂંક સમયમાં આવી રહ્યા છે 60 IPO
ગયા વર્ષે 16 SME કંપનીઓએ 100 કરોડનું ભંડોળ ઉભું કર્યું હતું
Follow Us:
| Updated on: May 27, 2021 | 8:16 AM

IPO રોકાણ કરવા માટે રસ ધરાવતા લોકો માટે સારા સમાચાર છે. ટૂંક સમયમાં 60 નાની કંપનીઓના IPO બીએસઈના Small and Medium Enterprises – SME પ્લેટફોર્મ પર આવી રહ્યા છે. અસલમાં મોટાભાગના લોકોને શેર બજારમાં રોકાણ માટે મોટી કંપનીઓ ઉપર વધુ વિશ્વાસ હોય છે પરંતુ બીએસઈ પર એસએમઈ પ્લેટફોર્મ આવતાની સાથે જ નાની કંપનીઓ પોતાના માટે મૂડી ઉભી કરી શકશે અને આ રોકાણથી રોકાણકારોને પણ ફાયદો થશે.

60 થી વધુ નાના અને મધ્યમ ઉદ્યોગો (SME) તેમના વ્યવસાયિક જરૂરિયાતો માટે ઇક્વિટી ફંડ એકત્રિત કરવા માટે એક વર્ષમાં તેમના IPO લાવશે. બીએસઈના એક ઉચ્ચ અધિકારીએ આ માહિતી જાહેર કરી છે.

ગયા વર્ષે 16 કંપનીઓએ 100 કરોડનું ભંડોળ ઉભું કર્યું હતું બીએસઈના એસએમઇ અને સ્ટાર્ટઅપ હેડ અજય ઠાકુરે જણાવ્યું હતું કે આ કંપનીઓને એક્સચેંજના એસએમઇ પ્લેટફોર્મ પર લિસ્ટ કરવામાં આવશે. ગયા વર્ષે ફક્ત 16 એસએમઇએ આઈપીઓ દ્વારા 100 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે મહામારી દરમિયાન એક્સચેન્જ દ્વારા એસએમઇને ઇક્વિટી ફાઇનાન્સિંગ અને લિસ્ટિંગ વિશે જાગૃત કરવા માટે લગભગ 150 વેબિનાર્સનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે જાગૃતિના અભાવને લીધે નાની કંપનીઓ સમજે છે કે પ્રવેશ પછી ખર્ચમાં વધારો થાય છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

400 SME એ દસ્તાવેજ જમા કર્યા SMEની લિસ્ટિંગથી એકમની ઓળખ વધે છે અને બ્રાન્ડ પણ બને છે. આ સિવાય તેમની ક્રેડિટ રેટિંગમાં સુધારો થાય છે અને તેમને સરળ ફાઇનાન્સ અને વૃદ્ધિની તકો પ્રદાન કરે છે. બીએસઈ એસએમઇ એ પ્રથમ એસએમઇ પ્લેટફોર્મ છે કે જેના પર 400 એસએમઇએ દસ્તાવેજો સબમિટ કર્યા છે તેમાંથી, 337 પહેલાથી સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. બાકીના 63 એકમો એક વર્ષના સમયગાળામાં સૂચિબદ્ધ થશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">