IPO: શું વારંવાર પ્રયાસ કરવા છતાં શેર્સ નથી મળતા ? આ ટિપ્સ અનુસરો શેર મળવાની શક્યતાઓ બમણી થશે

કેટલાક IPO ને 100 ગણા થી વધુ વખત સબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યા છે. ખુબ ઊંચી બોલી મળવાને કારણે ઘણા લોકો પૈસા રોક્યા પછી પણ હાથ કઈ લાગતું નથી. તેઓ શેર હાંસલ કરવામાં અસમર્થ રહે છે.

IPO: શું વારંવાર પ્રયાસ કરવા છતાં શેર્સ નથી મળતા ? આ ટિપ્સ અનુસરો શેર મળવાની શક્યતાઓ બમણી થશે
symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 8:44 AM

IPO Investment Tips: આઈપીઓ માર્કેટની આ સિઝનમાં રોકાણકારોએ ખૂબ સારી કમાણી કરી છે. વર્ષ 2021 ના ​​IPO માર્કેટ પર નજર કરીએ તો ઘણા નવા સ્ટોક લિસ્ટેડ થઇ રહ્યા છે જેણે ડબલ અથવા ટ્રિપલ રિટર્ન આપ્યું છે.સતત તેજીના વાતાવરણના કારણે બજારમાં આવતા દરેક IPO ને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલાક IPO ને 100 ગણા થી વધુ વખત સબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યા છે. ખુબ ઊંચી બોલી મળવાને કારણે ઘણા લોકો પૈસા રોક્યા પછી પણ હાથ કઈ લાગતું નથી. તેઓ શેર હાંસલ કરવામાં અસમર્થ રહે છે. અમે તમને અહીં કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ જેનાથી તમારા શેર મેળવવાની શક્યતા વધી જશે. આ માહિતી વિવિધ બ્રોકરેજ હાઉસની વેબસાઇટ પરથી લેવામાં આવી છે.

એક નામથી મલ્ટીપલ એપ્લિકેશન એક જ નામ સાથે વધુવખત અરજી કરશો નહીં. એક IPO માત્ર એક જ વાર એક PAN નંબર સાથે અરજી કરી શકાય છે. જો તમે એક જ PAN સાથે મલ્ટીપલ અરજીઓ કરો છો તો તે અમાન્ય ગણવામાં આવશે.

પરિવારના સભ્યના નામે અરજી આ એક સારો વિચાર છે. જો આઈપીઓ સારો લાગતો હોય તો તમે તમારા નામે, તમારી પત્નીના નામે, તમારા પુખ્ત બાળકના નામે અને તમારી માતા અથવા પિતાના નામે અરજી કરી શકો છો. આ સાથે વિવિધ પાન નંબર હોવાથી ફાળવણીની શક્યતા વધે છે. આ પ્રયાસ મલ્ટીપલ એપ્લિકેશન ગણવામાં આવશે નહિ.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

લોઅર અને અપર પ્રાઇસ બેન્ડનું ગણિત IPO માં હંમેશા અપર પ્રાઇસ બેન્ડમાં નાણાંનું રોકાણ કરો. ધારો કે ઇશ્યૂની પ્રાઇસ બેન્ડ રૂ 445 થી રૂ 554 છે. જો તમે રૂ 445 પર દાવ લગાવ્યો અને ડિસ્ક્વર્ડ પ્રાઇસ 554 છે તો તમારી અરજી નામંજૂર કરવામાં આવશે.

વધુ લોટ ખરીદો સામાન્ય રીતે લઘુતમ લોટ 15 હજાર રૂપિયા સુધી અને મહત્તમ 2 લાખ રૂપિયા સુધી હોય છે. જો તમને વધુ લોટ પરવડી શકે તો તે ખરીદો. તેનાથી શેર ફાળવવામાં આવે તેવી શક્યતા વધી જાય છે.

જલ્દી IPO પર સબ્સ્ક્રાઇબ કરો સામાન્ય રીતે આઈપીઓ 3 દિવસ માટે ખુલ્લો રહે છે. પહેલા કે બીજા દિવસે તેમાં નાણાં રોકવાનો પ્રયત્ન કરો. છેલ્લા દિવસે સબ્સ્ક્રાઇબ કરવા માટે રાહ ન જુઓ.

આ પણ વાંચો :   ચીનમાં આર્થિક જોખમ વધતા વિદેશી રોકાણકારો ભારત તરફ વળ્યાં, જાણો એક સપ્તાહમાં કેટલું થયું રોકાણ ?

આ પણ વાંચો :   Telecom Company નો આ શેર All Time High લેવલ પર પહોંચ્યો, 3 અઠવાડિયામાં 20 ટકા ઉછળનાર સ્ટોક શું છે તમારા પોર્ટફોલિયોમાં ?

g clip-path="url(#clip0_868_265)">