AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈન્ડિયન ઓઈલ શહેરના ગેસ વિતરણમાં સાત હજાર કરોડનું કરશે રોકાણ, CNG-PNG ગેસ સપ્લાય માટે મેળવ્યા 9 લાઇસન્સ

દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને (Indian Oil Corporation) રવિવારે કહ્યું કે, તે સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક સ્થાપિત કરવા માટે 7,000 કરોડથી વધુનું રોકાણ કરશે.

ઈન્ડિયન ઓઈલ શહેરના ગેસ વિતરણમાં સાત હજાર કરોડનું કરશે રોકાણ, CNG-PNG ગેસ સપ્લાય માટે મેળવ્યા 9 લાઇસન્સ
indian oil (પ્રતિકાત્મક તસવીર)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 6:47 PM
Share

દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને (Indian Oil Corporation) રવિવારે કહ્યું કે, તે સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક સ્થાપિત કરવા માટે 7,000 કરોડથી વધુનું રોકાણ કરશે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD- City Gas Distribution) માટે બિડિંગના નવીનતમ રાઉન્ડમાં જીતેલા લાઇસન્સ હેઠળ આ રોકાણ કરશે. IOCએ જણાવ્યું હતું કે, CGD બિડિંગના તાજેતરમાં પૂરા થયેલા 11મા રાઉન્ડમાં કંપનીએ કુલ માંગ ક્ષમતાના 33 ટકા હિસ્સો મેળવ્યો છે, જે જમ્મુથી મદુરાઈ અને હલ્દિયા સુધી ફેલાયેલી છે. સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન બિડિંગના 11મા રાઉન્ડમાં, IOCને વાહનો માટે છૂટક સીએનજી અને ઘરો માટે પાઇપ્ડ રાંધણ ગેસ (PNG) માટે 9 લાઇસન્સ મળ્યા.

મેઘા ​​એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને 15 લાઇસન્સ મળ્યા

જણાવી દઈએ કે મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને 15 લાઇસન્સ આપવામાં આવ્યા છે અને અદાણી ટોટલ ગેસ લિમિટેડને 14 લાઇસન્સ આપવામાં આવ્યા છે. આ બે કંપનીઓની સરખામણીએ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના લાઈસન્સની સંખ્યા ઘણી ઓછી છે, પરંતુ માંગની સંભાવનાના સંદર્ભમાં તે સૌથી વધુ છે. IOCને આપવામાં આવેલા ભૌગોલિક વિસ્તારોમાં જમ્મુ, પઠાણકોટ, સીકર, જલગાંવ, ગુંટુર (અમરાવતી), તુતીકોરિન, તિરુનેલવેલી, કન્યાકુમારી, મદુરાઈ, ધર્મપુરી અને હલ્દિયા (પૂર્વ મિદનાપુર) જેવા મુખ્ય જિલ્લાઓનો સમાવેશ થાય છે.

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આઈઓસી આ નવા CGD પ્રોજેક્ટ્સમાં રૂ. 7,000 કરોડથી વધુનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. આ રકમ CGD સેગમેન્ટ માટે પહેલાથી જ પ્રસ્તાવિત રૂ. 20,000 કરોડના રોકાણ ઉપરાંત છે.

ઈન્ડિયન ઓઈલ CGD માર્કેટમાં અગ્રણી ખેલાડી તરીકે ઉભરી આવશે

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના ચેરમેન શ્રીકાંત માધવ વૈદ્યએ જણાવ્યું હતું કે, “દેશમાં ગેસના વ્યવસાયને વિસ્તારવા માટેના અમારા સંયુક્ત પ્રયાસો કુદરતી ગેસના હિસ્સાને 15 ટકા સુધી વધારવાના સરકારના લક્ષ્યને હાંસલ કરવાની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. અને ઈન્ડિયન ઓઈલ CGD માર્કેટમાં અગ્રણી ખેલાડી તરીકે ઉભરી આવશે.

(અહેવાલ PTI ઇનપુટ્સ સાથે)

આ પણ વાંચો: મહારાષ્ટ્ર અને બંગાળે એલન મસ્કને બિઝનેસ કરવા આપ્યું આમંત્રણ, ટેસ્લાના સીઈઓએ ભારતમાં બિઝનેસ સંબંધિત પડકારોની કરી હતી વાત

આ પણ વાંચો: બેટરી માટે સરકારની 18,000 કરોડની PLI સ્કીમમાં રિલાયન્સ સહિત આ કંપનીઓએ રસ દાખવ્યો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">