ટૂંક સમયમાં તમારા EPF ખાતામાં જમા થઈ શકે છે વ્યાજના પૈસા, આ રીતે ચેક કરો PF Balance

તમને જણાવી દઈએ કે EPFOએ 2019-2020માં 8.5% વ્યાજ આપ્યું હતું. 2020-2021માં પણ માત્ર 8.5% વ્યાજ મળ્યું હતું જ્યારે 2018-19માં 8.65% વ્યાજ આપવામાં આવ્યું હતું.

ટૂંક સમયમાં તમારા EPF ખાતામાં જમા થઈ શકે છે વ્યાજના પૈસા, આ રીતે ચેક કરો PF Balance
Symbolic Image
TV9 GUJARATI

| Edited By: Ankit Modi

Apr 07, 2022 | 9:56 AM

EPFO: નાણાકીય વર્ષ 2021-22 માટે EPF પર નિર્ધારિત વ્યાજની રકમ જૂનના અંત સુધીમાં તમારા ખાતામાં ટ્રાન્સફર કરી શકાય છે. માર્ચના બીજા સપ્તાહમા, EPFO ​​બોર્ડે નાણાકીય વર્ષ 2021-22 માટે વ્યાજ દરો નક્કી કર્યા હતા જેમાં વ્યાજ દર 8.5 ટકાથી ઘટાડીને 8.1 ટકા કરવામાં આવ્યા હતા. આ વ્યાજ છેલ્લા 40 વર્ષમાં સૌથી ઓછું છે. સરકારના આ નિર્ણયથી EPFOના લગભગ 6 કરોડ ખાતાધારકોને આંચકો લાગ્યો છે જેમણે EPFમાં પોતાની મહેનતની કમાણીનું રોકાણ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જૂન સુધીમાં વ્યાજના નાણાં પીએફ ખાતા(PF Account)માં ટ્રાન્સફર થવાની આશા છે.

જો કે EPFO ​​બોર્ડ દ્વારા નક્કી કરાયેલા વ્યાજ દરને નાણા મંત્રાલયની મંજૂરી મળવાની બાકી છે. પરંતુ નાણામંત્રીએ જે રીતે EPF દરમાં કાપનો બચાવ કર્યો છે તે પછી માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં મંત્રાલયની મંજૂરી મળી શકે છે. તમને જણાવી દઈએ કે EPFOએ 2019-2020માં 8.5% વ્યાજ આપ્યું હતું. 2020-2021માં પણ માત્ર 8.5% વ્યાજ મળ્યું હતું જ્યારે 2018-19માં 8.65% વ્યાજ આપવામાં આવ્યું હતું.

તમે આ 4 રીતે ઘરે બેઠા તમારા પીએફ ખાતાનું બેલેન્સ ચકાસી શકો છો

1. મિસ્ડ કોલ દ્વારા બેલેન્સ જાણો

તમારા PFના પૈસાની સ્થિતિ ચેક કરવા માટે તમારે તમારા નોંધાયેલા મોબાઈલ નંબર પરથી 011-22901406 પર મિસ કોલ આપવો પડશે. આ પછી તમને EPFOના મેસેજ દ્વારા PFની વિગતો મળશે. અહીં પણ તમારું UAN, PAN અને Adhaar લિંક હોવું જરૂરી છે.

2. ઓનલાઇન બેલેન્સ ચેક કરો

ઓનલાઇન બેલેન્સ ચેક કરવા માટે EPFO ની વેબસાઇટ પર લ લોગ ઇન કરો, epfindia.gov.in માં ઇ-પાસબુક પર ક્લિક કરો. 2. હવે તમારી ઇ-પાસબુક પર ક્લિક કરવા પર એક નવું પેજ passbook.epfindia.gov.in પર આવશે. 3. હવે અહીં તમે તમારું યુઝર નામ (UAN નંબર), પાસવર્ડ અને કેપ્ચા ભરો 4. વિગતો ભર્યા પછી તમે એક નવા પેજ પર આવશો અને અહીં તમારે મેંબર આઈડી પસંદ કરવાનું રહેશે. 5. અહીં તમને ઇ-પાસબુક પર તમારું ઇપીએફ બેલેન્સ મળશે.

3. ઉમંગ એપ પર બેલેન્સ આ રીતે ચકાસો

આ માટે તમારી ઉમંગ એપ્લિકેશન (Unified Mobile Application for New-age Governance) ખોલો અને EPFO પર ક્લિક કરો. 2. હવે બીજા પેજ પર employee-centric services પર ક્લિક કરો. 3. અહીં તમે ‘વ્યૂ પાસબુક’ પર ક્લિક કરો. આ સાથે તમે તમારો યુએન નંબર અને પાસવર્ડ (ઓટીપી) નંબર દાખલ કરો 4. તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી આવશે. આ પછી તમે તમારું પીએફ બેલેન્સ ચકાસી શકો છો.

4. SMS દ્વારા બેલેન્સ તપાસો

જો તમારો UAN નંબર EPFO સાથે નોંધાયેલ છે તો પછી તમે મેસેજ દ્વારા તમારા PF બેલેન્સ વિશેની માહિતી મેળવી શકો છો. આ માટે તમારે 7738299899 પર EPFOHO મોકલવો પડશે. આ પછી તમને મેસેજ દ્વારા PFની માહિતી મળશે. જો તમને હિન્દી ભાષામાં માહિતી જોઈએ છે તો તમારે EPFOHO UAN લખીને મોકલવી પડશે. પીએફ બેલેન્સ જાણવા માટેની આ સેવા અંગ્રેજી, પંજાબી, મરાઠી, હિન્દી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ અને બંગાળીમાં ઉપલબ્ધ છે. પીએફ બેલેન્સ માટે, તમારું યુએન( UAN), બેંક ખાતું, પાન(PAN) અને આધાર (AADHAR) ને લિંક થયેલ હોવું આવશ્યક છે.

આ પણ વાંચો : Forbes Billionaires List 2022: સાવિત્રી જિંદાલ દેશની સૌથી અમીર મહિલા, મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

આ પણ વાંચો : 7th Pay Commission : મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓને વધુ એક લાભની ભેટ આપશે, DA બાદ હવે HRA વધારવાના મળ્યા સંકેત

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati