AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Infosys 100 અબજ ડોલરની માર્કેટ કેપને પાર કરનાર ચોથી ભારતીય કંપની, જાણો શું છે કંપનીના શેરની સ્થિતિ

ઇન્ફોસિસ લિમિટેડે(Infosys Ltd) 100 અબજ ડોલરની માર્કેટ કેપ પાર કરી છે. આ સિદ્ધિ હાંસલ કરનારી ઇન્ફોસિસ ચોથી ભારતીય કંપની બની છે.

Infosys 100 અબજ ડોલરની માર્કેટ કેપને પાર કરનાર ચોથી ભારતીય કંપની, જાણો શું છે કંપનીના શેરની સ્થિતિ
Infosys
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2021 | 7:35 AM
Share

દેશની બીજી સૌથી મોટી આઇટી કંપની ઇન્ફોસિસે(Infosys) ઇતિહાસ રચ્યો છે. ઇન્ફોસિસ લિમિટેડે(Infosys Ltd) 100 અબજ ડોલરની માર્કેટ કેપ પાર કરી છે. આ સિદ્ધિ હાંસલ કરનારી ઇન્ફોસિસ ચોથી ભારતીય કંપની બની છે. કંપનીએ આ સિદ્ધિ હાંસલ કરી ત્યારે ઇન્ફોસિસનો શેર નવા રેકોર્ડ સ્તરે જોવા મળ્યો હતો.

આ અગાઉ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(Reliance Industries Ltd), ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ લિમિટેડ (TCS) અને એચડીએફસી બેંક લિમિટેડે(HDFC Bank Ltd) આ સિદ્ધિ હાંસલ કરી છે. RIL નું માર્કેટ કેપ 140 અબજ ડોલર છે. તે બાદ 115 અબજ ડોલરની માર્કેટ કેપ સાથે TCS બીજા અને 100.1 અબજ ડોલર સાથે HDFC બેંક ત્રીજા ક્રમે છે.

રેકોર્ડ સર્વોચ્ચ સપાટી દર્જ કરી મંગળવારના કારોબાર દરમિયાન ઇન્ફોસિસે BSE પર શેરદીઠ રૂ 1,755.60 ની વિક્રમી સપાટી હાંસલ કરી હતી. કંપનીની માર્કેટ કેપ ઝડપથી વધીને 7.44 ટ્રિલિયન ડોલર એટલે કે 100 અબજ ડોલર થઈ ગઈ છે.

નિષ્ણાતોનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ઇન્ફોસિસ ભારતમાં સૌથી ઝડપથી વિકસતી કંપનીઓમાંની એક છે જેણે ક્લાઉડ, ગ્રાહક અનુભવ, સાયબર સિક્યુરિટી વગેરેમાં સારી કામગીરી કરી છે.

જૂન ક્વાર્ટરમાં નફો 23 ટકા વધ્યો નાણાકીય વર્ષ 2021-22ના એપ્રિલ-જૂનના પ્રથમ ક્વાર્ટરમાં ઇન્ફોસિસનો નેટ પ્રોફિટ લગભગ 23 ટકા વધીને 5,195 કરોડ રૂપિયા થયો છે. આ સાથે, કંપનીએ સમગ્ર નાણાકીય વર્ષ માટે તેની આવક વૃદ્ધિના અનુમાનમાં વધારો કર્યો છે. ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં કંપનીને 4,233 કરોડનો ચોખ્ખો નફો થયો હતો.

જૂન ક્વાર્ટરમાં ઇન્ફોસિસની ઓપરેટિંગ ઇન્કમ 17.8 ટકા વધીને 27,896 કરોડ રૂપિયા થઈ છે. એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં તે 23,665 કરોડ રૂપિયા હતું.કંપનીએ 2021-22 માટે આવકનો અંદાજ અગાઉ 12-14 ટકાથી વધારીને 14-16 ટકા કર્યો છે. તેણે તેનું ઓપરેટિંગ માર્જિન માર્ગદર્શન 22-24%જાળવી રાખ્યું છે.

35 હજાર સ્નાતકોને નોકરી આપશે કંપનીએ નાણાકીય વર્ષ 2022 માટે 35,000 સ્નાતકોની ભરતી કરવાની યોજના જાહેર કરી છે. જૂન ક્વાર્ટરમાં ઇન્ફોસિસમાં નોકરી છોડવાનો દર વધીને 13.9 ટકા થયો છે. માર્ચ 2021 ક્વાર્ટરમાં તે 10.9 ટકા હતો. જો કે ગત વર્ષના જૂન ક્વાર્ટરમાં આ એટ્રિશન રેટ 15.6 ટકાથી ઓછો છે.

આ પણ વાંચો :   ITR : FY 21 માટે Income Tax Return Deadline લંબાવાઈ શકે છે, ITR પોર્ટલની સમસ્યાઓના પગલે નિર્ણય લેવાય તેવી શક્યતા

આ પણ વાંચો :  Dollar Vs Rupee : ડોલર સામે મજબૂત થઇ રહ્યો છે રૂપિયો, તમને થશે લાભ કે સહન કરવું પડશે નુકશાન? જાણો અહેવાલ દ્વારા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">