Dollar Vs Rupee : ડોલર સામે મજબૂત થઇ રહ્યો છે રૂપિયો, તમને થશે લાભ કે સહન કરવું પડશે નુકશાન? જાણો અહેવાલ દ્વારા

સોમવારે ડોલર સામે રૂપિયો 74.22 ને સ્પર્શી ગયો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે વિદેશી રોકાણકારો દ્વારા સતત ખરીદીના કારણે રૂપિયામાં તેજીનું વલણ જોવા મળ્યું છે. આગામી દિવસોમાં તેજી ચાલુ રહેવાની ધારણા છે.

Dollar Vs Rupee : ડોલર સામે મજબૂત થઇ રહ્યો છે રૂપિયો, તમને  થશે લાભ કે સહન  કરવું પડશે નુકશાન? જાણો અહેવાલ દ્વારા
Dollar Vs Rupee
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2021 | 8:45 AM

ભારતીય શેરબજારમાં તેજીને કારણે ભારતીય રૂપિયો સતત મજબૂત થઈ રહ્યો છે. સોમવારે ડોલર સામે રૂપિયો 74.22 ને સ્પર્શી ગયો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે વિદેશી રોકાણકારો દ્વારા સતત ખરીદીના કારણે રૂપિયામાં તેજીનું વલણ જોવા મળ્યું છે. આગામી દિવસોમાં તેજી ચાલુ રહેવાની ધારણા છે.

રૂપિયાની મજબૂતીની શું થશે અસર ? રૂપિયાનું મૂલ્ય સંપૂર્ણપણે તેની માંગ અને પુરવઠા પર નિર્ભર કરે છે. આ સાથે આયાત અને નિકાસ પર પણ અસર પડે છે. યુએસ ડોલર વૈશ્વિક ચલણનો દરજ્જો ધરાવે છે. આનો અર્થ એ છે કે નિકાસ કરવામાં આવતી મોટાભાગની વસ્તુઓ ડોલરમાં મૂલ્ય ધરાવે છે. તેથી જ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય દર્શાવે છે કે ભારતીય ચલણ મજબૂત છે કે નબળું છે. યુએસ ડોલરને વૈશ્વિક ચલણ માનવામાં આવે છે કારણ કે વિશ્વના મોટાભાગના દેશો આંતરરાષ્ટ્રીય વેપારમાં તેનો ઉપયોગ કરે છે. મોટાભાગના સ્થળોએ આ સરળતાથી સ્વીકારી લેવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય વેપાર ડોલરમાં થાય છે આંતરરાષ્ટ્રીય વ્યવસાયમાં ભારતનો મોટાભાગનો વ્યવસાય ડોલરમાં છે. જો તમે વધુ ક્રૂડ તેલ, ખાદ્ય પદાર્થ અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ આયાત કરો છો તો તમારે વધુ ડોલર ખર્ચવા પડશે. તે તમને વસ્તુઓ ખરીદવામાં મદદ કરશે પરંતુ તમારા મુદ્રા ભંડારને ઘટાડશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રૂપિયાની મજબૂતીની તમારા ઉપર શું પડશે અસર ? ભારત તેના 80 ટકા પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત કરે છે. રૂપિયાની મજબૂતીથી વિદેશમાંથી પેટ્રોલિયમ પેદાશો ખરીદવી અને તેને દેશમાં લાવવી સસ્તી બની જાય છે. તેના કારણે ઓઇલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડી શકે છે. ડીઝલના ભાવ ઘટવાથી નૂર ઘટશે જેના કારણે મોંઘવારીનોડર ઓછો થશે. આ ઉપરાંત ભારત મોટા પ્રમાણમાં ખાદ્ય તેલ અને કઠોળની આયાત પણ કરે છે. રૂપિયાની મજબૂતાઈથી સ્થાનિક બજારમાં ખાદ્ય તેલ અને કઠોળના ભાવ નીચા થઈ શકે છે.

વિદેશ પ્રવાસ સસ્તો થશે વિદેશ યાત્રા કરવી સસ્તી થશે. બીજી બાજુ વિદેશમાં અભ્યાસ પણ સસ્તો થશે કારણ કે તમારે ડોલર ખરીદવા માટે ઓછા પૈસા ખર્ચવા પડશે. ભારતનું ચલણ મજબૂત રહે તો વિદેશમાં થતા ખર્ચ ઉપરનો બોજ ઓછો થશે

મોંઘવારી ઘટશે ડોલરના મૂલ્યમાં અંદાજિત એક રૂપિયાનો વધારો ઓઇલ કંપનીઓ પર 8,000 કરોડ રૂપિયાનો બોજ મૂકે છે. આ તેમને પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવા માટે મજબૂર કરે છે. પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં 10 ટકાનો વધારો મોંઘવારીમાં 0.8 ટકાનો વધારો કરે છે. આની સીધી અસર ખોરાક અને પરિવહન ખર્ચ પર પડે છે. તો હવે જ્યારે રૂપિયો મજબૂત છે પરિસ્થિતિ બદલાશે. તેનાથી સરકાર તેમજ કંપનીઓને ફાયદો થશે.

આ પણ વાંચો : શું Airport બાદ હવે Railway નું સંચાલન પણ ખાનગી કંપનીઓના હાથમાં જશે ? જાણો શું છે સરકારની યોજના

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : પેટ્રોલ – ડીઝલના નવા રેટ જાહેર થયા , જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ

g clip-path="url(#clip0_868_265)">