AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market : બજાર તેજીમાં… આ 3 કારણોસર શેરબજારમાં જોરદાર ઉછાળો! આગળ શું થશે ? જાણો

ભારતીય શેરબજારમાં 26 નવેમ્બરે જબરદસ્ત તેજી આવી, સેન્સેક્સ અને નિફ્ટી અનુક્રમે 1023 અને 321 પોઈન્ટ ઉછળ્યા. રોકાણકારોની સંપત્તિમાં ₹6 લાખ કરોડનો વધારો થયો.

Stock Market : બજાર તેજીમાં… આ 3 કારણોસર શેરબજારમાં જોરદાર ઉછાળો! આગળ શું થશે ? જાણો
| Updated on: Nov 26, 2025 | 6:56 PM
Share

બુધવાર, 26 નવેમ્બરે ભારતીય શેરબજારમાં ભારે તેજી જોવા મળી. સતત ત્રણ દિવસના ઘટાડા પછી બજારે જોરદાર રિકવરી કરી. સેન્સેક્સ 1,023 પોઈન્ટ ઉછળીને 85,609.51 પર બંધ રહ્યો જ્યારે નિફ્ટી 321 પોઈન્ટ વધી 26,205.30 સુધી પહોંચી ગયો. આજના જ એક સેશનમાં રોકાણકારોની સંપત્તિમાં આશરે ₹6 લાખ કરોડનો વધારો થયો છે. BSE પર સૂચિબદ્ધ કંપનીઓનું કુલ માર્કેટ કેપ મંગળવારના ₹469 લાખ કરોડમાંથી વધીને ₹475 લાખ કરોડ પહોંચી ગયું. જે બજારમાં વિશ્વાસની વાપસી સ્પષ્ટ દર્શાવે છે.

સવારથી જ બજારમાં ખરીદીનું મજબૂત મોમેન્ટમ જોવા મળ્યું. ઘટાડા પછી વેપારીઓ દ્વારા કરવામાં આવેલા શોર્ટ-કવરિંગે બજારને અનોખી ગતિ આપી. સ્થાનિક તેમજ વૈશ્વિક બંને સંકેતો આજની તેજીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા હતા.

બજારમાં અચાનક તેજી કેમ આવી? મુખ્ય 3 કારણો

યુએસ ફેડ અને RBI તરફથી વ્યાજ દર ઘટાડાની અપેક્ષા

વિશ્વ બજારમાં ચર્ચા વધી રહી છે કે અમેરિકાનો ફેડરલ રિઝર્વ ડિસેમ્બર મીટિંગમાં વ્યાજ દર ઘટાડે. સાથે સાથે ભારતમાં RBI દ્વારા પણ આવતા મહિને 25 બેસિસ પોઇન્ટનો રેપો રેટ ઘટાડો થવાની ધારણા મજબૂત બની છે. જેના કારણે ખાસ કરીને બેન્કિંગ અને રિયલ્ટી સેક્ટરમાં મોટી ખરીદી જોવા મળી.

ભૂ-રાજકીય તણાવમાં ઘટાડો, ક્રૂડ ઓઇલ ભાવ નરમ

રશિયા–યુક્રેન વચ્ચે શાંતિ સંકેતો દેખાવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે અનિશ્ચિતતા ઓછી થઈ છે. પરિણામે ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા છે, જે ભારત જેવા તેલ આયાતક દેશો માટે સકારાત્મક છે અને બજારમાં સેન્ટિમેન્ટ સુધારવામાં મદદરૂપ બન્યું.

ભારતના મેક્રો ઇકોનોમિક ડેટા મજબૂત

GST કલેક્શન, PMI અને FPI પ્રવાહ જેવા સૂચકાંકો સતત મજબૂત રહેતા છે, જેનાથી લાંબા ગાળાનું બજાર દૃશ્ય સકારાત્મક ગણવામાં આવી રહ્યું છે. ઘરેલું આર્થિક પાયો મજબૂત હોવાથી રોકાણકારોની જોખમ લેવાની ઇચ્છા ફરી વધી છે.\

કયા શેરો અને સેક્ટરો ચમક્યા?

  • આજની તેજી વ્યાપક રહી , ફક્ત ચોક્કસ સેક્ટર અથવા શેરોમાં નહીં.
  • મિડ-કેપ અને સ્મોલ-કેપ બંને ઇન્ડીસ 1.25% થી વધુ ઉછળતાં જોવા મળ્યાં.

ટોપ ગેઇનર્સ:

– JSW સ્ટીલ 3.69% ઉછળ્યો

– HDFC લાઇફ અને બજાજ ફિનસર્વ 2.5% કરતાં વધુ વધ્યાં

બેંકિંગ ક્ષેત્રમાં ઐતિહાસિક સિદ્ધિ:

નિફ્ટી બેંક 59,554.95 ના સર્વકાલીન ઊંચા સ્તરે પહોંચ્યો અને 1.20% વૃદ્ધિ સાથે બંધ થયો.

ઘટાડા વાળ શેર:

ભારે નફા-બુકિંગને કારણે ભારતી એરટેલ 1.60% ઘટ્યું, જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝ અને આઇશર મોટર્સ પણ નેગેટિવ બંધ થયા.

 હવે આગળ શું? તેજી ચાલુ રહેશે કે ફરી ઘટાડો?

નિષ્ણાતોનું કહેવું છે કે બજારમાં સેન્ટિમેન્ટ મજબૂત બન્યું છે પરંતુ ઉચ્ચ સ્તરે સાવધાની જરૂરી છે. નિફ્ટી માટે 26,270 – 26,300 Resistance તરીકે કાર્ય કરી શકે છે. જો આ સ્તર પાર થાય તો 26,500 – 26,700 ટૂંક સમયમાં સંભવ છે. ઘાટ પર 26,000 મજબૂત સપોર્ટ છે. એટલે કે ત્યાં સુધી બજારમાં ગભરાવવાની જરૂર નથી.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">