AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વર્ષ 2021 માં STARTUPS એ 42 અબજ ડોલર એકત્રિત કર્યા, 46 યુનિકોર્ન સાથે વિશ્વમાં ભારતે ત્રીજું સ્થાન મેળવ્યું

લગભગ 60,000 સ્ટાર્ટઅપ્સ સાથે ભારત ત્રીજો સૌથી મોટો સ્ટાર્ટઅપ દેશ બની ગયો છે. આજે વિશ્વમાં દર 13મો યુનિકોર્ન ભારતનો છે.

વર્ષ 2021 માં STARTUPS એ 42 અબજ ડોલર એકત્રિત કર્યા, 46  યુનિકોર્ન સાથે વિશ્વમાં ભારતે ત્રીજું સ્થાન મેળવ્યું
વર્ષે 2021માં ભારતીય સ્ટાર્ટઅપ્સે 42 અબજ ડોલર એકત્ર કર્યા હતા
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2022 | 6:05 AM
Share

Indian startups : દેશમાં સ્ટાર્ટઅપ(startups) પ્રોજેક્ટ્સ આગળ વધી રહ્યા છે. તેમને માત્ર વૃદ્ધિ કરી નથી પરંતુ તે પૈકીના ઘણા યુનિકોર્ન બની ગયા છે. ગત વર્ષે (2021)માં ભારતીય સ્ટાર્ટઅપ્સે 42 અબજ ડોલર એકત્ર કર્યા (Indian startups raised funds 2021) છે. પીટીઆઈના જણાવ્યા અનુસાર એક વર્ષ પહેલા તેની રકમ માત્ર 11.5 અબજ ડોલર હતી. ઓરિયસ વેન્ચર પાર્ટનર્સે તાજેતરમાં જાહેર કરેલા એક અહેવાલમાં જણાવ્યું હતું કે 2021માં ભારતમાં એક અબજ ડોલરથી વધુના મૂલ્યાંકન સાથેના 46 સ્ટાર્ટઅપ્સ યુનિકોર્નનો દરજ્જો મેળવવામાં સફળ થયા છે. ભારતમાં યુનિકોર્નની કુલ સંખ્યા હવે બમણીથી વધીને 90 થઈ ગઈ છે.

ભારતમાં કુલ 90 યુનિકોર્ન

વર્ષ 2021માં જે સ્ટાર્ટઅપ્સ યુનિકોર્ન બન્યા છે તેમાં શેરચેટ, ક્રેડ, મિશો, નઝારા, મોગલિક્સ, MPL, ગ્રોફર્સ (બ્લિન્કાઈટ), અપગ્રેડ, મામાઆર્થ, ગ્લોબલબીઝ, ઇકો અને સ્પિની નો સમાવેશ થાય છે. અમેરિકા અને ચીન પછી ભારત 90 યુનિકોર્ન સાથે ત્રીજો સૌથી મોટો દેશ બની ગયો છે. અમેરિકામાં 487 યુનિકોર્ન અને ચીનમાં 301 છે. ભારત હવે યુકે (39) કરતા આગળ છે.

ભારત ત્રીજા ક્રમે પહોંચ્યું

રિપોર્ટ અનુસાર યુનિકોર્ન કંપનીઓની વિગતોમાં ભારતના પ્રદર્શનમાં ઘણો સુધારો થયો છે પરંતુ અમેરિકા અને ચીન હજુ પણ તેનાથી ઘણા આગળ છે. આ યાદીમાં ભારત ત્રીજા ક્રમે છે. આ વર્ષે અમેરિકામાં 254 યુનિકોર્ન કંપનીઓ છે. આ સાથે આ પ્રતિષ્ઠિત યાદીમાં સામેલ કંપનીઓની સંખ્યા વધીને 487 થઈ ગઈ છે.બીજી તરફ ચીનમાં આ વર્ષે 74 યુનિકોર્ન કંપનીઓ આવી છે અને કુલ સંખ્યા વધીને 301 થઈ ગઈ છે.

ભારતમાં 60,000 સ્ટાર્ટઅપ્સ

લગભગ 60,000 સ્ટાર્ટઅપ્સ સાથે ભારત ત્રીજો સૌથી મોટો સ્ટાર્ટઅપ દેશ બની ગયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સ્ટાર્ટઅપ્સ માત્ર લેટેસ્ટ સોલ્યુશન્સ અને ટેક્નોલોજી સાથે જ નથી આવી રહ્યા પરંતુ મોટા પાયે રોજગારીનું સર્જન પણ કરી રહ્યા છે. આજે વિશ્વમાં દર 13મો યુનિકોર્ન ભારતનો છે.

ફ્લિપકાર્ટ સૌથી મૂલ્યવાન યુનિકોર્ન

ઓરિઓસ વેન્ચર પાર્ટનર્સના એક રિપોર્ટ અનુસાર બેંગલુરુમાં સૌથી વધુ સંખ્યામાં યુનિકોર્ન છે. મોટાભાગના યુનિકોર્ન ફાઇનાન્શિયલ ટેકનોલોજી, ઈ-કોમર્સ અને સોફ્ટવેર સેવાઓ સાથે સંકળાયેલા છે. હેલ્થ ટેક્નોલોજી, એજ્યુકેશન ટેક્નોલોજી, ગેમિંગ અને ક્રિપ્ટો પણ તેમની પ્રવૃત્તિઓના કેન્દ્રમાં છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ફ્લિપકાર્ટ 37.6 અબજ ડોલર સાથે સૌથી મૂલ્યવાન યુનિકોર્ન છે.

આ પણ વાંચો : કોરોનાની ત્રીજી લહેર કરશે GDP વૃદ્ધિને અસર, RBI ટાળી શકે છે રિવર્સ રેપો રેટમાં વધારો: રિપોર્ટ

આ પણ વાંચો : Multibagger Penny Stock :આ શેરે માત્ર 12 દિવસમાં રોકાણકારોના પૈસા કર્યા ડબલ, જાણો આ પેની સ્ટોક વિશે વિગતવાર

g clip-path="url(#clip0_868_265)">