ખેડૂતોની આવક વધારવાના ઉદેશ્યથી ફળ-શાકભાજીના ટ્રાન્સપોર્ટેશન માટે કિસાન રેલ યોજના તૈયાર

ખેડૂતોની આવક વધારવા અને ફળ-શાકભાજીના ટ્રાન્સપોર્ટેશન માટે રેલ વિભાગે કિસાન રેલ યોજના તૈયાર કરી લીધી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે રેલવે દ્વારા 9 રેફ્રિજરેટર કોચની ખરીદી કપૂરથલા રેલ કોચ ફેક્ટ્રી પાસેથી કરાઈ છે. બજેટમાં રેલ કૃષિ યોજનાની જાહેરાત બાદ તુરંત રેલ વિભાગ દ્વારા કામગીરી શરૂ કરી દેવાઈ છે. એક રેફ્રિજરેટર પાર્સલ વેનની ક્ષમતા 17 […]

ખેડૂતોની આવક વધારવાના ઉદેશ્યથી ફળ-શાકભાજીના ટ્રાન્સપોર્ટેશન માટે કિસાન રેલ યોજના તૈયાર
Follow Us:
| Updated on: Feb 04, 2020 | 8:25 AM

ખેડૂતોની આવક વધારવા અને ફળ-શાકભાજીના ટ્રાન્સપોર્ટેશન માટે રેલ વિભાગે કિસાન રેલ યોજના તૈયાર કરી લીધી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે રેલવે દ્વારા 9 રેફ્રિજરેટર કોચની ખરીદી કપૂરથલા રેલ કોચ ફેક્ટ્રી પાસેથી કરાઈ છે. બજેટમાં રેલ કૃષિ યોજનાની જાહેરાત બાદ તુરંત રેલ વિભાગ દ્વારા કામગીરી શરૂ કરી દેવાઈ છે. એક રેફ્રિજરેટર પાર્સલ વેનની ક્ષમતા 17 ટન છે. નાણા પ્રધાન નિર્મણા સિતારમણે 2020-21ના બજેટમાં રેલવે માટે એક બ્લૂ્પ્રિન્ટ રજૂ કરી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનના ટ્રેકમાં વધુ એક અવરોધ! ઉદ્ધવ ઠાકરેએ સરકારની ઈચ્છા અંગે આપ્યું નિવેદન

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

બજેટ ભાષણમાં સીતારમણે કહ્યું કે, ભારતીય રેલવે વિભાગ PPP માધ્યમથી કિસાન રેલ શરૂ કરશે. જેમાં ઝડપથી ખરાબ થઈ જતા ખેત ઉત્પાદન માટે રેફ્રિજરેટરના ડબ્બા હશે. સાથે દૂધ, માંસ, માછલી સહિત સામગ્રીની સાચવણી માટે PPP મોડલથી ખાસ કિસાન રેલ ચલાવવામાં આવશે. સાથે એક્સપ્રેસ અને માલગાડીમાં પણ રેફ્રિજરેટેડ ડબ્બા હશે.

કેટલું હશે ભાડુ?

એક ખાનગી ચેનલના અહેવાલથી રાઉન્ડ ટ્રિપના આધારે આ કન્ટેનર્સની બુકિંગ કરવામાં આવશે. જેમાં સામાન્ય માલવાહન માટે લેવાતા ભાડાથી દોઢ ગણું વધારે હશે. તો સાથે ફળ અને શાકભાજીના લોડિંગ – અનલોડિંગના પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. સરકાર પાયલટ પ્રોજેક્ટ હેઠળ 4 કાર્ગો સેન્ટર બનાવશે. આ સેન્ટર ગાજીપુર, ન્યૂ આઝાદપુર,લાસલગાંવ અને રાજા કા તાલાબમાં બનશે. એક માહિતી પ્રમાણે કિસાન રેલ યોજના માટે 98 રેફ્રિજરેટર કન્ટેનર ખરીદી કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">