Indian Railways : ગુજરાતમાંથી પસાર થતી એક ડઝનથી વધુ ટ્રેનોના સમયમાં કરાયા ફેરફાર, કરો એક નજર નવી યાદી ઉપર
ગુજરાતમાંથી પસાર થતી ટ્રેનો માટે કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે જે તમારા ધ્યાને નહિ હોય તો તમારી ટ્રેન છૂટી શકે છે.ભારતીય રેલવેના પશ્ચિમ રેલવે(Western Railway) ઝોને મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેના વિવિધ સ્ટેશનો પર ઘણી વિશેષ ટ્રેનોના સ્ટોપેજના સમયને બદલવાનો નિર્ણય કર્યો છે.
જો તમે આગામી દિવસોમાં રેલવેમાં મુસાફરી કરવા વિચારી રહ્યા છો તો આપણા માટે અગત્યના સમાચાર છે. ગુજરાતમાંથી પસાર થતી ટ્રેનો માટે કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે જે તમારા ધ્યાને નહિ હોય તો તમારી ટ્રેન છૂટી શકે છે.ભારતીય રેલવેના પશ્ચિમ રેલવે(Western Railway) ઝોને મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેના વિવિધ સ્ટેશનો પર ઘણી વિશેષ ટ્રેનોના સ્ટોપેજના સમયને બદલવાનો નિર્ણય કર્યો છે.આ ઉપરાંત મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ આગામી સૂચના સુધી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો (Festive Special Trains)ની 7 જોડીની આવર્તન વધારી છે. પશ્ચિમ રેલવેએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે.
Western Railway has decided to revise the halt timings of several special trains at various stations over Western Railway, for the convenience of passengers.@RailMinIndia @drmbct pic.twitter.com/4zxHGRbxpA
— Western Railway (@WesternRly) September 18, 2021
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા અનુસાર આ ટ્રેનના યાત્રીઓએ બદલાવને ધ્યાને લઈ મુસાફરીનું આયોજન કરવું જોઈએ ટ્રેન નંબર 09012 અમદાવાદ-મુંબઈ ગુજરાત એક્સપ્રેસ SF સ્પેશિયલનો સમય 20.09.2021 થી શરૂ થતી મુસાફરીથી સુધારેલ છે. ટ્રેન હવે અમદાવાદથી 07.00 વાગ્યાના સ્થાને 07.05 વાગ્યે ઉપડશે અને 15.55 કલાકને બદલે 16.00 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.
ટ્રેન નંબર 09210 પુરી-વલસાડ સ્પેશિયલનો સમય 19.09.2021 થી શરૂ થતી મુસાફરી માટે ફેરફાર કરાયો છે. ટ્રેન હવે સુરત સ્ટેશન પર 10.47/10.52 કલાકને બદલે 10.57/11.02 કલાકે પહોંચશે અને 12.00 કલાકે બદલે 12.10 કલાકે વલસાડ પહોંચશે.
ટ્રેન નંબર 06588 બિકાનેર – યશવંતપુર સ્પેશિયલનો સમય 21.09.2021 થી બદલાયો છે. ટ્રેન હવે વાપી સ્ટેશન પર 12.26/12.28 કલાકને બદલે 12.32/12.34 કલાકે અને બોઇસર સ્ટેશન પર 13.07/13.09 કલાકને બદલે 13.12/13.14 કલાકે પહોંચશે અને ઉપડશે.
ટ્રેન નંબર 04806 બાડમેર – યશવંતપુર 23.09.2021 થી મુસાફરી શરૂ કરવા માટે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેન હવે વાપી સ્ટેશને 12.26/12.28 કલાકને બદલે 12.32/12.34 કલાકે પહોંચશે/ઉપડશે.
ટ્રેન નંબર 09028 જમ્મુ તવી – બાંદ્રા ટર્મિનસ 20.09.2021 થી શરૂ થતી સ્પેશિયલ ટ્રેનનો સમય બદલવામાં આવ્યો છે. ટ્રેન હવે વાપી સ્ટેશન પર 12.26/12.28 કલાકને બદલે 12.32/12.34 કલાકે અને બોરીવલી સ્ટેશન પર 14.00/14.03 કલાકને બદલે 14.05/14.08 કલાકે પહોંચશે અને ઉપડશે.
ટ્રેન નં. 02930 જેસલમેર – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલને 25.09.2021 થી નવા સમયે મુસાફરી માટે સુનિશ્ચિત કરવામાં આવી છે. ટ્રેન હવે વાપી સ્ટેશને 12.26/12.28 કલાકને બદલે 12.32/12.34 વાગ્યે અને બોરીવલી સ્ટેશન પર 14.00/14.03 કલાકને બદલે 14.05/14.08 કલાકે પહોંચશે અને બાંદ્રા ટર્મિનસ પર 14.50 કલાકને બદલે 15.00 કલાકે પહોંચશે.
ટ્રેન નંબર 02950 દિલ્હી સરાય રોહિલ્લા – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલનો સમય પણ બદલવામાં આવ્યો છે. 23.09.2021 થી શરૂ થતી ટ્રેન હવે નવા સમયે દોડશે. ટ્રેન હવે વાપી સ્ટેશન પર 12.37/12.39 કલાકને બદલે 12.40/12.42 કલાકે પહોંચશે અને ઉપડશે.
ટ્રેન નંબર 04672 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલનો સમય પણ બદલાયો છે. 21.09.2021 થી શરૂ થતી યાત્રામાં સુધારો કરવામાં આવ્યો છે. ટ્રેન હવે 16.00 કલાકને બદલે 16.10 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
આ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન વિશે જાણો >> ટ્રેન નંબર 02989 દાદર – અજમેર સુપરફાસ્ટ સ્પેશિયલ 30 જૂન 2022 સુધી અને 02990 અજમેર -દાદર સુપરફાસ્ટ સ્પેશિયલ 29 જૂન 2022 સુધી લંબાવવામાં આવશે. >> ટ્રેન નંબર 09707 બાન્દ્રા ટર્મિનસ-શ્રીગંગાનગર સ્પેશિયલ 2 જુલાઈ 2022 સુધી અને 09708 શ્રી ગંગાનગર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 30 જૂન 2022 સુધી લંબાવવામાં આવશે. >> ટ્રેન નંબર 02474 બાંદ્રા ટર્મિનસ – બિકાનેર સુપરફાસ્ટ સ્પેશિયલ 28 જૂન 2022 સુધી જયારે ટ્રેન નંબર 02473 બિકાનેર -બાંદ્રા ટર્મિન સુપરફાસ્ટ સ્પેશિયલ 27 જૂન 2022 સુધી લંબાવવામાં આવશે. >> ટ્રેન નંબર 02490 દાદર – બિકાનેર સુપરફાસ્ટ સ્પેશિયલ 29 જૂન 2022 સુધી અને 02489 બિકાનેર – દાદર સુપરફાસ્ટ સ્પેશિયલ 28 જૂન 2022 સુધી લંબાવવામાં આવશે. >> ટ્રેન નંબર 04818 દાદર – ભગત કી કોઠી સુપરફાસ્ટ સ્પેશિયલ 1 જુલાઈ 2022 સુધી અને 04817 ભગત કી કોઠી – દાદર સુપરફાસ્ટ સ્પેશિયલ 30 જૂન 2022 સુધી લંબાવવામાં આવશે. >> ટ્રેન નંબર 02940 જયપુર-પુણે સુપરફાસ્ટ સ્પેશિયલ 28 જૂન 2022 સુધી જ્યારે 02939 પુણે-જયપુર સુપરફાસ્ટ સ્પેશિયલ 29 જૂન 2022 સુધી લંબાવવામાં આવશે. >> ટ્રેન નંબર 09601 ઉદયપુર-ન્યૂ જલપાઈગુડી સ્પેશિયલ 25 જૂન 2022 સુધી લંબાવવામાં આવશે. બીજી તરફ ટ્રેન નંબર 09602 ન્યૂ જલપાઈગુડી-ઉદયપુર સ્પેશિયલ 27 જૂન 2022 સુધી લંબાવવામાં આવશે. >> ટ્રેન નંબર 02989, 09707, 02474, 02490 અને 04818 માટે બુકિંગ 20 સપ્ટેમ્બર, 2021 થી શરૂ થશે.
આ પણ વાંચો : સરકારે એરલાઇન કંપનીઓને આપી રાહત, 15 દિવસનું ભાડું નક્કી કરવા માટે અપાઈ છૂટ