Gold Price Today : આજે દુબઇમાં 1 તોલા સોનાનો ભાવ 43804 રૂપિયા, જાણો શું છે તમારા શહેરમાં આજે સોનાની કિંમત?
Gold Price Today : વર્ષ 2020ની વાત કરીએ તો MCX પર 10 ગ્રામ સોનાની કિંમત રૂ.56,200ની સર્વોચ્ચ ઊંચી સપાટીએ પહોંચી હતી.
Gold Price Today :સોનાની સાથે આજે સોના ચાંદીના ભાવ(Gold Silver Price Today)માં પણ ગઈકાલે ઘટાડો નોંધાયો હતો. જો આજના દરની વાત કરીએ તો મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે ફેબ્રુઆરી ડિલિવરી માટે સોનાની કિંમત(Gold Price Today)માં 0.06 ટકાનો મામૂલી વધારો નોંધાયો છે. બીજી તરફ ચાંદીના ભાવ(Silver Price Today)માં 0.04 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
વર્ષ 2020ની વાત કરીએ તો MCX પર 10 ગ્રામ સોનાની કિંમત રૂ.56,200ની સર્વોચ્ચ ઊંચી સપાટીએ પહોંચી હતી. ગયા વર્ષે સમાન સમયગાળામાં 56,200 રૂપિયા ભાવ પહોંચ્યો હતો. આજે MCX પર સોનું ડિસેમ્બર વાયદો રૂ 47,481 પ્રતિ 10 ગ્રામ છે, જે હજુ પણ રૂ 8,719 સસ્તું મળી રહ્યું છે.
MCX GOLD 47463.00 +12.00 (0.03%) – 10:05 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999 49128 RAJKOT 999 49149 (સોર્સ : આરવ બુલિયન)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI 48940 MUMBAI 48820 DELHI 51390 KOLKATA 49740 (સોર્સ : ગુડરિટર્ન્સ)
દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE 49030 HYDRABAD 49030 PUNE 48650 JAYPUR 49190 PATNA 48650 NAGPUR 48820 (સોર્સ : ગુડરિટર્ન્સ)
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI 43804 AMERICA 43153 AUSTRALIA 43138 CHINA 43122 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)
મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા સોનાના રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.
22 અને 24 કેરેટ વચ્ચે શું તફાવત છે 24 કેરેટ સોનું 99.9% શુદ્ધ છે અને 22 કેરેટ લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, ઝીંક જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે પરંતુ તેના ઘરેણાં બનાવી શકાતા નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.
આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો તમને જણાવી દઈએ કે હવે જો તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.