મહારાષ્ટ્ર અને બંગાળે એલન મસ્કને બિઝનેસ કરવા આપ્યું આમંત્રણ, ટેસ્લાના સીઈઓએ ભારતમાં બિઝનેસ સંબંધિત પડકારોની કરી હતી વાત

મહારાષ્ટ્રના જળ સંસાધન મંત્રી જયંત પાટીલે રવિવારે ટેસ્લાના (Tesla) સીઈઓ એલન મસ્કને (Elon Musk) રાજ્યમાં ઈલેક્ટ્રિક કારનું ઉત્પાદન સ્થાપવાની ઓફર કરી હતી.

મહારાષ્ટ્ર અને બંગાળે એલન મસ્કને બિઝનેસ કરવા આપ્યું આમંત્રણ, ટેસ્લાના સીઈઓએ ભારતમાં બિઝનેસ સંબંધિત પડકારોની કરી હતી વાત
elon musk
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 4:52 PM

મહારાષ્ટ્રના જળ સંસાધન મંત્રી જયંત પાટીલે રવિવારે ટેસ્લાના (Tesla) સીઈઓ એલન મસ્કને (Elon Musk) રાજ્યમાં ઈલેક્ટ્રિક કારનું ઉત્પાદન સ્થાપવાની ઓફર કરી હતી. અગાઉ, તેલંગાણાના ઉદ્યોગ અને વાણિજ્ય પ્રધાન કેટી રામારાવે તેમને રાજ્યમાં બીઝનેસ સ્થાપવા આમંત્રણ આપ્યું હતું. મસ્કને તેમના ટ્વિટમાં પાટીલે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર ભારતના સૌથી પ્રગતિશીલ રાજ્યોમાંનું એક છે. તેમણે વધુમાં કહ્યું કે, તેઓ ભારતમાં સ્થાપિત થવા માટે મસ્કને જરૂરી તમામ મદદ કરશે. મહારાષ્ટ્રના મંત્રીએ કહ્યું કે, તેઓ મસ્કને મહારાષ્ટ્રમાં તેમનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા આમંત્રણ આપે છે. મસ્કએ 13 જાન્યુઆરીએ ટ્વિટ કર્યું હતું કે, ભારતમાં તેની કાર લોન્ચ કરવાને લઈને કંપની ઘણા પડકારોનો સામનો કરી રહી છે.

પશ્ચિમ બંગાળે ટેસ્લાના સીઈઓને પણ આમંત્રણ આપ્યું છે

આ ઉપરાંત પશ્ચિમ બંગાળ સરકારે પણ ટેસ્લાને રાજ્યમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા આમંત્રણ આપ્યું છે. તમને જણાવી દઈએ કે, મસ્કને એક યુઝર દ્વારા પૂછવામાં આવ્યું હતું કે, શું દેશમાં ટેસ્લાના લોન્ચ પર કોઈ અપડેટ છે. મસ્ક વર્ષ 2019 થી ભારતમાં તેની કાર માટે કામ કરી રહ્યો છે. અમેરિકન ઈલેક્ટ્રિક કારના ક્ષેત્રમાં મસ્ક અને કેન્દ્ર સરકાર વચ્ચે સ્થાનિક ફેક્ટરીને લઈને વાતચીત અટવાઈ ગઈ છે. આ અંગે એવો પણ વિવાદ છે કે, દેશમાં આયાત ડ્યૂટી 100 ટકા જેટલી વધી ગઈ છે.

મસ્કના ટ્વીટને કારણે કેન્દ્ર સરકારની આકરી ટીકા થઈ છે. ટેસ્લા ભારતમાં કારોને શૂન્ય ડ્યુટી સાથે CKD (કમ્પ્લીટલી નોક્ડ ડાઉન) સ્વરૂપમાં લાવીને એસેમ્બલ અને વેચી શકે છે. ભારતે ઓટો સેક્ટર માટે PLI સ્કીમ પણ લાગુ કરી છે. જેમાં ખાસ કરીને ઈલેક્ટ્રીક વાહનો માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ હેઠળ, જો ટેસ્લા ભારતમાં ઉત્પાદન કરે છે, તો તેને લાભ મળશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મસ્કે શું ટ્વિટ કર્યું?

મસ્કે ગયા મહિને ટ્વીટ કર્યું હતું કે, ભારતમાં આયાત જકાત વિશ્વની સૌથી વધુ છે અને દેશ સ્વચ્છ ઉર્જા વાહનોને પેટ્રોલ વાહનોની સમકક્ષ જુએ છે, જે તેના આબોહવા લક્ષ્યોને અનુરૂપ નથી. તેમણે કહ્યું કે, ભારતમાં ફેક્ટરી સ્થાપવાની અપેક્ષા રાખી શકાય જો કેલિફોર્નિયા સ્થિત કાર નિર્માતા પહેલા વાહનોની આયાત કરે અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરે.

ટેસ્લા દ્વારા આયાતી ઇલેક્ટ્રિક વાહનો પર ટેક્સ ઘટાડવાની માંગને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. ફોક્સવેગન એજી અને હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડની ભારતીય શાખાએ આ પગલાને સમર્થન આપ્યું છે. જ્યારે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે ઓછી સ્થાનિક ડ્યૂટી સાથે આયાત પરની ડ્યૂટીની સમીક્ષા કરવાનું કહ્યું છે.

આ પણ વાંચો: LPG સિલિન્ડરના વજનમાં ઘટાડો કરવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, જાણો શું છે કારણ

આ પણ વાંચો: AGS Transact IPO : આવી રહી છે વર્ષ 2022 ની પહેલી કમાણીની તક, જાણો વિગતવાર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">