AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઇન્ડિયાબુલ્સ કોમર્શિયલ ક્રેડિટ લિમિટેડનો NCD ટ્રેન્ચ ઇસ્યુ ખુલ્યો, જાણો શું છે કુપન રેટ અને સંપૂર્ણ વિગતો

આ ટ્રેન્ચ I ઇસ્યુ Rs 100 કરોડનું બેઝ ઇસ્યુ કદ ધરાવે છે જેમાં Rs 100 કરોડ સુધીના ઓવરસબ્સ્ક્રિપ્શનને જાળવવાનો વિકલ્પ છે, કુલ મળીને Rs 200 કરોડના એનસીડી યોજી રહી છે. જેની શેલ્ફ મર્યાદા રૂ. 1000 કરોડ છે.

ઇન્ડિયાબુલ્સ કોમર્શિયલ ક્રેડિટ લિમિટેડનો NCD ટ્રેન્ચ ઇસ્યુ ખુલ્યો, જાણો શું છે કુપન રેટ અને સંપૂર્ણ વિગતો
Indiabulls Commercial Credit Limited
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2023 | 5:36 PM
Share

દિલ્હીમાં હેડક્વાર્ટર સ્થિત, ઇન્ડિયાબુલ્સ કોમર્શિયલ ક્રેડિટ લિમિટેડ (ICCL) એક નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની (NBFC) છે જેના દ્વારા પ્રત્યેકની રૂ. 1000 કિંમત (NCD) વાળા સુરક્ષિત, રીડમ કરી શકાય તેવા, નોન-કન્વર્ટિબલ ડેબન્ચરના પબ્લિક ઇસ્યુની જાહેરાત કરવામાં આવી છે. ટ્રેન્ચ I ઇસ્યુ, 05 જાન્યુઆરી 2023ના રોજ ખુલવામાં આવ્યો છે  અને આ ઇસ્યુ 27 જાન્યુઆરી 2023ના રોજ બંધ થશે.

આ ટ્રેન્ચ I ઇસ્યુ Rs 100 કરોડનું બેઝ ઇસ્યુ કદ ધરાવે છે જેમાં Rs 100 કરોડ સુધીના ઓવરસબ્સ્ક્રિપ્શનને જાળવવાનો વિકલ્પ છે, કુલ મળીને Rs 200 કરોડના એનસીડી યોજી રહી છે. જેની શેલ્ફ મર્યાદા રૂ. 1000 કરોડ છે. ટ્રેન્ચ I ઇસ્યુ 9.05% પ્રતિ વર્ષથી લઇને 10.30% પ્રતિ વર્ષ સુધીના કૂપન દરો સાથે વિવિધ સિરિઝના NCDનું સબ્સ્ક્રિપ્શન કરવાની ઓફર આપે છે.

પ્રસ્તાવિત NCDનું BSE અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ પર લિસ્ટિંગ કરશે. આ NCDને CRISIL રેટિંગ્સ લિમિટેડ દ્વારા “CRISIL AA/સ્થિર” અને ICRA લિમિટેડ દ્વારા “[ICRA]AA (સ્થિર)” રેટિંગ આપવામાં આવ્યું છે.

કોને કેટલી યિલ્ડ મળશે

ટ્રેન્ચ I ઇસ્યુ હેઠળના NCDમાં 24 મહિના (સિરિઝ I, II, III), 36 મહિના (સિરિઝ IV, V, VI) અને 60 મહિના (સિરિઝ VII, VIII)નો મેચ્યોરિટી પિરિયડ છે. કેટગરી I (સંસ્થાગત રોકાણકારો) અને કેટેગરી II (બિન-સંસ્થાગત રોકાણકારો)માં NCD ધારકો માટે અસરકારક યીલ્ડ 9.39%થી 10.30% પ્રતિ વર્ષની રેન્જમાં છે અને કેટગરી III (હાઈ નેટવર્થ વ્યક્તિગત રોકાણકારો) અને કેટેગરી IV (રિટેઇલ વ્યક્તિગત રોકાણકારો)માં NCD ધારકો માટે અસરકારક યીલ્ડ (વાર્ષિક) 9.79% પ્રતિ વર્ષથી 10.30% પ્રતિ વર્ષની રેન્જમાં છે.

NCD માટે વ્યાજની ચુકવણીના માધ્યમ વાર્ષિક, માસિક અથવા સંચિત છે.જે રોકાણકાર દ્વારા પસંદ કરાયેલી સિરિઝ મુજબ રહેશે. કેટેગરી I (સંસ્થાગત રોકાણકારો) અને કેટેગરી II (બિન-સંસ્થાગત રોકાણકારો)માં NCD ધારકો માટે પાકતી મુદતની રકમ Rs 1,000 થીRs 1,315.10 પ્રતિ NCDની રેન્જમાં છે અને કેટગરી III (ઉચ્ચ નેટવર્થ વ્યક્તિગત રોકાણકારો) અને કેટેગરી IV (રિટેઇલ વ્યક્તિગત રોકાણકારો)માં NCD ધારકો માટે પાકતી મુદતની રકમ 1,000 થીRs 1,333.20 પ્રતિ NCD છે. ટ્રેન્ચ I ઇસ્યુમાં 36 મહિના (સિરિઝ IV અને સિરિઝ VI) અને 60 મહિના (સિરિઝ VII અને સિરિઝ VIII) હેઠળની વાર્ષિક ચુકવણીઓ દ્વારા ફેસ વેલ્યુ મુજબ તબક્કાવાર રિડમ્પશનનો વિકલ્પ ધરાવે છે.

એનસીડી લાવવા પાછળનો હેતુ

ટ્રેન્ચ I ઇસ્યુના ખર્ચને પહોંચી વળ્યા પછી, ટ્રેન્ચ I ઇસ્યુમાંથી થનારી ચોખ્ખી આવકના, ઓછામાં ઓછા 75%નો ઉપયોગ આગળના ધિરાણ, ફાઇનાન્સિંગ અને કંપનીના હાલના દેવાના વ્યાજ અને મુદ્દલની ચુકવણી માટે કરવામાં આવશે અને 25% સુધીની રકમ જનરલ કોર્પોરેટ હેતુઓ માટે ખર્ચવામાં આવશે.

30 સપ્ટેમ્બર, 2022 ના રોજ પૂરા થયેલા છ મહિના માટે, ICCLએ Rs 937.11 કરોડની કુલ આવક પર Rs 236.90 કરોડનો PAT નોંધાવ્યો હતો જ્યારે અગાઉના નાણાકીય વર્ષોના સમાન સમયગાળામાં આ આંકડો અનુક્રમે, Rs 859.60 કરોડ અને Rs 268.53 કરોડ નોંધાયો હતો.

ભાષા ઇનપુટ

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">