આ છે શેર માર્કેટનું ‘થર્મોમીટર’ પહેલા જ જણાવી દે છે બજારની સ્થિતી
ઈન્ડિયા વિક્સ ઈન્ડેક્સની મૂવમેન્ટ પહેલાથી જ કહી દે છે કે શેરબજાર કઈ દિશામાં આગળ વધશે. જ્યારે આ ઇન્ડેક્સ વધે છે ત્યારે તે દર્શાવે છે કે રોકાણકારો નર્વસ છે. જો આ ઇન્ડેક્સ 15 ની આસપાસ હોય, તો એવું માનવામાં આવે છે કે બજારમાં પ્રવૃત્તિઓ સંતુલિત છે. આવો વધારે જાણીએ બજારના આ 'થર્મોમીટર' વિશે

લોકસભાના ચૂંટણી પરિણામો આવી ગયા છે, ભાજપને સ્પષ્ટ બહુમત ન મળતા 4 જુને શેરબજારમાં કડાકો જોવા મળ્યો હતો. રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા, હવે આવા સમયે સવાલ થાય કે શું અગાઉ જાણવા મળે કે બજારની આવનારી સ્થિતી શું હશે? તો જવાબ છે હા, ખાસ કરીને રિટેલ રોકાણકારોને ડર છે કે આગામી દિવસોમાં માર્કેટમાં શું થશે. આવા રોકાણકારો માટે, India VIX (NIFTY VIX)ઇન્ડેક્સ ખૂબ જ ઉપયોગી છે, જે ભારતીય શેરબજાર માટે થર્મોમીટર તરીકે કામ કરે છે.
આ રીતે માર્કેટનું સ્વાસ્થ્ય જાણી શકાય છે
ઈન્ડિયા વિક્સ ઈન્ડેક્સ જણાવે છે કે બજાર કેટલું અસ્થિર રહેશે. તેનું પૂરું નામ વોલેટિલિટી ઈન્ડેક્સ Voltility Index છે. જ્યારે આ ઇન્ડેક્સ વધે છે ત્યારે તે દર્શાવે છે કે રોકાણકારો નર્વસ છે. જો આ ઇન્ડેક્સ 15 ની આસપાસ હોય, તો એવું માનવામાં આવે છે કે બજારમાં પ્રવૃત્તિઓ સંતુલિત છે. 15 ની નીચેનો ઇન્ડેક્સ બજારમાં આગામી ઉછાળો સૂચવે છે, જ્યારે બીજી તરફ, તે જેટલું ઊંચું જાય છે, તેટલી તીવ્ર ઘટાડાની શક્યતા વધારે છે.
આ સમયે ઓલ ટાઇમ હાઇ હતો India VIX
ઈન્ડિયા વિક્સની ઓલ ટાઇમ હાઇ 92.53 પોઈન્ટ છે,આ સમય નવેમ્બપ 2008 નો છે. તે સમયે આખું વિશ્વ આર્થિક મંદીની ઝપેટમાં હતું અને વૈશ્વિક નાણાકીય કટોકટીએ બજારોનું સ્વાસ્થ્ય બગાડ્યું હતું. તે પછી, માર્ચ 2020 માં, ઇન્ડિયા વિક્સ 70 ને પાર કરી ગયો. તે સમયે ભારતમાં કોરોના મહામારીની પ્રથમ લહેર શરૂ થઈ ગઈ હતી. મહામારીને અંકુશમાં લેવા માટે, સરકારે સમગ્ર દેશમાં લોકડાઉન લાદી દીધું હતું.જેની અસર બજાર પર પણ જોવા મળી હતી.
ઈન્ડિયા વિક્સ ઈન્ડેક્સની મૂવમેન્ટ
ઈન્ડિયા વિક્સ ઈન્ડેક્સની મૂવમેન્ટ પહેલાથી જ કહી દે છે કે શેરબજાર કઈ દિશામાં આગળ વધશે. છેલ્લા એક મહિનામાં ઈન્ડિસા વિક્સ ઈન્ડેક્સ લગભગ 26 પોઇન્ટ પર પહોંચી ગયો છે. તેનો 52 વીક હાઇ 31.71 છે અને 52 વીક લો 8.40 છે, ચૂંટણીના અસ્થિર પરિણામોને કારણે બજારની સ્થિતી ડામાડોળ છે, જેને કારણે આજે 18.88 પર બંધ થયો હતો ઈન્ડિયા વિક્સ ઈન્ડેક્સ.