વધતા જતા કોરોના સંકટને લીધે આ દેશ ભારતને ‘RED LIST’ માં મૂક્યું, ભારતીયો માટે પ્રવેશબંધી ફરમાવાઈ
ભારતમાં કોરોનાCorona)ના વધતા જતા કેસો અને વાયરસના નવા વેરિએન્ટમાં ઝડપી વૃદ્ધિ વચ્ચે બ્રિટને(Britain) ભારતીયોના આગમન પર પ્રતિબંધ લગાવ્યો છે. સરળ શબ્દોમાં કહીએ તો બ્રિટને ભારતને ટ્રાવેલ રેડ લિસ્ટ(Travel Red List)માં મૂક્યું છે.

ભારતમાં કોરોનાCorona)ના વધતા જતા કેસો અને વાયરસના નવા વેરિએન્ટમાં ઝડપી વૃદ્ધિ વચ્ચે બ્રિટને(Britain) ભારતીયોના આગમન પર પ્રતિબંધ લગાવ્યો છે. સરળ શબ્દોમાં કહીએ તો બ્રિટને ભારતને ટ્રાવેલ રેડ લિસ્ટ(Travel Red List)માં મૂક્યું છે. આનો અર્થ એ છે કે આ સમયે કોઈ પણ ભારતીય નવી સૂચના સુધી બ્રિટન પ્રવાસ કરી શકશે નહીં. બ્રિટને કોરોનાના તાજેતરના કેસોમાં ભારે ઉછાળાને ધ્યાનમાં રાખીને ભારત પર સખત મુસાફરી પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધો છે. યુકેના વડા પ્રધાન બોરિસ જોન્સન(Boris Johnson)ની નવી દિલ્હી મુલાકાત રદ થયાના કેટલાક કલાકો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બ્રિટિશ આરોગ્ય પ્રધાન મેટ હેનકોકે(Matt Hancock) કહ્યું કે ભારતને યુકે દેશોની રેડ લિસ્ટમાં સામેલ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે દેશમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટના 103 કેસ નોંધાયા બાદ ભારતને ટ્રાવેલ રેડ લિસ્ટમાં ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારતમાં સતત બીજા દિવસે અઢી લાખથી વધુ નવા કોરોના કેસ નોંધાયા તેમણે કહ્યું હતું કે બ્રિટન અને આઇરિશ લોકો સિવાય ભારતમાંથી કોઈપણ વ્યક્તિ પર પ્રતિબંધ લાદવામાં આવી રહ્યો છે, પરત ફરતી વખતે સરકાર દ્વારા માન્ય હોટેલમાં આ લોકોને પણ 10 દિવસ અલગ રહેવું પડશે. સતત બીજા દિવસે ભારતમાં 2.5 લાખથી વધુ નવા કોરોના કેસ નોંધાયા છે. કોરોના વાયરસની બીજી લહેરને જોતા બોરીસ જોહ્ન્સનનો ભારત પ્રવાસ ફરી એક વખત મુલતવી રાખવામાં આવ્યો છે. તેઓ આવતા અઠવાડિયે ભારતની મુલાકાતે આવવાના હતા. જોહ્ન્સનનો ભારત પ્રવાસ 26 એપ્રિલથી શરૂ થવાનો હતો. આમાં યુકે-ભારત વેપાર ભાગીદારીની બાબતો શામેલ હતી.
જોન્સને બે વખત ભારત આવવાની યોજના રદ કરી છે. આ અગાઉ 26 જાન્યુઆરીએ બોરિસને પ્રજાસત્તાક દિનના મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા પરંતુ તેમણે બ્રિટનમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા તેમની મુલાકાત રદ કરી હતી. આ રીતે જોહ્ન્સને સતત બે વાર ભારત આવવાની તેમની યોજનાને રદ કરી દીધી છે. બ્રિટિશ વડા પ્રધાને ભારતમાં કોવિડ -19 ની વર્તમાન સ્થિતિને કારણે તેમના પ્રવાસનો સમયગાળો ઘટાડ્યો હતો.