ભારતનો એક નિર્ણય અને પાકિસ્તાનનો આ બિઝનેસ થઈ ગયો બરબાદ, હવે ગલીએ ગલીએ શોધી રહ્યા છે ખરીદદાર
પાકિસ્તાન હિમાલયન પિન્ક સોલ્ટના વિશ્વના સૌથી મોટા ઉત્પાદકો અને નિકાસકારોમાંનું એક છે. પંજાબ પ્રાંતમાં સ્થિત ખેવરામાં પાકિસ્તાનની સૌથી મોટી રોક સોલ્ટની ખાણ છે અને તેના 30 પ્રોસેસિંગ યુનિટ છે.

ભારતમાં રોક સોલ્ટની એક ખાસ જાત ‘હિમાલયન રોક સોલ્ટ’ ની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ, પાકિસ્તાનના સ્થાનિક વેપારીઓ હવે નવા બજારો શોધવા લાગ્યા છે. 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેના વેપાર સંબંધો સંપૂર્ણપણે તોડી નાખ્યા છે. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા.
પાકિસ્તાન રોક સોલ્ટની આ ખાસ જાતના વિશ્વના સૌથી મોટા ઉત્પાદકો અને નિકાસકારોમાંનું એક છે. પંજાબ પ્રાંતમાં સ્થિત ખેવરામાં પાકિસ્તાનની સૌથી મોટી રોક સોલ્ટની ખાણ છે અને તેના 30 પ્રોસેસિંગ યુનિટ છે. પાકિસ્તાને વર્ષ 2024માં કુલ 3,50,000 ટન રોક સોલ્ટની નિકાસ કરી હતી, જેની કિંમત $120 મિલિયન હોવાનો અંદાજ છે.
આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સાથેના સંબંધો તૂટી ગયા
પહલગામ આતંકવાદી હુમલા પછી લાદવામાં આવેલા વેપાર પ્રતિબંધથી આ રોક સોલ્ટના નિકાસકારોને ફટકો પડ્યો છે, જેની ભારતમાં ખૂબ માંગ છે. રોક સોલ્ટ અને સંબંધિત ઉત્પાદનોના નિકાસકાર ઘની ઇન્ટરનેશનલના વરિષ્ઠ ડિરેક્ટર મન્સૂર અહેમદે જણાવ્યું હતું કે, ભારત પાકિસ્તાનમાંથી આ રોક સોલ્ટનો સૌથી મોટો આયાતકાર રહ્યો છે. આ પ્રતિબંધનો અર્થ એ છે કે તે દેશમાં કોઈ નિકાસ થતી નથી.
મન્સૂરે દાવો કર્યો હતો કે, ઘણા વર્ષોથી ભારતીય આયાતકારો પાકિસ્તાનમાંથી કાચા રોક સોલ્ટની આયાત કરી રહ્યા છે અને પછી તેને પ્રોસેસ કરીને પેક કરવામાં આવે છે અને ઊંચા ભાવે ભારતીય ઉત્પાદન તરીકે અન્ય દેશોમાં વેચવામાં/નિકાસ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે ભારત પાકિસ્તાન અને ચીન સાથે મીઠાના ટોચના ત્રણ નિકાસકારોમાંનો એક છે. પરંતુ ભારત કે ચીન નહીં, ફક્ત પાકિસ્તાન જ હિમાલયન રોક સોલ્ટનું ઉત્પાદન કરે છે.
પાકિસ્તાનીઓ જૂઠું બોલવામાં નિષ્ણાત છે
પાકિસ્તાની નિકાસકારો આ પ્રતિબંધ અંગે ચિંતિત નથી, કારણ કે તેઓ તેમાં આશાનું કિરણ જુએ છે. પાકિસ્તાન સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (SMAP) ના વડા સાયમા અખ્તરે જણાવ્યું હતું કે પાકિસ્તાનના રોક સોલ્ટની વૈશ્વિક સ્તરે પહેલેથી જ ખૂબ માંગ છે કારણ કે તેના ઘણા સ્વાસ્થ્ય લાભો છે.
તેમણે કહ્યું, જ્યારે અમે ભારતમાં મીઠું નિકાસ કરતા હતા, ત્યારે ભારતીય છૂટક બજારમાં તે 45 થી 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતું હતું. હવે તે 70 થી 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. રોક સોલ્ટના અગ્રણી ઉત્પાદક અને નિકાસકાર ઇત્તેફાક કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) શહઝાદ જાવેદે જણાવ્યું હતું કે 2025 ના પ્રથમ ક્વાર્ટરમાં પાકિસ્તાન દ્વારા ચીનમાં રોક સોલ્ટની નિકાસમાં વધારો થયો છે.
હવે શેરી-શેરી શોધી રહ્યા છે ખરીદદારો
જાવેદે કહ્યું કે માર્ચ ક્વાર્ટરમાં, 18.3 લાખ ડોલરના મૂલ્યનું લગભગ 136.4 કરોડ કિલો મીઠું ચીનમાં નિકાસ કરવામાં આવ્યું હતું, જે 2024 ના સમાન સમયગાળા કરતા 40 ટકા વધુ છે. તેમણે કહ્યું, અમે હવે અમેરિકા, વિયેતનામ, ચીન, મલેશિયા, ઓસ્ટ્રેલિયા, તુર્કી, નેધરલેન્ડ, ઇટાલી, બ્રિટન, જર્મની, બ્રાઝિલ, UAE, જાપાન, સિંગાપોર, ચિલી, દક્ષિણ આફ્રિકા, રશિયામાં નિકાસ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ બધા રોક સોલ્ટના મુખ્ય આયાતકાર છે.