AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax Rules : શું તમે જાણો છો કે તમે કાર લોન પર પણ ટેક્સમાં છૂટ મેળવી શકો છો, જાણો કેવી રીતે મળશે લાભ

ધારો કે, જો તમારી વાર્ષિક આવક રૂ. 10 લાખ છે અને તમે કાર લોન માટે બેંકને વાર્ષિક 70 હજાર વ્યાજ ચૂકવો છો તો આવક ની ગણતરી રૂ.૯.૩૦ લાખ પર ગણવાની રહેશે તેમાં ઇંધણ અને ડિપ્રેશિએશન ખર્ચનો સમાવેશ થશે નહીં.

Income Tax Rules  : શું તમે જાણો છો કે તમે કાર લોન પર પણ ટેક્સમાં છૂટ મેળવી શકો છો, જાણો કેવી રીતે મળશે લાભ
કાર લોનનું વ્યાજ કરમાફી તરીકે ક્લેઇમ કરી શકાય છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2022 | 8:15 AM
Share

કાર(Car)ને લક્ઝરી પ્રોડક્ટ ગણવામાં આવે છે અને સામાન્ય રીતે તેની લોન પર (Income Tax)ટેક્સમાં છૂટ મળતી નથી. જો કે તમે જો વ્યવસાયિક છો અથવા તમારા વ્યવસાય માટે કારનો ઉપયોગ કરો છો તો તમે રિટર્ન ફાઇલ કરતી વખતે ટેક્સ કપાત(Tax Exemption)નો દાવો કરી શકો છો.કર્મચારીઓ(Employee)ને આના પર ટેક્સમાં છૂટ મળતી નથી. ક્લિયરના સ્થાપક અને સીઈઓ અર્ચિત ગુપ્તા કહે છે કે જો તમે કાર લોન(Car Loan) પર ટેક્સ કપાતનો દાવો કરવા માંગતા હો તો તેમાં મહત્વપૂર્ણ છે કે તે કાર નો ઉપયોગ વ્યવસાયિક હેતુઓ માટે કરવામાં આવે તે જરૂરી છે.

દાખલ તરીકે જો તમે કાર ભાડેથી ચલાવો છો અથવા ટ્રાવેલ એજન્સીમાં ઉપયોગ કરો છો કે પછી તમારો પોતાનો વ્યવસાય ચલાવો છો અથવા તમે પ્રોફેશનલ છો તો પણ તમે કાર લોન પર વાર્ષિક ચૂકવવામાં આવતા વ્યાજની બરાબર કર કપાતનો દાવો કરી શકો છો. આ માટે ચૂકવવામાં આવેલ વ્યાજની રકમ રિટર્ન ફાઇલ કરતી વખતે વ્યવસાયની કિંમત તરીકે દર્શાવવાની રહેશે.

ફ્યુલ અને જાળવણીના ખર્ચ પર પણ છૂટ મળે છે

માત્ર કાર લોન પરનું વ્યાજ જ નહીં પરંતુ વાર્ષિક ઉપયોગમાં લેવાતા ઈંધણ અને કારની જાળવણી પર થતા ખર્ચને પણ આવકવેરા કપાતમાં સામેલ કરી શકાય છે. આ ઉપરાંત તમે ડિપ્રેશિએશન ખર્ચ એટલે કે કારની ખરીદી કિંમતમાં વાર્ષિક ધોરણે ઘટાડો કરવા પર છૂટ મેળવી શકો છો. જો કે ઇંધણની માત્ર ચોક્કસ રકમ જ કર કપાતપાત્ર છે અને ડિપ્રેશિએશન ખર્ચ કારના મૂલ્યના વાર્ષિક 15-20% સુધી છે.

ધારો કે જો તમારી વાર્ષિક આવક રૂ. 10 લાખ છે અને તમે કાર લોન માટે બેંકને વાર્ષિક 70 હજાર વ્યાજ ચૂકવો છો તો આવક ની ગણતરી રૂ ૯.૩૦ લાખ પર ગણવાની રહેશે તેમાં ઇંધણ અને ડિપ્રેશિએશન ખર્ચનો સમાવેશ થશે નહીં.

આ બાબતોનું ધ્યાન રાખો

  • જો કારનો ઉપયોગ વ્યવસાયિક હેતુ માટે ન થયો હોય તો આવકવેરા અધિકારી દાવાને રદ કરી શકે છે.
  •  દાવા માટે બેંક પાસેથી વ્યાજ પ્રમાણપત્ર મેળવવાની ખાતરી કરો. આવકવેરા વિભાગ વેરિફિકેશન તરીકે આ પ્રમાણપત્ર માંગી શકે છે.
  • કાર સંબંધિત વ્યવસાય અથવા તેના માલિકના નામે નોંધાયેલ હોવી આવશ્યક છે.
  • દાવાઓમાં આયકર ના જરૂરી નિયમો ની સાવધાની રાખો

કર અને રોકાણ સલાહકાર બળવંત જૈન કહે છે કે કરદાતાઓએ ધ્યાનમાં રાખવું પડશે કે દાવા સમયે આવકવેરા વિભાગ પુરાવા માંગી શકે છે કે કારનો બિઝનેસમાં ઉપયોગ થયો છે. જો કોઈએ ખોટો દાવો કર્યો હોય તો માત્ર દાવો નકારી કાઢવામાં આવશે એટલું જ નહીં આવકવેરા વિભાગ કાયદાકીય કાર્યવાહી પણ કરી શકે છે. કરદાતા માટે રિટર્ન ફાઇલ કરતી વખતે તમામ જરૂરી દસ્તાવેજોનો ઉલ્લેખ કરવો ખુબ જરૂરી છે.

આ પણ વાંચો : MONEY9: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે લાર્જ-કેપ, મિડ-કેપની ચિંતા છોડો મલ્ટિ-કેપ અજમાવો !

આ પણ વાંચો : MONEY9: શેરબજારમાંથી થતી કમાણી પરનો ટેક્સ બચાવવો છે? જાણો ટિપ્સ આ વીડિયોમાં

Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">