MONEY9: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે લાર્જ-કેપ, મિડ-કેપની ચિંતા છોડો મલ્ટિ-કેપ અજમાવો !

MONEY9: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે લાર્જ-કેપ, મિડ-કેપની ચિંતા છોડો મલ્ટિ-કેપ અજમાવો !

Divyesh Nagar
| Edited By: | Updated on: Mar 10, 2022 | 5:23 PM

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનાર હંમેશા મુંઝવણમાં હોય છે. તેને ખબર નથી પડતી કે બજારમાં ઉપલબ્ધ ઢગલાબંધ લાર્જ-કેપ, મિડ-કેપ, સ્મોલ-કેપ અને બેલેન્સ્ડ-ફંડમાંથી શેમાં રોકાણ કરવું? વાસ્તવમાં આ મૂંઝવણ દૂર કરશે મલ્ટિ-કેપ ફંડ.

તમને ખબર છે કે, શેરબજાર (STOCK MARKET)માં રોકાણ કરવા માટે મ્યુચ્યુઅલ ફંડ (MUTUAL FUND) શ્રેષ્ઠ વિકલ્પ છે પરંતુ આ મ્યુચ્યુઅલના માર્કેટમાં કયું ફંડ ખરીદવું તે મૂંઝવણ હજુ દૂર થઈ નથી. અહીં તો લાર્જ-કેપ, મિડ-કેપ, સ્મોલ-કેપ અને બેલેન્સ્ડ-ફંડ જેવા ઢગલો ફંડ છે. વાસ્તવમાં આ મૂંઝવણ દૂર કરવા માટે જ માર્કેટમાં મલ્ટિ-કેપ ફંડ (MULTI CAP FUND) ઉપલબ્ધ છે. આ એવા ડાઈવર્સિફાઈડ ઈક્વિટી ફંડ હોય છે, જે અલગ-અલગ પ્રકારના માર્કેટ-કેપ ધરાવતી કંપનીઓના શેરમાં રોકાણ કરે છે. એટલે કે, એક જ ફંડમાં રોકાણ કરીને તમને ઘણા પ્રકારની કંપનીઓમાં રોકાણની તક મળે છે.

મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોમાં હવે મલ્ટિ-કેપ ફંડ લોકપ્રિય થઈ રહ્યાં છે, કારણ કે તેમાં લવચીકતા વધારે છે. તેના ફંડ મેનેજર પાસે તમામ પ્રકારના શેરમાં પોતાની પસંદ અને વિશ્લેષણ અનુસાર વધારે કે ઓછું રોકાણ કરવાની સ્વતંત્રતા હોય છે. સેબીના એક અનુમાન પ્રમાણે, અગાઉ મહત્તમ ફંડ હાઉસ 70-80 ટકા રોકાણ લાર્જ-કેપમાં કરતા હતા. આથી, અન્ય કેટેગરીમાં તેમનું રોકાણ ઓછું રહેતું હતું. માર્કેટ-કેપની કોઈ મર્યાદા ન હોવાથી આ ફંડ્સમાં રોકાણકારોનું આકર્ષણ પણ ઓછું હતું પરંતુ સેબીએ મલ્ટિ-કેપ ફંડ પર એક નવો અંકુશ મૂક્યો.

આ નિયમ જાન્યુઆરી 2021થી અમલમાં આવ્યો. સેબીએ ફંડ હાઉસિસને સૂચના આપી કે, તેઓ ઓછામાં ઓછું 25-25 ટકા રોકાણ લાર્જ, મિડ અને સ્મોલ-કેપમાં કરે જ્યારે બાકીનું 25 ટકા રોકાણ તેઓ પોતાની પસંદ પ્રમાણે કોઈ પણ ફંડમાં કરી શકે છે. છેલ્લાં કેટલાક મહિનાથી ઘણા ફંડ હાઉસે મલ્ટિ-કેપ ફંડ લોન્ચ કર્યા છે. જેના કારણે રોકાણકારોમાં તેના પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.

આ પણ જુઓ

મ્યુચ્યુઅલ ફંડમાં ELSS એટલે શું? લૉક-ઈન પીરિયડનો નિયમ શું છે?

આ પણ જુઓ

ટાર્ગેટ મેચ્યોરિટી ફંડમાં શું રોકાણ કરવું જોઇએ, તે FDથી અલગ કેવી રીતે હોય છે?

g clip-path="url(#clip0_868_265)">