Income Tax Return : Nil Return કોણ ફાઇલ કરી શકે છે અને તેના ફાયદા શું છે? સમજો વિગતવાર

Nil Tax Return: ITR ફાઇલ કરવાની સમયમર્યાદા માટે ગણતરીના દિવસો બાકી(ITR Filing Last Date) છે. ઈન્કમ ટેક્સ રિટર્ન(Income Tax Return) 31 જુલાઈ 2023 સુધી ફાઈલ કરવા સૂચના આપવામાં આવી છે. તેથી છેલ્લી તારીખની રાહ જોયા વગર ITR વહેલી તકે ફાઈલ કરવામાં આવે તે હિતાવહ ગણાશે.

Income Tax Return : Nil Return કોણ ફાઇલ કરી શકે છે અને તેના ફાયદા શું છે? સમજો વિગતવાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2023 | 8:20 AM

Nil Tax Return: ITR ફાઇલ કરવાની સમયમર્યાદા માટે ગણતરીના દિવસો બાકી(ITR Filing Last Date) છે. ઈન્કમ ટેક્સ રિટર્ન(Income Tax Return) 31 જુલાઈ 2023 સુધી ફાઈલ કરવા સૂચના આપવામાં આવી છે. તેથી છેલ્લી તારીખની રાહ જોયા વગર ITR વહેલી તકે ફાઈલ કરવામાં આવે તે હિતાવહ ગણાશે. આજે અમે તમને Nil ITR અથવા ઝીરો ઈન્કમ ટેક્સ રિટર્ન(Zero Income Tax Return) વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

જો તમારી આવક આવકવેરાના કાયદા મુજબ મુક્તિ મર્યાદા હેઠળ આવે છે તો તમારે આમતો ITR ફાઇલ કરવાનું ફરજીયાત રહેતું નથી. આ બાબતે સમજવું જરૂરી છે જે આવકવેરાની મુક્તિ મર્યાદા તમે કઈ કર વ્યવસ્થા પસંદ કરો છો તેના પર ખબ મોટો આધાર રાખે છે. જો કોઈએ જૂની ટેક્સ સિસ્ટમ પસંદ કરી હોય તો મુક્તિ મર્યાદા વ્યક્તિની ઉંમર પર આધારિત છે. જો કોઈ વ્યક્તિએ નવી કર વ્યવસ્થા પસંદ કરી હોય તો ડિસ્કાઉન્ટની મર્યાદા 3 લાખ રૂપિયા છે. જો તમારી આવક મુક્તિ મર્યાદાથી ઓછી છે તો તમારે ITR ફાઈલ કરવાની જરૂર નથી પરંતુ પછી આવકવેરા રિટર્ન ફાઈલ કરવાથી તમને ઘણા ફાયદા થાય છે.

Zero ITR શું છે?

Zero ITRમાં કરદાતા પર કોઈ કર જવાબદારી નથી. એટલે કે તમારા પર કોઈ ટેક્સ લાગશે નહીં. આવા કિસ્સામાં શૂન્ય ITR ફાઇલ કરવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો જો તમારી આવક મર્યાદા કરતાં ઓછી હોય તો તમે શૂન્ય ITR ફાઇલ કરી શકો છો.

B12નો ડબલ ડોઝ! આ રીતે બાજરીના ચીલા ખાવાથી વધશે વિટામિન B12
શિયાળામાં મળતી ચીલની ભાજી ખાવાથી થાય છે અનેક લાભ
આજનું રાશિફળ તારીખ : 26-12-2024
Fenugreek Seeds : પેટની ચરબીને 20 દિવસમાં ઓગાળી દેશે આ દાણા, દરરોજ સવારે આ રીતે કરો સેવન
Basi Roti Benefits: સવારના નાસ્તામાં વાસી રોટલી ખાવાના છે ચોંકાવનારા ફાયદા, જાણો
ઘરમાં પૈસા ન ટકવાના 4 મોટા કારણ કયા છે? જાણો

Scholarship મેળવવા માટે સરળતા રહે છે

શિષ્યવૃત્તિ(scholarship) માટે અરજી કરતા વિદ્યાર્થીઓએ આવકવેરા રિટર્નનો પુરાવો સબમિટ કરવાની જરૂર પડી શકે છે. કેટલીક વિશેષ સરકારી શિષ્યવૃત્તિઓ છે. જે મુજબ પરિવારની આવક નિર્ધારિત ચોક્કસ મર્યાદાથી ઓછી હોવી જોઈએ.

વિઝા મેળવવામાં સમસ્યા ઓછી પડશે

વિઝા સત્તાવાળાઓને વિદેશમાં મુસાફરી કરવા માટે અમુક વર્ષોનો ITR જરૂરી છે. જે લોકો વિદેશ જવા માંગે છે. તેમને વિઝા આપતા પહેલા વ્યક્તિની આવક જાણવાની જરૂર છે. આ માટે એ જરૂરી બને છે વિઝા માટે અરજી કરતી વખતે અરજદાર ITR સાથે બેંકનું સ્ટેટમેન્ટ અને અન્ય નાણાકીય દસ્તાવેજો સબમિટ કરવા અનિવાર્ય હોય છે.

g clip-path="url(#clip0_868_265)">