Income Tax Refund: તમારું ઈન્કમ ટેક્સ રિફંડ નથી આવ્યું ? આ કારણો હોઈ શકે, જાણો વિગતવાર

|

Oct 17, 2023 | 6:00 PM

ઘણા લોકો હજુ આવકવેરા રિફંડની રાહ જોઈ રહ્યા છે. તમારા રિટર્નની ચકાસણી થઈ ગયા બાદ પણ તમને રિફંડ નથી મળ્યું તો તમારે ફરીથી તેને ચેક કરવાની જરૂરિયાત છે. ઈન્કમ ટેક્સના નિયમો મૂજબ નાણાકીય વર્ષ 2019-20 માટે રિટર્નની પ્રક્રિયા કરવાનો સમય 82 દિવસનો છે. નાણાકીય વર્ષ 2022-23માં આ જ પ્રક્રિયાને પૂર્ણ કરવામાં 16 દિવસનો સમય લાગ્યો હતો. હવે 2023-24 માટે આ સમય ઘટાડીને 10 કરવામાં આવ્યો છે.

Income Tax Refund: તમારું ઈન્કમ ટેક્સ રિફંડ નથી આવ્યું ? આ કારણો હોઈ શકે, જાણો વિગતવાર
Income Tax Refund

Follow us on

મોટાભાગના લોકોએ તેના ઈન્કમ ટેક્સ (Income Tax) રિટર્ન નિયત સમય મર્યાદા સુધીમાં ભર્યા હતા. ઘણા બધા લોકોને રીફંડની રકમ તેના બેંક એકાઉન્ટમાં જમા થઈ ગઈ છે, જ્યારે ઘણા લોકો હજુ આવકવેરા રિફંડની (Income Tax Refund) રાહ જોઈ રહ્યા છે. તમારા રિટર્નની ચકાસણી થઈ ગયા બાદ પણ તમને રિફંડ નથી મળ્યું તો તમારે ફરીથી તેને ચેક કરવાની જરૂરિયાત છે.

ઈન્કમ ટેક્સના નિયમો મૂજબ નાણાકીય વર્ષ 2019-20 માટે રિટર્નની પ્રક્રિયા કરવાનો સમય 82 દિવસનો છે. નાણાકીય વર્ષ 2022-23માં આ જ પ્રક્રિયાને પૂર્ણ કરવામાં 16 દિવસનો સમય લાગ્યો હતો. હવે એસેસમેન્ટ યર 2023-24 માટે આ સમય ઘટાડીને 10 કરવામાં આવ્યો છે.

ઈન્કમ ટેક્સ ફાઈલિંગ પોર્ટલ પર નોટિફિકેશન ચેક કરો

ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યા બાદ જુદી-જુદી પ્રોસેસ કરી ચકાસણી કરવામાં આવે છે. આ પ્રોસેસ પૂર્ણ થયા બાદ રિફંડની પ્રક્રિયા શરૂ થાય છે. તેથી જો તમારા એકાઉન્ટમાં આ પ્રોસેસ થઈ ગઈ હોય તો તમારે ઈન્કમ ટેક્સ ફાઈલિંગ પોર્ટલ પર જઈને પ્રોસેસિંગ અંગેનું નોટિફિકેશન ચેક કરવું જોઈએ.

આજનું રાશિફળ તારીખ : 21-06-2024
ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર વાળા લોકોની લાઈફ કેટલી હોય છે?
ગરમીમાં આ 5 બિયર રૂપિયા 150 સુધીના ભાવમાં મળશે, જાણો નામ
ઘરે કુંડામાં પણ ઉગાડી શકાય છે ચા પત્તીનો છોડ, જાણી લો આ સંપૂર્ણ પ્રોસેસ
ચા પીધા પહેલા પાણી પીવું કેમ જરૂરી છે? જાણી લો
PM મોદીએ AI વીડિયો શેર કરી જે આસન કરવાની સલાહ આપી જાણો તેના ફાયદા

અહીં ચેક કરો સ્ટેટસ

જો તમે 31 જુલાઈ સુધીમાં ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યું છે, તો કોઈપણ પ્રકારની સમસ્યા આવવી જોઈએ નહીં. તેમ છતા પણ રિટર્ન વેરિફિકેશન થયું ન હોય અને રિફંડ પણ ન મળ્યું હોય, તો તેના ઘણા કારણો હોઈ શકે છે. તેના માટે, તમે પ્રક્રિયા પૂર્ણ થવાની સૂચનામાં આ વિશે માહિતી મેળવી શકો છો. તે ચેક કર્યા બાદ તમે અપડેટ કરી શકો છો.

આ કારણો પણ હોઈ શકે

સૌથી મુખ્ય કારણ એ હોઈ શકે છે કે રિટર્ન ફાઇલ કરતી વખતે તમે આપેલી માહિતી 26AS અથવા AIS ફોર્મ સાથે મેચ થતી ન હોય. તેમાં કમાણી અથવા આવકની માહિતીમાં તફાવત હોઈ શકે છે. ત્યારબાદ આવક વેરા વિભાગ તમને તે અંગે કારણ પૂછે છે. આ માટે તમને મેલ અથવા લેટર મોકલાવવામાં આવે છે. તેથી તમારે સમયાંતરે મેઇલ ચેક કરતા રહેવું જોઈએ.

આ પણ વાંચો : Stock Tips Fraud: જો તમે શેરબજારમાં રોકાણ કરો છો તો રહો સાવધાન, જાણો કેવી રીતે સોશિયલ મીડિયા પર સ્ટોક ટિપ્સ આપીને કરે છે ફ્રોડ

તમે આવક વેરા વિભાગ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના સાચા અને તાર્કિક રીતે જવાબ આપો. ત્યારબાદ તમારા રિફંડની પ્રક્રિયા કરવામાં આવશે. જો તમે આવું નથી કરતા અને વિભાગને લાગે કે તમે ખોટી આવકની માહિતી આપી છે, તો તે તમને બાકી ટેક્સ ભરવા માટે સૂચના આપવામાં આવશે. તમે જ્યાં સુધી રકમની ચુકવણી નહીં કરો ત્યાં સુધી તમારા રિફંડની પ્રક્રિયા નહીં કરવામાં આવે. તેના માટે તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મદદ પણ લઈ શકો છો.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article