Income Tax Rules : આ 8 ટ્રાન્ઝેક્શન કર્યા હોય તો ધ્યાન રાખજો, નહીંતર ITR ફાઇલ કરતી વખતે….
ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાના દિવસો નજીક આવી રહ્યા છે. સામાન્ય વ્યક્તિ માટે ITR ફાઇલ કરવાનો છેલ્લો દિવસ 15 સપ્ટેમ્બર છે. એવામાં ચાલો જાણીએ કે, ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે કયા ટ્રાન્ઝેક્શન ધ્યાનમાં રાખવા જોઈએ...
જો કોઈ વ્યક્તિની આવક જૂના ટેક્સ સિસ્ટમમાં 2.5 લાખ રૂપિયાથી ઓછી હોય અથવા નવા ટેક્સ સિસ્ટમમાં 3 લાખ રૂપિયાથી ઓછી હોય, તો ITR ફાઇલ કરવું હંમેશા જરૂરી નથી હોતું પરંતુ ટેક્સના નિયમો અનુસાર કેટલાંક ચોક્કસ પ્રકારના ટ્રાન્ઝેક્શન કરવા પર ITR ફાઇલ કરવું જરૂરી છે.
બીજું કે, જો તમારી વાર્ષિક આવક બે લાખ રૂપિયા થી વધુ છે, તો તમારે ITR ફાઇલ કરવું જરૂરી બને છે. Tax2Win અનુસાર, આ નિયમ જૂના ટેક્સ સિસ્ટમમાં 2.5 લાખ રૂપિયા અને નવા ટેક્સ સિસ્ટમમાં 3 લાખ રૂપિયાની બેઝિક છૂટની મર્યાદાથી ઓછી ઈન્કમ હોવા છતાં પણ લાગુ પડે છે.
કયા કયા ટ્રાન્ઝેક્શન ધ્યાનમાં રાખવા જોઈએ
- જો તમે ગયા વર્ષે બે લાખ રૂપિયા અથવા તેથી વધુ રકમ વિદેશ યાત્રા માટે ખર્ચી હોય.
- જો તમારી પાસે કોઈ વિદેશી સંપત્તિ અથવા વિદેશી ઈન્કમ હોય તો તમારે ITR ફાઇલ કરવું પડશે. ઘણા લોકો વિદેશી કંપનીઓના શેરમાં રોકાણ કરે છે, જેના લીધે તેમને એ શેરમાંથી ડિવિડન્ડની રકમ પણ મળે છે.
- તમારું ‘TDS’ અથવા ‘TCS’ 25,000 રૂપિયા અથવા તેથી વધુ હોય તો ITR ફાઇલ કરવું પડશે. બીજીબાજુ સીનિયર સિટીઝનના મામલે આ રકમ 50,000 રૂપિયા હોય તો ITR ફાઇલ કરવું પડશે.
- તમે ગયા વર્ષે તમારા કરંટ એકાઉન્ટમાં એક કરોડ રૂપિયા અથવા તેથી વધુ રકમ જમા કરી હોય.
- તમે સેવિંગ એકાઉન્ટમાં 50 લાખ રૂપિયા અથવા તેથી વધુ જમા કરાવ્યા હોય.
- બિઝનેસ હોય તો તેનું ટર્નઓવર 60 લાખ રૂપિયા અથવા તેથી વધુ હોય.
- તમે કોઈ કન્સલ્ટન્સી ચલાવો છો અથવા મેડિકલ, લીગલ જેવા ક્ષેત્રમાં પ્રોફેશનલ સર્વિસ આપો છો અને તમારી પ્રોફેશનલ રિસીપ્ટ 10 લાખ રૂપિયા થી વધુ હોય તો પણ ITR ફાઇલ કરવું જરૂરી બને છે.
- વીજળીના બિલ તરીકે તમે એક લાખ રૂપિયા અથવા તેથી વધુ રકમ ભરી હોય.
