Trending Video : Zomatoમાંથી ગાય માટે રોટલી મંગાવી, મહિલાની માનવતા જીતી દિલ ગઈ
Zomato Delivery Boy Viral Video: શું તમે ઘરથી દૂર હોવ ત્યારે ગાયને રોટલી ખવડાવવાની તમારી રોજની ટેવ તુટી જાય છે? તો આ મહિલાની અનોખી યુક્તિ તમારું દિલ જીતી લેશે. સોશિયલ મીડિયા પર ઝોમેટો ડિલિવરી બોયનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર દરરોજ હજારો વીડિયો વાયરલ થતાં હોય છે. પરંતુ કેટલાક એવા વીડિયો હોય છે. જે તમારું દિલ જીતી લે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જે ઝોમેટો બોય અને એક મહિલા કસ્ટમર સાથે જોડાયેલો છે.
ફુડ ઓર્ડર કરવો હવે સરળ બની ગયો છે. લોકો તેમના ઘરઆંગણે ફુડનો ઓર્ડર આપી શકે છે, ભલે તે અડધી રાત હોય કે દિવસના કોઈપણ સમયે. પરંતુ એક મહિલાએ આ સુવિધાનો ઉપયોગ એક ખાસ હેતુ માટે કર્યો. સામાન્ય રીતે લોકો ઝોમેટો પરથી પોતાના માટે કે પાર્ટી માટે ફુડનો ઓર્ડર કરે છે. પરંતુ હાલ સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોયા બાદ આ મહિલાનો જુગાડ તમારું દીલ જીતી લેશે. મહિલાએ પોતાના માટે નહી પરંતુ ગાય માટે ઝોમેટો કર્યું હતુ.
ગાયને રોટલી આપી
આ વિડિઓ હાલમાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ઝોમેટો રાઈડર લોકેશન પહોંચે છે. અને બુકિંગ નંબર પર ફોન કરે છે. ત્યારે મહિલા ફોન રિસીવ કરીને કહે છે. તમે પહોંચી ગયા જ્યાં ગાય રહે છે. આ દરમિયાન ગાય પણ જોવા મળે છે. ત્યારબાદ મહિલા રાઈડરને કહે છે ગાયને રોટલી ખવડાવી દો. તમે 3 ગાયને રોટલી આપી દો. રાઈડર મહિલાને પુછે છે તમે ગાય માટે પાર્સલ મંગાવ્યું હતુ. તો તે કહે છે હા હું ઘરે નથી. દરરોજ ગાયને રોટલી આપું છું અને અલગથી બનાવું છું.
View this post on Instagram
ડિલિવરી બોયની વાહવાહી થઈ
ત્યારબાદ રાઈડર કહે છે. મેડમ આનું પેમેન્ટ કરતા નહી. તે પુછે છે કેમ. તો ઝોમેટો રાઈડરે કહ્યું આ મારા તરફથી. તો મહિલા કહે છે આ ખુબ સરસ વાત છે. તમે આવું કરવા માંગો છો. ત્યારબાદ રાઈડર ગાયને રોટલી ખવડાવે છે. આ સમગ્ર મોમેન્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. લોકોને પસંદ આવી રહી છે. આવી ઈમાનદારી ભાગ્યે જ જોવા મળે છે, ડિલિવરી બોયની વાહવાહી થઈ રહી છે.
