ઈન્કમટેક્સ બચાવવા માટે બચ્યા છે 14 દિવસ, જાણો કઈ રીતે બચાવી શકાશે ટેક્સ

ઈન્કમટેક્સ બચાવવા માટે બચ્યા છે 14 દિવસ, જાણો કઈ રીતે બચાવી શકાશે ટેક્સ
http://tv9gujarati.in/income-tax-bacha…a-jaano-tax-plan/

આપ ફાયનાન્સીયલ વર્ષ 2019-20 માટેના ટેક્સ લાભને લઈને સેક્શન 80-સી, 80-ડી અને 80-જી અંતર્ગત આવવા વાળી યોજનાઓમાં 30 જૂન સુધી ઈન્વેસ્ટ કરી શકો છો. પાછલા વર્ષમાં અગર આપ પર્યાપ્ત રીતે ઈન્વેસ્ટ નથી કરી  શક્યા તો આપના પાસે હજું 14 દિવસ બચ્યા છે.

               સામાન્ય રીતે ફાયનાન્સીયલ વર્ષ 31 માર્ચે પુરૂ થઈ જતું હોય છે  પરંતુ પાછલા વર્ષે છેલ્લા સમયગાળામાં જ દેશભરમાં લોકડાઉન થઈ ગયું હતું જેને કારણે અનેક કરદાતા ટેક્સ બચતનાં સાધનોમાં પુરી રીતે ઈન્વેસ્ટ નોહતા કરી શક્યા, સરકારે આ તમામ ઈન્વેસ્ટરોને સમય વધારી આપ્યો કે જે વર્ષ 2019-20 માટે ટેક્સ બચાવવાની યોજના બનાવી રહ્યા છે. આપ હજુ પણ સેક્શન 80-સી, 80-ડી અને 80-જી અંતર્ગત આવવા વાળા ટેક્સનાં લાભ મેળવી શકો છો. આપ રાષ્ટ્રીય પેન્શન યોજનામાં એકાઉન્ટ ખોલી શકો છો. NPSને PFRDA દ્વારા નિયંત્રિત કરાય છે. આ રીટાયરમેન્ટ પછીની રહેણીકરણી માટે માસીક આવક મેળવવા માટેનું સારી માધ્યમ છે.

                         અગર આપ લિક્વીડીટીને શોધી રહ્યા છો તો આપ ELSS (ઈક્વીટી લિન્ક્ડ સેવિંગ સ્કીમ) મ્યુચ્યૂલ ફંડ પર વિચાર કરી શકો છો. આ માત્ર ત્રણ વર્ષનાં લોક ઈન પિરિયડ સાથે આવે છે. અગર તમે નક્કી કરેલી આવકને ઈચ્છો છો અને પોતાના પૈસાને 15 વર્ષ સુધી લોક ઈન રાખી શકો તો પબ્લીક પ્રોવિંડંડ ફંડ (PPF)માં ઈન્વેસ્ટ કરી શકો છો. સેક્શન 80-ડી અંતર્ગત કોઈ પણ વ્યક્તિ કે જે પોતાના જીવનસાથી, બાળકો માટે હેલ્થ ઈન્સ્યોરન્સનું પ્રિમિયમ ચુકવે છે તો તેને 80-ડી મુજબ 25 હજાર સુધી ટેક્સનો લાભ મેળવી શકે છે. આ 60 વર્ષથી ઓછી વય વાળાઓ માટે છે.

                       કોરોના મહામારીનાં કારણે થયેલા લોકડાઉન દરમિયાન આપણામાંથી કેટલાયે લોકો એ પીએમ કેર્સ ફંડ અગર તો એનજીઓમાં પૈસા દાન આપ્યા હશે. તમે એ રકમ માટે પણ ટેક્સનો લાભ લઈ શકો છો. દાન, ચેક અથવા તો ડ્રાફ્ટ કે પછી કેસનાં રૂપમાં આપી શકાય છે, જો કે 10 હજાર રૂપિયાથી વધારેની કેશ રકમ માટે મંજુરી નથી અપાઈ. દાન કે યોગદાન અપાયેલી 100 ટકા રકમને કપાત માટે યોગ્ય માનવામાં આવે.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati