નોકરિયાતો માટે અગત્યના સમાચાર, વહેલી તકે પતાવી લો આ કામ નહિતર તમારું PF અટકી શકે છે , જાણો વિગતવાર

|

Aug 19, 2021 | 9:02 AM

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ એમ્પ્લોયરોને સૂચના આપી છે કે ECR (ઇલેક્ટ્રોનિક ઈન્વોઈસ કમ રિટર્ન) ફક્ત તે જ EPFO સભ્યો માટે માન્ય છે જેમનું ખાતું આધાર સાથે જોડાયેલું છે. જો કોઈના EPF ખાતામાં આધાર નંબર લિંક નથી તો એમ્પ્લોયરનું યોગદાન આવા EPF ખાતામાં જમા થશે નહીં.

સમાચાર સાંભળો
નોકરિયાતો માટે અગત્યના સમાચાર, વહેલી તકે પતાવી લો આ કામ નહિતર તમારું PF અટકી શકે છે , જાણો વિગતવાર
Employee Provident Fund Organisation -EPFO

Follow us on

જો તમે નોકરીયાત છો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) આ મહિનામાં જ તેના લગભગ ૬કરોડ સબસ્ક્રાઇબર્સના ખાતામાં EPF વ્યાજ જમકારી શકે છે. EPF નું વ્યાજ તે વ્યક્તિના ખાતામાં આવશે જેના યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ને આધાર સાથે લિંક કરવામાં આવશે. UAN ને આધાર સાથે લિંક કરવાની નવી સમયમર્યાદા 1 સપ્ટેમ્બર 2021 છે. જો તમે વહેલી તકે આ કામ નહીં કરો તો તમારું PF અટકી શકે છે.

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ એમ્પ્લોયરોને સૂચના આપી છે કે ECR (ઇલેક્ટ્રોનિક ઈન્વોઈસ કમ રિટર્ન) ફક્ત તે જ EPFO સભ્યો માટે માન્ય છે જેમનું ખાતું આધાર સાથે જોડાયેલું છે. જો કોઈના EPF ખાતામાં આધાર નંબર લિંક નથી તો એમ્પ્લોયરનું યોગદાન આવા EPF ખાતામાં જમા થશે નહીં.

આધારને UAN સાથે કેવી રીતે લિંક કરવું?
આધાર નંબરને UAN સાથે લિંક કરવા માટે તમારે EPFO ​​પોર્ટલ epfindia.gov.in પર લોગ ઇન કરવાની જરૂર છે. ‘ઓનલાઇન સેવાઓ’ વિકલ્પ પર ક્લિક કરો પછી ‘E-KYC પોર્ટલ’ અને ‘UAN આધાર’ લિંક કરો. તમારો UAN નંબર અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દાખલ કરો.રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP આવશે. પછી OTP અને તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો. આ વિગત ભર્યા પછી, ‘સબમિટ’ બટન પર ક્લિક કરો. ‘OTP Verify’ વિકલ્પ પર ક્લિક કરો. પછી તમારા આધારની વિગતો ચકાસવા માટે તમારા આધાર નંબર સાથે સંકળાયેલા મેઇલના તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP જનરેટ કરો. હવે તમારા ડોક્યુમેન્ટ્સ લિંક છે કે નહીં તે ખાતરી કરો

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

EPF સાથે ઓફલાઇન લિંક કરવાની પ્રક્રિયા
આધારને EPF સાથે ઓફલાઇન પણ લિંક કરી શકાય છે. આ માટે તમારે EPFO ​​ઓફિસ જવું પડશે. EPFO ઓફિસ પર જાઓ અને ‘Aadhaar Seeding Application’ ફોર્મ ભરો. તમામ વિગતો સાથે ફોર્મમાં તમારું UAN અને આધાર દાખલ કરો. તમારા UAN, PAN અને આધારની સેલ્ફ અટેસ્ટેડ કોપી ફોર્મ સાથે જોડવી જરૂરી છે. તે EPFO ​​અથવા કોમન સર્વિસ સેન્ટર (CSC) આઉટલેટની કોઈપણ ક્ષેત્ર કચેરીમાં એક્ઝિક્યુટિવને સબમિટ કરવાનું રહેશે.

યોગ્ય ચકાસણી પછી તમારું આધાર તમારા EPF એકાઉન્ટ સાથે લિંક થઈ જશે. તમને આ માહિતી એક મેસેજ દ્વારા પ્રાપ્ત થશે જે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવશે.

 

આ પણ વાંચો :   Multibagger stock: આ સ્ટોકે છેલ્લા ત્રણ વર્ષમાં 375% સુધી રિટર્ન આપી રોકાણકારોને કર્યા માલામાલ, શું છે તમારા પોર્ટફોલિયોમાં ?

આ પણ વાંચો :  7th pay commission: મહિલા કર્મચારીઓની ટ્રાન્સફર અને પોસ્ટિંગનો મુદ્દો ગરમાયો , જાણો આ અંગે સરકારની શું છે પોલિસી

Published On - 9:01 am, Thu, 19 August 21

Next Article